Tokyo olympics 2020 Highlight: પુરુષ હોકીમાં 5-3 થી ભારતે મેળવી શાનદાર જીત, એથલેટિક્સમાં મિક્સડ ટીમે નિરાશ કર્યા, બેડમિન્ટનમાં પીવી સિંધુની રોમાંચક જીત, સેમિફાઇનલમાં પહોંચી સિંધુ,
Tokyo olympics 2020 Highlight: બોક્સિંગમાં ભારતના લવલીના બોરગોહેને ઇતિહાસ રચી દીધો છે. તેઓ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. આ સાથે જ તેમણે ભારતનો વધુ એક મેડલ પાક્કો કર્યો છે.
Tokyo olympics 2020 live :ટોક્યો ઓલ્મ્પિકમાં ગરુરુવારનો દિવસ ભારત માટે આર્ચરી ,હૉકી, બેડમિન્ટનમાં સારો રહ્યો. બોક્સિંગમાં ભારતીય ફેન્સને ઝટકો મળ્યો. સ્ટાર બૉક્સર મેરી કોમ રાઉન્ડ ઑફ 32માંથી બહાર થઇ ગયા. જો કે પીવી સિંધુ , અતનુ દાસ અને સતીશ કુમારે મુકાબલો જીતી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી. જો કે 30 જુલાઇનો દિવસ પણ ઘણો મહત્વપૂર્ણ રહેશે. ભારતના ખેલાડી મેડલ નજીક પહોંચશે.
શૂટઑફમાં થયેલા રોમાંચક મુકાબલામાં દીપિકાએ 6-5થી મુકાબલો પોતાના નામે કર્યો. જ્યાં ROCના પરોવાએ સાત સ્કોર મેળવ્યો. દીપિકાએ પરફેક્ટ 10 કરીને મેચ પોતાના નામે કરી અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી.
25મીટર એર પિસ્ટલ ઇવેન્ટના ક્વોલિફાઇંગ રાઉન્ડના પૂર્ણ થતા મનુ ભાકરની ઓલિમ્પિક સફર પૂર્ણ થઇ ગઇ છે. મનુએ ત્રણ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને તેઓ કોઇ ફાઇનલમાં પહોંચી ન શક્યા. સતત બીજી ઓલિમ્પિકમાં પિસ્ટલ શૂટિંગમાં ભારત ખાલી હાથ રહ્યુ.
બોક્સિંગમાં ભારતના લવલીના બોરગોહેને ઇતિહાસ રચી દીધો છે. તેઓ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. આ સાથે જ તેમણે ભારતનો વધુ એક મેડલ પાક્કો કર્યો છે.
ભારતની મહિલા હૉકી ટીમે આ ઓલિમ્પિકમાં જીત મેળવી છે. રાની રામપાલની ટીમે આયરલેન્ડને 1-0થી હરાવ્યુ છે. આ જીત સાથે ભારતના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરવાની આશા બનેલી છે. ભારત તરફથી એકમાત્ર ગોલ 57મી મિનિટમાં નવનીતે કર્યો.
તીરંદાજ દીપિકા કુમારી ત્રીજો સેટ હારી ગયા છે. અને તેઓ મેડલની રેસમાંથી બહાર થઇ ગયા છે.દીપિકા કુમારી કોરિયાના સાન અન સામે ક્વાર્ટર ફાઇનલની મેચ 0-6થી હાર્યા છે.
પીવી સિંધુએ સ્કોર બરાબર પર થવા બાદ શાનદાર સ્મેશ સાથે પ્રથમ એડવાન્ટેઝ હાંસલ કર્યો હતો. ત્યાર બાદ યામાગુચીની ભૂલના કારણે તેણે પોઇન્ટ હાંસલ થયા હતા. સિંધુએ બીજી ગેમ 33 મીનીટમાં 22-20 થી જીતી હતી.
LIVE NEWS & UPDATES
-
હોકીઃ ક્વાર્ટરફાઇનલમાં ગ્રેટ બ્રિટન સામે ટક્કર લેશે ભારતીય પુરુષ ટીમ
પુરૂષ હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટન સામે ઉતરશે. હોકીમાં તમામ ગૃપની મેચ થવા બાદ સ્ટેન્ડિંગ નક્કી થઇ ચુક્યુ છે. ભારતીય પુરૂષ ટીમે આજે જાપાનને પોતાના અંતિમ ગૃપ મેચમાં 5-3 થી હરાવી દીધુ છે. ટીમ પોતાના ગૃપમાં ફક્ત એક જ મેચ ઓસ્ટ્રેલિયાથી હારી હતી. ક્વાર્ટર ફાઇનલ મેચ એક ઓગષ્ટ રવિવાર થી રમશે.
