ભારત 27000 કરોડના ખર્ચે તૈયાર કરશે ખતરનાક જાસૂસી કેમેરા, 36000 કિમીની ઉંચાઈએ લટકાવાશે, પરંતુ કોની કરશે જાસૂસી ?
ભારત આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે. ખાસ કરીને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં તે રોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે. ત્યારે હવે અવકાશમાંથી ભારતની સર્વેલન્સ સિસ્ટમને વેગ આપવાના પ્રયાસરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ (SBS) મિશનના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે.

ચીન-પાકિસ્તાન જેવા પાડોશી દેશોની સરહદ નજીકની ગતિવિધિઓ પર નજર રાખવાની હોય કે પછી આપણા દેશની અંદર સુવિધાઓને વિસ્તારવાની હોય, સેટેલાઈટોની ભૂમિકા સતત વધી રહી છે. આ જ કારણ છે કે ભારત સરકાર સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ મિશન (SBS) હેઠળ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે સખત મહેનત કરી રહી છે. આ અંતર્ગત મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે. ભારત આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે. ખાસ કરીને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં તે રોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે. ત્યારે હવે અવકાશમાંથી ભારતની સર્વેલન્સ સિસ્ટમને વેગ આપવાના પ્રયાસરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ (SBS-3) મિશનના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી દેશની જમીન અને સમુદ્રની દેખરેખ વધુ મજબૂત થશે, જેનો ફાયદો સામાન્ય લોકોની સાથે-સાથે સેનાને પણ થશે. આ પ્રોજેક્ટની દેખરેખ સંરક્ષણ...