કેવા હતા આંબેડકર અને નહેરૂ વચ્ચેના સંબંધો? કેમ પંડિતજીને આંખના કણાની માફક ખૂંચતા હતા બાબા સાહેબ- વાંચો
ભારતના બંધારણના નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરની દેશ 134મી જન્મ જયંતી ઉજવી રહ્યો છે. આજે બાબા સાહેબના નામે તમામ રાજકીય પાર્ટી જશ લેવાનું ચૂકતી નથી ત્યારે એક સમય એવો પણ હતો કે બાબા સાહેબને એ સન્માન પણ આપવામાં ન આવ્યુ જેના તેઓ ખરા હક્કદાર હતા. પંડિત નહેરૂ સહિત કોંગ્રેસ પર પહેલેથી એવા આક્ષેપો થતા આવ્યા છે કે તેમણે આંબેડકરના યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે આ આક્ષેપોમાં કેટલુ તથ્ય છે તે જાણીએ.

ભારતમાં હાલ 18 % વસ્તી દલિતોની છે, એટલે કે 18 કરોડ મતદાતા દેશમાં દલિત સમાજમાંથી આવે છે. આ એક એવી વોટબેંક છે જે ડૉ. ભીમરાવ આંબેડકરને લઈને ઘણી સંવેદનશીલ છે. દેશના દલિતો આંબેડકરને ઈશ્વરની જેમ પૂજે છે. આ જ કારણ છે કે આપણા દેશમાં આંબેડકરના નામે તમામ રાજકીય પાર્ટીઓ આ વોટબેંકને રીજવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. એ ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય રાજકીય દળો હોય. કોઈ જ રાજકીય પાર્ટી એવુ જોખમ લેવા નથી માગતી કે ડૉ આંબેડકરને માનનારા આ 18 કરોડ મતદાતા તેમનાથી નારાજ થઈ જાય. આથી જ આ વોટબેંકને રાજી રાખવા માટે તમામ પાર્ટીઓ બાબા આંબેડકરના નામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતી રહે છે. ડૉ આંબેડકરના અપમાન મુદ્દે ભાજપ-કોંગ્રેસ એકબીજા સામે આરોપ પ્રતિઆરોપ લગાવતી રહે છે. ભાજપ પહેલેથી જ કોંગ્રેસ પાર્ટી સામે...