AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે જૈન એક ભારતીય એક્ટ્રેસ છે, તે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. અંકિતાના કરિયરમાં તેને સફળતા વખાણાયેલા શો “પવિત્ર રિશ્તા” માં અર્ચના દેશમુખના રોલ સાથે મળી. અંકિતાએ બોલીવુડમાં એન્ટ્રી “મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી”થી કરી. આ ફિલ્મમાં યોદ્ધા ઝલકારીબાઈની ભૂમિકા ભજવી અને “બાગી 3” જેવી ફિલ્મોમાં મહત્વપૂર્ણ રોલ કર્યો છે.

અંકિતાએ ઓટીટી પર ડેબ્યૂ ‘પવિત્ર રિશ્તાઃ ઈટ નેવર ટૂ લેટ’માં તેના અર્ચનાને પાત્રને રિક્રિએટ કરીને કર્યું અને ડિજીટલ ફિલ્મ ‘ધ લાસ્ટ કોફી’માં ઈરમ કુરેશી તરીકે એક આકર્ષક રોલ કર્યો છે. અંકિતા લોખંડેએ ત્રણ ગોલ્ડ એવોર્ડ, એક ભારતીય ટેલિવિઝન એકેડેમી એવોર્ડ, ઈન્ડિયન ટેલી એવોર્ડ્સ અને આઈકોનિક ગોલ્ડ એવોર્ડ્સ જીત્યો છે.

અંકિતાએ પોતાના કરિયરની શરૂઆત એકતા કપૂરના શો પવિત્ર રિશ્તાથી કરી હતી, આ સીરિયલમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત પણ હતો, આ શો હિટ થયો હતો અને અંકિતા-સુશાંતની જોડીને પણ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

‘પવિત્ર રિશ્તા’એ અંકિતાને ઘર-ઘરમાં ઓળખાણ અપાવી. તેનું નામ લાંબા સમય સુધી સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલું રહ્યું. 7 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંને 2016માં અલગ થઈ ગયા હતા. 2019માં અંકિતાએ બિઝનેસમેન વિકી જૈન સાથે લગ્ન કર્યા. બંને બિગ બોસ 17નો ભાગ છે. અંકિતા લોખંડે હાલમાં બિગ બોસના ઘરમાં છે. તેનો પતિ વિકી જૈન પણ તેની સાથે છે. બંને અવારનવાર પરસ્પર વિવાદ અને ઘરમાં ઝઘડાને કારણે ચર્ચામાં રહે છે.

Read More
Follow On:

Oscar 2025 : રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ 96માં એકેડેમી એવોર્ડ્સમાં સામેલ, નિર્માતાએ માહિતી આપી

96માં એકેડમી એવોર્ડ માટે સ્વાતંત્ર્ય વીર સાવરકરની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મના પ્રોડયુસરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ શેર કરી આ વાતની જાણકારી આપી છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે.

વિકી જૈનની સામે જ મિત્રએ અંકિતા લોંખડેનો ખેચ્યોં ડ્રેસ, ગુસ્સાથી લાલ-પીળી થઈ ગઈ અભિનેત્રી, જુઓ-Video

અંકિતા લોખંડે તેના લેટેસ્ટ વિડિયોને કારણે ચર્ચામાં છે. વીડિયોમાં અભિનેત્રી તેના પતિ વિકી જૈન અને મિત્ર સંદીપ સિંહ સાથે જોવા મળી રહી છે. આ દરમિયાન કંઈક એવું બને છે કે અભિનેત્રી તેના મિત્ર પર ગુસ્સે થઈ જાય છે અને તેને ગુસ્સાની નજરે જોવા લાગે છે.

g clip-path="url(#clip0_868_265)">