-
ટેનિસઃ ક્રોએશિયાના નામે રહ્યા પુરુષ જોડી સ્પર્ધાના ગોલ્ડ અને સિલ્વર મેડલ
પુરુષ જોડી વર્ગમાં ફાઇનલમાં ક્રોએશિયાની બે જોડીઓ એક બીજાની આમને સામને થઇ હતી. જેમાં નિકોલા મેકટિર અને મેટ પેવિકની જોડીએ ઇવાન ડોડિઝ અને મારિન ચિલિચની જોડીએ 6-4, 3-6 અને 10-6 થી પોતાના નામે કરી હતી. બ્રોન્ઝ મેડલ ન્યુઝીલેન્ડના માર્કસ ડેનિયલ અને મિશેલ વિનસના નામે રહ્યા હતા.
30 July- #Tennis – Men’s Doubles
🥇Mate Pavic/Nikola Mektic🇭🇷 🥈Marin Cilic/Ivan Dodig🇭🇷 🥉Marcus Daniell/Michael Venus🇳🇿#UnitedByEmotion | #StrongerTogether | #Olympics | #Tokyo2020
— #Tokyo2020 (@Tokyo2020) July 30, 2021
-
-
યુગાન્ડાનો કમાલ
STAT ALERT: This is the first time Uganda have won two medals in the same event!
Jacob Kiplimo takes #bronze for #UGA in the men’s 10,000m #Athletics final.@WorldAthletics | #StrongerTogether | @Tokyo2020 pic.twitter.com/QTWQikOeyj
— Olympics (@Olympics) July 30, 2021
-
એથ્લેટીક્સઃ ઇથોપિયાએ જીત્યો ગોલ્ડ મેડલ
ટોક્યો ઓલિમ્પિક 2020 માં એથલેટિક્સમાં પ્રથમ સુવર્ણ ચંદ્રક ઇથોપિયાના નામે રહ્યો છે. આ દેશના દોડવીર સેલેમન બારેગા એ પુરુષોની 10 હજાર મીટર સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો છે.
The first #athletics gold medal of #Tokyo2020 goes to… Ethiopia!
Congrats to Selemon Barega of #ETH who has just won the men's 10,000m.@WorldAthletics | #StrongerTogether | @Tokyo2020 pic.twitter.com/YA6tihXJia
— Olympics (@Olympics) July 30, 2021
-
ગોલ્ફઃ અર્નિબાન લાહિડી 20માં સ્થાન પર રહ્યો
ગોલ્ફમાં આજે બીજો રાઉન્ડ ખરાબ વાતાવરણને લઇને પુરો થઇ શક્યો નહોતો. ભારતીય ગોલ્ફર અર્નિબાન લાહિડીએ બીજા રાઉન્ડમાં 16 હોલને રમ્યો હતો. તે સંયુક્ત રુપે 20માં સ્થાન પર છે. તેમણે પ્રથમ રાઉન્ડમાં 67 નો સ્કોર કર્યો. હતો. અત્યાર સુધી બીજા રાઉન્ડમાં 71 નો સ્કોર કરી ચુક્યો છે. ભારતના એક વધારે ગોલ્ફર ઉદયન માને સંયુક્ત રુપ થી 57માં સ્થાન પર છે.
-
-
એથલેટિક્સઃ મિક્સડ 4×400 ઇવેન્ટમાં ભારત બહાર
ભારતીય ટીમ મિક્સડ 4×400 મીટર રિલે રેસના પ્રથમ રાઉન્ડના હીટ 2 માં આઠમા સ્થાને રહી. ભારત તરફથી મોહમંદ અનસ, રેવાથી વીરામણી, સુભા વેંકટેશન, રાજીવ અરોકા હતા. ભારતે સારી શરૂઆત કરી હતી, પરંતુ ભારતીય દોડવીરો તેને ટકાવી શક્યા નહીં. ભારતે આ દોડમાં 3:19.93 સેકન્ડનો સમય પસાર કર્યો હતો. ટોચની 3 ટીમો આગામી રાઉન્ડમાં જશે.
