WhatsApp પર સિંગલ ચેટ પણ થઈ શકશે લોક, પ્રાયવસી થશે વધુ મજબૂત

આ ફીચરની મદદથી યુઝર્સ હવે પ્લેટફોર્મ પર સિંગલ ચેટ પણ લોક કરી શકશે. પહેલા WhatsAppને લોક કરવાની સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ હવે તમે એપની અંદર દરેક ચેટને લોક કરી શકશો, જેને તમે ગુપ્ત રાખવા માંગો છો.

WhatsApp પર સિંગલ ચેટ પણ થઈ શકશે લોક, પ્રાયવસી થશે વધુ મજબૂત
WhatsApp Lock chat Feature
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 12:59 PM

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ તેના યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરતું રહે છે. હવે આ યાદીમાં એક ખૂબ જ ઉપયોગી ફીચરનું નામ પણ જોડાઈ ગયું છે. આ ફીચરનું નામ ‘લોક ચેટ’ ફીચર છે. નામ સૂચવે છે તેમ, આ એક ચેટ લોકીંગ ફીચર છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે પ્લેટફોર્મ પર સિંગલ ચેટ પણ લોક કરી શકશે. પહેલા WhatsAppને લોક કરવાની સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ હવે તમે એપની અંદર દરેક ચેટને લોક કરી શકશો, જેને તમે ગુપ્ત રાખવા માંગો છો.

આ પણ વાંચો: Twitter Logo History : કેવી રીતે ડિઝાઈન થયો હતો Twitterનો ચકલીનો લોગો, ક્યારે-ક્યારે થયા ફેરફારો, એમાં રહેલું પક્ષીનું શું છે નામ ?

Wabetainfo એ તેના લેટેસ્ટ રિપોર્ટમાં ‘Lock Chat’ ફીચર વિશે જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર, WhatsApp ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર Lock Chat ફીચર લાવવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સ હવે એપમાં કોઈપણ એક ચેટને લોક કરી શકશે. ચોક્કસ આ ફીચર યુઝર્સની ગોપનીયતાને વધુ મજબૂત બનાવશે અને સુરક્ષાનું નવું સ્તર ઉમેરશે. જણાવી દઈએ કે હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે, જેને ભવિષ્યમાં અપડેટ સાથે રોલઆઉટ કરી શકાય છે.

પહેલા સેક્સ, પછી લગ્ન ! ભારતના આ ગામમાં અજીબો-ગરીબ પરંપરા
ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી

Wabetainfo દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે યુઝર્સને તેમની પ્રાઈવેટ ચેટ્સને લોક કરવા માટે ફિંગરપ્રિન્ટનો વિકલ્પ આપવામાં આવશે. જેમ તમે ચેટમાં આ વિકલ્પ પર ટૉગલ કરશો, તે ચેટ લૉક થઈ જશે. જણાવી દઈએ કે ચેટ ખોલવા માટે, તમારે દર વખતે ફિંગરપ્રિન્ટ લગાવવી પડશે. આ સાથે, અન્ય કોઈ વ્યક્તિ તમારી ચેટ ખોલી શકશે નહીં.

Edit ફીચર રોલ આઉટ

દરમિયાન, વોટ્સએપ પસંદગીના બીટા ટેસ્ટર્સ માટે એડિટ ફીચર રજૂ કરી રહ્યું છે. આ સુવિધા વપરાશકર્તાઓને કીબોર્ડની ઉપરના ડિસ્પ્લે ફોન્ટ વિકલ્પોમાંથી એકને ટેપ કરીને ફોન્ટ્સ વચ્ચે ઝડપથી સ્વિચ કરવાની મંજૂરી આપે છે. WhatsApp હવે વપરાશકર્તાઓને બિન જરૂરી ફોન્ટ્સ ઝડપથી પસંદ કરવાની મંજૂરી આપે છે.

Disappearing Messagesમાં નવો વિકલ્પ

આ સિવાય તાજેતરમાં જાણવા મળ્યું છે કે WhatsApp ટૂંક સમયમાં ‘Disappearing Messages’ મોડમાં નવા ડ્યુરેશન વિકલ્પ રજૂ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી તમે આ મોડને 24 કલાક, 7 દિવસ અને 90 દિવસ માટે ચાલુ રાખી શકો છો. ત્યારે હવે લેટેસ્ટ અહેવાલો અનુસાર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનને ટૂંક સમયમાં નવા ટાઈમ ડ્યુરેશન ઓપ્શન મળશે.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">