Artificial Intelligence Fraud: જો તમારા મિત્ર કે સંબંધી રૂપિયાની મદદ માંગે તો સાવચેત રહો, AI દ્વારા અવાજ બદલીને થાય છે ફ્રોડ, જુઓ Video

સાયબર ઠગ લોકોને છેતરવા માટે જુદી-જુદી યુક્તિઓ અપનાવતા રહે છે. ક્યારેક બેંક ડિટેલ, ક્યારેક ક્રેડિટ કાર્ડ તો ક્યારેક કોઈ સરકારી સ્કીમના નામે છેતરપિંડી થઈ રહી છે. હવે સાયબર ઠગ્સની નવી રીત છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ.

Artificial Intelligence Fraud: જો તમારા મિત્ર કે સંબંધી રૂપિયાની મદદ માંગે તો સાવચેત રહો, AI દ્વારા અવાજ બદલીને થાય છે ફ્રોડ, જુઓ Video
Artificial Intelligence Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 1:59 PM

લોકો પોતાના જીવનને સરળ બનાવવા માટે નવી નવી ટેક્નોલોજી શોધી રહ્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence-AI) પણ આવી જ એક ટેક્નોલોજી છે. સાથે જ આ ટેક્નોલોજીનો દુરુપયોગ પણ શરૂ થયો છે. સાયબર (Cyber Crime) ઠગ લોકોને છેતરવા માટે જુદી-જુદી યુક્તિઓ અપનાવતા રહે છે. ક્યારેક બેંક ડિટેલ, ક્યારેક ક્રેડિટ કાર્ડ તો ક્યારેક કોઈ સરકારી સ્કીમના નામે છેતરપિંડી થઈ રહી છે. હવે સાયબર ઠગ્સની નવી રીત છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ.

કેવી રીતે થઈ રહી છે છેતરપિંડી

AI દ્વારા તેઓ એવી ચતુરાઈથી છેતરપિંડી કરે છે કે લોકો તેના સરળતાથી શિકાર બની જાય છે. ઠગ તમારા સંબંધી અથવા મિત્રના અવાજમાં તમારી સાથે વાત કરે છે. તમને પૈસાની લેવડ-દેવડ અથવા મુશ્કેલ સમયમાં મદદ માટે કહેવામાં આવે છે અને તમે તે અવાજને તમારા સંબંધી અથવા મિત્ર તરીકે માનીને છેતરપિંડીનો શિકાર બનો છો.

મદદનું કારણ આપીને પૈસાની માંગણી કરે છે

ઠગ પોતાને તમારો મિત્ર અથવા સંબંધી કહે છે અને તેમના અવાજમાં વાત પણ કરે છે. જેના કારણે તમને વિશ્વાસ થઈ જાય છે અને તેઓ બીમારી કે અન્ય કોઈ મદદનું કારણ આપીને પૈસાની માંગણી કરે છે. લોકો ફોનમાં વાત કરનારાને પોતાનો મિત્ર કે સંબંધી માનીને ના પાડતા નથી અને રૂપિયા તેમને આપે છે. જ્યારે છેતરાયાની ખબર પડે છે ત્યારે લોકોને પસ્તાવો થાય છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

જો તમને પણ આવા કોલ આવી રહ્યા છે તો સાવધાન થઈ જાવ. કોલ કરનાર સાયબર ઠગ હોઈ શકે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી અવાજ બદલીને સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના કિસ્સાઓમાં, ફ્રોડ કરનારા કાકા કે મામા તરીકે ઓળખ આપે છે. ત્યારબાદ વિવિધ બહાના કહીને નાણાની છેતરપિંડી કરે છે. ફ્રોડ દ્વારા 10,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની છેતરપિંડી થાય છે.

આ પણ વાંચો : Hotel Review Fraud: એક હોટલનો રિવ્યુ કરવા માટે મળશે 50 રૂપિયા, જો આવો મેસેજ આવે તો રહો સાવધાન

ફ્રોડથી બચવા શું સાવધાની રાખવી

કોઈના પણ અવાજને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બદલી શકાય છે. તેનાથી બચવા માટે લોકોએ જાગૃત બનવું પડશે. સાયબર ઠગ ઘણીવાર ફોન કરે છે અને બોલે છે, ઓળખાણ પડે છે કે નહીં. થોડા સમય વાત કર્યા બાદ લોકો તેને પોતાના સંબંધી માનવા લાગે છે અને પછી થાય છે રૂપિયાની લૂંટ. તેથી જ આવા ફોન કોલ આવે ત્યારે મદદ કરતા પહેલા એક વખત ક્રોસ ચેક કરવું જોઈએ.

જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">