ધર્મેન્દ્ર પ્રધાન

ધર્મેન્દ્ર પ્રધાન

ધર્મેન્દ્ર પ્રધાનનો જન્મ 26 જૂન 26, 1969ના રોજ થયો હતો. તેઓ ભારત સરકારમાં શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી તરીકે મોદી સરકારમાં સામેલ છે. તેમણે ઉચ્ચ શિક્ષણ તાલચેર કોલેજ અને ઉત્કલ યુનિવર્સિટીમાંથી મેળવ્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાન, મોદી સરકારમાં અગાઉ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને સ્ટીલ મંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રધાનને 3જી સપ્ટેમ્બર 2017ના રોજ કેબિનેટ મંત્રી તરીકે બઢતી આપવામાં આવી હતી. હાલમાં સંસદ સભ્ય તરીકે રાજ્યસભામાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ તેઓ 14મી લોકસભાના સભ્ય હતા.

ધર્મેન્દ્ર પ્રધાન સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી રહ્યા છે. 2014 માં રાજ્ય મંત્રી તરીકે જોડાયા, બાદમાં તેમને 2017 માં કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી. 31 મે, 2019 ના રોજ, ધર્મેન્દ્ર પ્રધાને ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં સતત બીજા કાર્યકાળની શરૂઆત કરી હતી.

 

Read More

NCERTના પુસ્તકો હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ મંગાવી શકાશે: ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને, કહ્યું કે દેશભરમાં વધુને વધુ વિદ્યાર્થીઓને NCRT પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે 15 કરોડ નવા પુસ્તકો છાપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે દેશની શાળાઓમાં કૌશલ્ય વર્ધક શિક્ષણ પર ભાર આપી રહ્યા છીએ.

g clip-path="url(#clip0_868_265)">