DD Kisan Job Fraud: 12 ધોરણ પાસ લોકોને મળશે 25 હજાર રૂપિયા પગાર, ડીડી કિસાન ચેનલમાં સરકારી નોકરી આપવાના નામે છેતરપિંડી
અપોઈન્ટમેન્ટ લેટરમાં પગારની વિગતો, તાલીમ અને અન્ય શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. આ સાથે પત્રમાં એવી પણ સૂચના આપવામાં આવે છે કે, પત્ર મળતાની સાથે જ 15,540 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ આપવામાં આવેલા બેંક ખાતામાં જમા કરાવવી. રકમ જમા કરાવ્યા બાદ જ ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે.
ડીડી કિસાન (DD Kisan Job Fraud) ચેનલમાં નોકરી આપવાના નામે છેતરપિંડી (Cyber Crime) થઈ રહી છે. ડીડી કિસાન ચેનલમાં પત્રકારની પોસ્ટ માટે નકલી નિમણૂક પત્રો જાહેર કરીને બેરોજગારોને બેંક ખાતામાં 15,540 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવા માટે કહેવામાં આવે છે. 25,000 નો પગાર અને અન્ય ભથ્થાં આપવાનો પણ દાવો કરવામાં આવે છે.
ડીડી કિસાનમાં સરકારી નોકરીની આપે છે જાહેરાત
અપોઈન્ટમેન્ટ લેટર પર પ્રસારણ મંત્રાલય હિન્દીમાં લખાયેલું હોય છે, પરંતુ ભારત સરકારમાં આ નામનું કોઈ મંત્રાલય નથી. ઉચ્ચ પગાર અને ઓછી લાયકાત જોઈને બેરોજગાર લોકો છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. ઠગ્સ અખબારમાં ડીડી કિસાનમાં સરકારી નોકરીની જાહેરાત આપે છે અને તેમાં આપેલા મોબાઇલ નંબર પર મેસેજમાં નામ અને સરનામાની વિગતો મોકલવાનું કહેવામાં આવે છે.
સિક્યોરિટી ડિપોઝીટ બેંક ખાતામાં જમા કરાવો
લોકો વિગતો મોકલે છે ત્યારબાદ ડીડી કિસાન ચેનલના સિનિયર ઓફિસરના નામે નિમણૂક પત્ર મોકલવામાં આવે છે. અપોઈન્ટમેન્ટ લેટરમાં પગારની વિગતો, તાલીમ અને અન્ય શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. આ સાથે પત્રમાં એવી પણ સૂચના આપવામાં આવે છે કે, પત્ર મળતાની સાથે જ 15,540 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ આપવામાં આવેલા બેંક ખાતામાં જમા કરાવવી. સિક્યોરિટી ડિપોઝીટની રકમ જમા કરાવ્યા બાદ જ ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે.
ટ્રેનિંગ દરમિયાન 18,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ
દૂરદર્શન અને ડીડી કિસાન ચેનલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મંત્રાલય અને ચેનલ દ્વારા આ પ્રકારે કોઈ નિમણૂંક કરવામાં આવી રહી નથી. સ્કેમર્સ ખોટી જાહેરાત દ્વારા લોક સાથે ફ્રોડ કરી રહ્યા છે, તેથી લોકોએ સાવધાન રહેવું જોઈએ. નિમણૂક પત્રમાં કહેવામાં આવે છે કે, સિક્યોરિટી ડિપોઝીટના રૂપિયા જમા કરાવ્યા બાદ દિલ્હીમાં એક મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે. આ સાથે જ કહેવામાં આવે છે કે, ટ્રેનિંગ દરમિયાન 18,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
આ બાબતોનું રાખો ધ્યાન
કોઈપણ સરકારી નોકરી માટે એક લાંબી પ્રોસેસ હોય છે. તેના માટે અરજદારોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. અરજી ફી ભર્યા બાદ એક અથવા બે વખત લેખિત પરીક્ષા આપવાની રહે છે અને ત્યારબાદ મૌખિક ઈન્ટરવ્યું પણ લેવામાં આવી શકે છે. એટલે કે સરકારી નોકરી મેળવવી સરળ નથી, તેથી આ પ્રકારની જાહેરાત ધ્યાનમાં આવે તો તેને અવગણવી જોઈએ. સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો