Govt Job Fraud: સરકારી નોકરી અપાવવાના નામે લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને કેવી રીતે બચવું
અજાણ્યા મેસેજ, ઈમેઇલ્સ અથવા ફોન કોલ્સ પર ક્યારેય વિશ્વાસ કરવો નહીં. આવા લોકો વ્યક્તિગત માહિતી આપવા માટે કહે છે. જો કોઈ નોકરીના નામ પર તમારી પાસેથી પૈસાની માંગણી કરે છે તો ક્યારેય કોઈ રકમ આપશો નહીં. રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા બાદ જો કોઈ OTP આવે તો કોઈની સાથે શેર કરશો નહીં.
સાયબર ફ્રોડ (Cyber Crime) કરનારાઓ લોકોને લૂંટવા માટે નવી નવી રીતો અજમાવી રહ્યા છે. પહેલા તેઓ લોકોની માહિતી ચોરીને એકઠી કરે છે અને લોકોને ફોન કરીને બધી વિગતો જાણતા હોવાનો દાવો કરીને કૌભાંડ કરે છે. ઠગ્સ લોકોને સરકારી નોકરીની (Govt Job Fraud) લાલચ આપીને રૂપિયાની લૂંટ કરી રહ્યા છે. બેરોજગાર યુવક-યુવતી ઓનલાઈન નોકરી શોધતા હોય છે. તે દરમિયાન તેઓને જોબ માટે ઘણી વેબસાઈટ સર્ચમાં આવે છે.
જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી
સ્કેમર્સ જુદા-જુદા સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા લોકોને મેસેજ મોકલે છે અથવા તો કોલ કરે છે, જેમાં સરકારી નોકરી આપવાની વાત કરે છે. બેરોજગાર લોકો તેની જાળમાં ફસાઈ છે અને પોતાના ડોક્યુમેન્ટસ આપે છે. આ ઉપરાંત તેઓ રજીસ્ટ્રેશન ફીના નામે રૂપિયાની માંગણી કરે છે. આ સાથે જ તેઓ ઓછો અનુભવ અને ઓછી લાયકાત હોય તો પણ વધારે પગારની લાલચ આપે છે.
નોકરીના ફ્રોડથી બચવા આ બાબતોનું રાખો ધ્યાન
અજાણ્યા મેસેજ, ઈમેઇલ્સ અથવા ફોન કોલ્સ પર ક્યારેય વિશ્વાસ કરવો નહીં. આવા લોકો વ્યક્તિગત માહિતી આપવા માટે કહે છે. જો કોઈ નોકરીના નામ પર તમારી પાસેથી પૈસાની માંગણી કરે છે તો ક્યારેય કોઈ રકમ આપશો નહીં. રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા બાદ જો કોઈ OTP આવે તો કોઈની સાથે શેર કરશો નહીં. જો ઓફર લેટર ઈમેલ દ્વારા આવ્યો હોય, તો મોકલનારનું ઈમેલ આઈડી કાળજી પૂર્વક તપાસો.
નોકરી માટે રૂપિયા જમા કરવાના હોતા નથી
જો કોઈ તમને નોકરી આપવાના બહાને તમારી અંગત માહિતી માંગે તો ન આપો. ધ્યાનમાં રાખો કે કોઈપણ ભરતી પ્રક્રિયા લાંબી હોય છે. આ સિવાય કોઈ પણ સરકારી નોકરી માટે રૂપિયા જમા કરાવવાના હોતા નથી. તમે જે તે વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલા નંબર અથવા ઈમેલ પર પૂછપરછ કરીને પણ તેની પુષ્ટિ કરી શકો છો. સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો