જો ચોરી થઈ જાય તમારો મોબાઈલ ફોન તો સૌથી પહેલા આટલું કરો કામ, સરળતાથી મળી જશે પાછો

સ્માર્ટફોનની ચોરી એ સામાન્ય બાબત છે, પરંતુ સ્માર્ટફોનની ચોરીથી માત્ર તમને આર્થિક નુકસાન જ નથી થતું, પરંતુ ચોર તમારા ખાનગી ફોટા અને ઓનલાઈન પેમેન્ટની વિગતો પણ મેળવી લે છે. આવી સ્થિતિમાં, જો કોઈ સ્માર્ટફોન ચોરાઈ જાય તો શું કરશો જાણો અહીં

જો ચોરી થઈ જાય તમારો મોબાઈલ ફોન તો સૌથી પહેલા આટલું કરો કામ, સરળતાથી મળી જશે પાછો
If your mobile phone is stolen then do this first thing
Follow Us:
| Updated on: Apr 06, 2024 | 1:04 PM

સ્માર્ટફોન એ ડિજિટલ વિશ્વમાં કુટુંબ અને મિત્રો સાથે જોડાયેલા રહેવાનો સૌથી સરળ રસ્તો છે. અને જો તમે તમારો સ્માર્ટફોન ગુમાવો છો, તો તેનાથી વધુ ખરાબ કંઈ હોઈ શકે નહીં. હવે ફોનનો ઉપયોગ માત્ર કૉલ કરવા અથવા SMS મોકલવા માટે થતો નથી પરંતુ તે આપણા રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તેને કેવી રીતે શોધવો? આવી સ્થિતિમાં, જો કોઈ સ્માર્ટફોન ચોરાઈ જાય, તો ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ હેઠળ કામ કરતા CEIR પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી ખોવાયેલો ફોન પાછો સરળતાથી મેળવી શકાય.

CEIR પોર્ટલ શું છે?

CEIR પોર્ટલ વપરાશકર્તાઓને IMEI નંબર દ્વારા તેમના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સ્માર્ટફોન જેવા ખોવાયેલા અથવા ચોરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની જાણ કરવાની મંજૂરી આપે છે. CEIR પોર્ટલ ખોવાયેલા કે ચોરાયેલા ફોનને બ્લોક કરવાની સુવિધા પૂરી પાડે છે. તે અનેક પ્રકારની સેવાઓ પણ આપે છે. યૂઝર્સ ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલને માત્ર બ્લોક કરી શકતા નથી પણ તેને પુનઃપ્રાપ્ત પણ કરી શકે છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો
  1. ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનની જાણ કરો
  2. CEIR સેવા સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. ચોરીની જાણ કરવા માટે મોબાઈલ નંબર અને IMEI નંબરની જરૂર પડશે.
  3. આ પછી તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડશે.
  4. ફોનને બ્લોક કરવા માટે, પોલીસ ફરિયાદની ડિજિટલ કોપી સાથે સ્માર્ટફોનની વિગતોની જરૂર પડશે. એકવાર CEIR વેબસાઇટ પર બ્લોક થઈ ગયા પછી, ઉપકરણ કેન્દ્રીય ડેટાબેઝમાં ઉમેરવામાં આવશે.
  5. આ પછી ચોરાયેલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.
  6. જો ચોરાયેલો અથવા ખોવાયેલો મોબાઈલ પાછો મળી જાય, તો તેને CEIR પોર્ટલ પરથી અનબ્લોક કરી શકાય છે. અનબ્લોક કરવા માટે આઈડી અને મોબાઈલ નંબર નાખવો પડશે.
  7. CEIR પોર્ટલ દ્વારા ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને પુનઃપ્રાપ્ત કરી શકાય છે. તમારે ફક્ત પોર્ટલ પર ઉપકરણનો IMEI નંબર રજીસ્ટર કરવો પડશે અને જરૂરી માહિતી દાખલ કરવી પડશે. આ ઉપકરણના રિપોર્ટિંગ અને ટ્રેકિંગ સાથે રિયુઝ થતા અટકાવે છે.

CEIR વેબસાઈટ ઉપરાંત, એક મફત Android અને iOS એપ્લિકેશન KYM પણ છે જે તમારા સ્માર્ટફોનને લગતી માહિતી પ્રદાન કરી શકે છે. આ એપથી યુઝરના ફોનનો IMEI નંબર, મોબાઈલ ઉત્પાદકનું નામ, મોડલ નંબર અને ઉપકરણનો પ્રકાર જેવી માહિતી મેળવી શકાય છે. આ બધા માટે તમારે ફક્ત ફોનનો IMEI નંબર અને કયા ફોન પર OTP આવશે તે જાણવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે ફોન બોક્સ સિવાય હેન્ડસેટ પર *#06# ડાયલ કરીને IEMI નંબર મેળવી શકાય છે.

ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">