Android ફોનમાંથી વિન્ડોઝ લેપટોપ પર ફાઈલો કરી શકશો ટ્રાન્સફર, Google Nearby Shareનું નવું વર્ઝન કરશે રિલીઝ
Nearby Share એપની મદદથી બીટા યુઝર્સ તેમના એન્ડ્રોઈડ ફોનમાંથી લેપટોપ પર કોઈપણ ફાઈલ સરળતાથી શેર કરી શકે છે. આ માટે, 64-બીટ વર્ઝન અને વિન્ડોઝ 10 અથવા તેથી વધુની જરૂર પડશે.
Googleની Nearby Share ફીચર વિશે બહુ ઓછા લોકો જાણે છે, જ્યારે તે હવે તમામ Android ફોનમાં ઉપલબ્ધ છે. Nearby Shareને એપલના એરડ્રોપની તર્જ પર ડિઝાઈન કરવામાં આવ્યું છે, પરંતુ તે અત્યારે એરડ્રોપ જેટલું ઝડપી નથી. Nearby Share અત્યાર સુધી ફોન માટે હતું પરંતુ ટૂંક સમયમાં તેની મદદથી તમે વિન્ડોઝ લેપટોપ અથવા કમ્પ્યુટર પર ફાઈલો ટ્રાન્સફર કરી શકશો.
આ પણ વાંચો: WhatsApp પર સિંગલ ચેટ પણ થઈ શકશે લોક, પ્રાયવસી થશે વધુ મજબૂત
તેનું આ વર્ઝન હાલમાં બીટા પરીક્ષણમાં છે. Nearby Share એપની મદદથી બીટા યુઝર્સ તેમના એન્ડ્રોઈડ ફોનમાંથી લેપટોપ પર કોઈપણ ફાઈલ સરળતાથી શેર કરી શકે છે. આ માટે, 64-બીટ વર્ઝન અને વિન્ડોઝ 10 અથવા તેથી વધુની જરૂર પડશે. તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી બીટા વર્ઝન પણ ડાઉનલોડ કરી શકો છો.
Nearby Share દ્વારા લેપટોપ પર ફાઈલો ટ્રાન્સફર કરવા માટે બંને ઉપકરણો એટલે કે ફોન અને લેપટોપ પર સમાન Google એકાઉન્ટ લોગિન હોવું જરૂરી છે. Nearby Shareની મદદથી તમે ફોનથી કોમ્પ્યુટર પર કોઈપણ ડોક્યુમેન્ટની ફોટો-વીડિયો કે મોટી ફાઈલ શેર કરી શકો છો. ગૂગલે પોતાના બ્લોગ દ્વારા આ અપડેટ વિશે માહિતી આપી છે.
ગૂગલે વર્ષ 2020માં Nearby Share લોન્ચ કર્યું હતું. પહેલા તે માત્ર કોન્ટેક્ટ ટ્રાન્સફર માટે હતું, પરંતુ બાદમાં તેનું નવું વર્ઝન આવ્યું જે અન્ય ફાઈલોને પણ ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. તેનું બીટા વર્ઝન હાલમાં ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, સાયપ્રસ, ચેકિયા, ડેનમાર્ક, ડોનબાસ, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં રિલીઝ થયું છે. ભારત આ યાદીમાં નથી.
જણાવી દઈએ કે Googleને સતત પોતાના કર્મચારીઓને સારૂ વર્કપ્લેસ પૂરૂ પાડનારી કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો કે આ સુવિધાઓ પુરી પાડવી કંપની માટે ખૂબ મોંઘી થઈ ગઈ છે. ત્યારે ગુગલે પોતાના આવા ઘણા ખર્ચામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટસ મુજબ ગુગલે ઘણા ખર્ચા ઓછા કરવા અને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં માઈક્રો કિચન સામેલ છે, જે મફતમાં નાસ્તો, લોન્ડરી સર્વિસ, મસાજ અને કંપની લંચ પણ ઓફર કરે છે. તે સિવાય ખર્ચમાં ઘટાડો કરવા માટે ગુગલ પોતાની હાઈરિંગ પ્રોસેસને પણ ધીમી કરી દેશે.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…