#TeamIndia | #Tokyo2020 | #Athletics 4 x 400 Relay Mixed Round 1 Heat 2 Results
Indian quartet of @muhammedanasyah @Arokiarajiv400m #VRevathi and #VSubha clock a Season Best time of 3:19.93, finishing 8th. Spirited effort team! 👏 #RukengeNahi #EkIndiaTeamIndia #Cheer4India pic.twitter.com/IvU8rwRWV2
— Team India (@WeAreTeamIndia) July 30, 2021
-
હોકીઃ ભારતીય પુરુષ હોકી ટીમની જાપાન સામે શાનદાર જીત
-
હોકીઃ ભારતનો 5 મો ગોલ
ભારતે અંતિમ ક્વાર્ટરમાં પોતાની લીડને વધારે મજબૂત કરી લીધી છે. 56 મી મીનેટમાં ભારતે પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો. ગરજંતે આ આ તક ગુમાવી નહોતી. ગુરજંતે બોલને નેટમાં નાંખીને ભારતને 5-2 થી આગળ કરી દીધા હતુ. આ ગુરજંતનો આ મેચમાં બીજો ગોલ હતો.
-
હોકીઃ ભારતનો ચોથો ગોલ
જાપાન ગમે તેટલુ આક્રમણ કરી રહ્યુ છે, પકંચુ જાપાનને તેનુ ડિફેન્સ સાથ નથી આપી રહ્યુ. 52 મી મીનીટમાં ભારતે તેનો ચોથો ગોલ કરી દઇ જાપાનની મુશ્કેલી વધારી દીધી હતી. ભારત માટે આ ફિલ્ડ ગોલ્ડ નિલકાંતા શર્માએ કર્યો હતો. તેમને સારો પાસ મળ્યો જેની પર તેમણે ગોલને નેટમાં લગાવી દીધો હતો.
-
ઘોડેસવારીઃ ફવાર મિર્ઝાનુ શાનદાર પ્રદર્શન
ડ્રેસેઝમા સેશન-2માં ભારતના ઘોડેસવાર ફવાદનુ પ્રદર્શન શાનદાર રહ્યુ છે. તેણે પોતાના ઘોડા સાથે શાનદાર પ્રદર્શન કરતા 28 પોઇન્ટ મેળવ્યા હતા. તે સાતમાં સ્થાને રહ્યો હતો.
#TeamIndia | #Tokyo2020 | #Equestrian Eventing Dressage Day 1 Session 2 Results@FouaadMirza & #SeigneurMedicott put up a brilliant performance to score only 28 penalty points, claiming 7th position at the moment! Bravo team👏🙌#RukengeNahi #EkIndiaTeamIndia #Cheer4India https://t.co/J6qvaNc4wv
— Team India (@WeAreTeamIndia) July 30, 2021
-
હોકીઃ ભારતને સતત બે પેનલ્ટી કોર્નર
જાપાને જે આક્રમણ કર્યુ તેની કેટલીક સેકન્ડ બાદ ભારતને મોકો મળતા પેનલ્ટી કોર્નર હાંસલ કર્યુ હતુ. હરમનપ્રિત જોકે તેને ગોલમાં તબદીલ કરવામાં સફળ રહી શક્યા નહોતા. ત્યાર બાદ ભારતને એક વધારે પેનલ્ટી કોર્નરની માંગ કરી હતી. જેને નકારી દેવામાં આવી હતી. આમ આ રીતે ભારત પાસે આવેલો ગોલનો મોકો ગુમાવ્યો હતો.
-
હોકીઃ જાપાને બરાબરી બાદ ભારતનો પલટવાર
જાપાને ત્રીજા ક્વાર્ટરની શરુઆતમાં જ સ્કોર બરાબર કરી લીધો છે. જાપાને 33 મી મીનીટમાં ગોલ કરી લઇને સ્કોર બરાબર કરી લીધો હતો. જોકે તેના બાદ તરત જ ભારતે એ વાર ફરી થી લીડ મેળવી લીધી હતી. ભારતનો ત્રીજો ગોલ શમશેર એ કર્યો હતોય. આ ફિલ્ડ ગોલ હતો. જાપાનની બરાબરી ના સ્કોરને ભારતે વધારે વખત રહેવા દીધો નહોતો. થોડીક જ સેકન્ડમાં જાપાન પાછળ થઇ ગયુ હતુ.
-
હોકીઃ બીજા ક્વાર્ટર બાદ ભારત 2-1 થી આગળ
ભારતે પ્રથમ ક્વાર્ટરમાં 1-0ની લીડ સાથે સમાપ્ત કર્યું હતું. બીજા ક્વાર્ટરમાં તેણે પોતાનો બીજો ગોલ 17 મી મિનિટે કર્યો હતો. સિમરનજીતે તેના માટે આ ગોલ કર્યો પરંતુ જાપાન પણ આ ક્વાર્ટરમાં તેમનું ખાતું ખોલવામાં સફળ રહ્યું. કેન્ટા ટનાકાએ જાપાન માટે 19 મી મિનિટમાં આ ગોલ કર્યો. છેલ્લી ઘડીઓમાં બંને ટીમોને તકો હતી. પરંતુ તે તેમને ગોલમાં પરિવર્તિત કરી શકી નહીં.
-
હોકીઃ જાપાને ખાતુ ખોલ્યુ
બીજા ક્વાર્ટરમાં ભારતના ગોલ બાદ જાપાને પણ પોતાનો દમ દર્શાવતા ખાતુ ખોલ્યુ હતુ. બિરેન્દર લાકડા બોલને રોકી શક્યા નહોતા અને કેન્ટા ટનાકાએ જાપાન માટે ખાતુ ખોલાવ્યુ હતુ. જાપાન માટે આ ગોલ 19 મી મીનીટમાં કર્યો હતો.
-
હોકીઃ ભારત 2-0 થી આગળ
બીજા ક્વાર્ટરની શરુઆતમાં જ ભારતે પોતાનો દબદબો દર્શાવ્યો હતો. આવતા જ ગોલ કરી દેખાડ્યો હતો. આ વખતે સિમરનજીતે ગોલ કર્યો હતો. તેમણે શાનદાર રીતે જાપાની ગોલકીપરને ઉકસાવી ભારતને 2-0 થી આગળ કરી દીધુ હતુ.
-
હોકીઃ પ્રથમ ક્વાર્ટર ભારતના નામે
શરુઆતમાં ભારત અને જાપાનની ટીમો વચ્ચે બરાબરીની રમત રમાઇ હતી. જોકે અંતિમ મીનીટોમાં ભારત હાવી થઇ ગયુ હતુ. 12મી મીનીટમાં ભારતે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. જે હરમનપ્રિતે ગોલ કર્યો હતો. તેના બાદ પણ ભારતે એક ફિલ્ડ ગોલ કરવાનો મોકો મળ્યો હતો. જેને તે ગોલમાં બદલી શકાયો નહોતો. પ્રથમ ક્વાર્ટરનો અંત ભારતે 1-0 થી કર્યો હતો.
-
હોકીઃ અંતિમ મીનીટમાં ફિલ્ડ ગોલનો મોકો
ગોલ કરવા બાદ ભારતની પુરુષ ટીમ પાસે એક વધારે ગોલ કરવાનો મોકો બન્યો હતો. આગળની મીનીટમાં ભારતીય આક્રમણ પંક્તિએ ફિલ્ડ ગોલ દ્વારા ગોલ કરવાની કોશિષ કરી હતી. પરંતુ સિમરનજીતનો સ્ટ્રોક નિશાના પર લાગ્યો નહોતો. આમ બોલ બહાર નિકળી ગયો હતો.
-
હોકીઃ ભારતે પેનલ્ટી કોર્નર પર કર્યો ગોલ
ભારતે પ્રથમ ક્વાર્ટરની 12 મી મીનીટમાં પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો. ભારતે આ મોકાને ગુમાવ્યો નહોતો. ભારત માટે આ ગોલ હરમનપ્રીતે કર્યો હતો. આ સાથે જ ભારતે 1-0 થી લીડ મેળવી હતી. જાપાન દબાણની સ્થિતીમાં
-
હોકીઃ અત્યાર સુધી રમત બરાબરી પર
અત્યાર સુધી ભારત અને જાપાનની પુરુષ હોકી ટીમોની વચ્ચે બરાબરીની મેચ રમાઇ છે. ત્રીજી મીનીટમાં મનપ્રિત અને છઠ્ઠી મીનીટમાં ગુરજંત એ એક મોકો બનાવ્યો છે. પરંતુ તે સફળ થઇ શક્યા નહી. જાપાનની પાસે પાસ પઝેશન છે, જોકે તેનો તે ફાયદો ઉઠાવી શક્યા નહી.
-
ભારતીય પુરુષ હોકી ટીમની મેચ શરુ
ભારતીય હોકી ટીમ પૂલ એ ની આખરી મેચમાં યજમાન જાપાનનો સામનો કરી રહી છે. ભારત પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચુક્યુ છે.
-
બેડમિન્ટઃ સેમિફાઇનલમાં પહોંચી પીવી સિંધુ
પીવી સિંધુ એ 21-13, 22-20 થી બીજી રમતની સાથે સાથે મેચ પણ જીતી લીધી હતી. યામાગુચી એ પહેલી રમત આસાની થી સિંધુના નામે કરી દીધી હતી. જોકે બીજી રમતમાં તે રમતમાં પરત ફરી હતી. મેચને ત્રીજી ગેમમાં લઇ જવા માટે કોશીષ કરી હતી. પરંતુ સિંધુએ એમ થવા દીધુ નહોતુ. સિંધુ હવે સેમિફાઇનલમાં પહોંચી ચુકી છે.
-
બેડમિન્ટનઃ પીવી સિન્ધુ એ રોમાંચક જીત મેળવી, યામાગુચીના હાર
22-20 થી સિંધુની રોમાંચક જીત
પીવી સિંધુએ સ્કોર બરાબર પર થવા બાદ શાનદાર સ્મેશ સાથે પ્રથમ એડવાન્ટેઝ હાંસલ કર્યો હતો. ત્યાર બાદ યામાગુચીની ભૂલના કારણે તેણે પોઇન્ટ હાંસલ થયા હતા. સિંધુએ બીજી ગેમ 33 મીનીટમાં 22-20 થી જીતી હતી.
-
બેડમિન્ટનઃ સિંધુ અને યામાગુચી બરાબરી પર
અકાને યામાગુચી એ 54 શોટ્સ રેલી જીતી અને સ્કોરને 14-15 સુધી લઇ આવી હતી. લાંબી રેલી યામાગુચીને ફાયદો આપી રહી છે. આવામાં તે ઇચ્છશે કે એમ થાય. સિંધુ અને યામાગુચી 16-16 ની બરાબરી પર છે.
-
બેડમિન્ટનઃ બીજી ગેમમાં 11-5 થી સિંધુ આગળ
બીજી ગેમમાં પીવી સિંધુ બ્રેક સુધીમાં 11-5 ની મોટી લીડ હાંસલ કરી લીધી હતી. સિંધુ શાનદાર રમત રમી રહી છે. તે હરીફને રમાડી ને થકવી રહી છે. જ્યારે લાંબી હાઇટને લઇ સિંધુ માટે કોર્ટ કવરેજ વધારે મુશ્કેલ નથી. યામાગુચી ખૂબ નિરાશ દેખાઇ રહી છે. આજ કારણ છે કે, તેના થી અનફોર્સ્ડ એરર થઇ રહી છે.
-
બેડમિન્ટનઃ બીજી ગેમમાં પણ સિંધુની સારી શરુઆત
બીજી ગેમની શરુઆત થઇ ચુકી છે. સિંધુએ ક્રોસ કોર્ટ સ્મેશ રમી હતી. જેેન લિફ્ટ કરવાની કોશિષમાં યામાગુચી શટલ નેટ પર રમી હતી. જેના બાદ યામાગુચી એ ડ્રોપ શોટ ને લિફ્ટ કરવાની કોશિષ કરી રહી હતી.
યામાગુચી 2:3 સિંધુ
-
બેડમિન્ટનઃ પીવી સિંધુ એ 21-13 થી પ્રથમ ગેમ જીતી
પીવી સિંધુ એ પ્રથમ ગેમ 21-113 થી પોતાના નામે કરી લીધી હતી 23 મીનીટ સુધી ચાલેલી આ મેચમાં સિંધુ શરુઆતમાં પાછળ પડી રહી હતી. પરંતુ તેના બાદ બ્રેક સુધીમં તે પરત ફરી હતી અને લીડ હાંસલ કરી હતી. યામાગુચી મેચમાં ફરી થી લીડ હાંસલ કરી શકી નહોતી.
-
બેડમિન્ટનઃ સિંધુને મળ્યો ચેલેન્જનો ફાયદો
યામાગુચીએ સિંધુને નેટ પર ઉલ્ઝાવી ને પ્રથમ વખત મેચમાં ક્રોસ કોર્ટ પર શોટ રમ્યો હતો. સિંધુ શોટ રમવામાં નિષ્ફળ રહી હતી, જોકે તેણે ચેલેન્જ કરી હતી કે શટલ લાઇનની બહાર હતી. સિંધુ યોગ્ય સાબિત થઇ
યામાગુચી 13:19 સિંધુ
-
બેડમિન્ટનઃ નેટ પર સારી રમત દર્શાવી રહી છે, સિંધુ
સિંધુ એ 16-11 ની લીડ હાંસલ કરી લીધી છે. યામાગુચી એ અનેક શોટ્સ લાઇન થી બહાર લગાવ્યા હતા. સિંધુ આના થી સારી રીતે જજ કરીૃવામાં સફળ રહી છે. સિંધુ નેટ પર સારી રમત દર્શાવી રહી છે. સાથે જ તે બેક કોર્ટનો પણ યોગ્ય ઉપયોગ કરી રહી છે.
-
બેડમિન્ટનઃ પ્રથમ ગેમની ઇન્ટરવલમાં 11-7 થી સિંધુ આગળ
પ્રથમ રમતના ઇન્ટરવલ થઇ ચુક્યો છે. સિંધુ 11-7 ની લીડ ધરાવે છે. યામાગુચી એ શરુઆતમાં જે લીડ બનાવી સિંધુએ ઇન્ટરવલ સુધી તેને પલટાવી દીધુ હતુ. સિંધુ પોતાના હાફ સ્મેશ થી યામાગુચીને ભૂલ કરવા માટે મજબૂર કરી રહી હતી. એ નક્કિ છે કે બંને વચ્ચે આ મેચ જબરદસ્ત ટક્કર વાળી રહેનારી છે.
યામાગુચી 7:11 સિંધુ
-
બેડમિન્ટનઃ પિવી સિંધુ લીડમાં
પીવી સિંઘુ ખૂબ જ સારી રીતે યામાગુચીને રમત રમાડી રહી છે. શટલ કયા ડાયરેકશનમાં જશે તેનો, યોગ્ય અંદાજ લગાવી રહી છે. જેનો ફાયદો તેને મળી રહ્યો છે. સિૅંધુને આઠમાં અંકના 16 શોટ્સ ની રેલી રમવી પડી.
-
બેડમિન્ટનઃ યામાગુચી પીવી સિંધુને એટેકનો નથી આપી રહી મોકો
અકાને યામાગુચી સિંધુને પોતાની ગતીથી મ્હાત આપવાની કોશીષ કરી રહી છે. જેથી સિંધુ ને એટેક કરવાનો વધારે મોકો ના મળે.
યામાગુચી 6ઃ5 સિંધુ
-
બેટમિન્ટનઃ યામાગુચીના નામે થયો પહેલો અંક
મેચની પ્રથમ ટક્કર અકાને યામાગુચીના નામે રહ્યો. તેણે સિંધુની ભૂલનો ફાયદો ઉઠાવ્યો હતો. કારણ કે સિંધુએ નેટ પર ભૂલ કરી હતી. જોકે સિંધુ એ જલ્દી થી પરત ફરીને 1-1 થી બરાબરી કરી હતી.
-
બેડમિંટનઃ લાંબા વિરામ પછી જલ્દી શરૂ થશે પીવી સિંધુ ની મેચ
પીવી સિંધુ ની મેચ હવે શરૂ થશે. મિક્સ્ડ ટીમ ઈવેન્ટ મેડલ ની સેરેમની ના કારણે સ્પર્ધા શરુ કરવામાં આવી ન હતી. સ્પર્ધા થોડીક મોડી શરુ થઇ છે
-
આર્ચરીઃ એન સાન એ ટોક્યો ઓલિમ્પિકમાં પૂરી ગોલ્ડન હેટ્રીક
દિપીકાને હરાવી ને સેમીફાઇનલમાં પહોંચેલી કોરિયાની 20 વર્ષિય તીરંદાજ એન સાન એ સિંગલ વર્ગનો ગોલ્ડ મેચલ જીતીને પોતાની હેટ્રીક પુરી કરી છે. તે પહેલા પણ ટીમ ઇવેન્ટ અને મિક્સડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.
-
બેડમિન્ટનઃ યામાગુચી ના સામે આ છે સિંધુ નો રેકોર્ડ
પીવી સિંધુ અને અકાને યામાગુચ્ચી વચ્ચે અત્યાર સુધીમાં 18 મેચ રમાઈ ચુકી છે. આ 18 મેચોમાં થી સિંધુ એ સાત મેચ જીતી છે. જ્યારે યામાગુચી સાત સ્પર્ધા પોતાના નામે કરેલ છે. હાલ તો સિંધુ આગળ જ છે, પરંતુ છેલ્લા ચારમાંથી ત્રણ સ્પર્ધા તે યામાગુચીથી હારી છે
-
થોડી જ વાર માં શરૂ થશે પીવી સિંધુ ની ટક્કર
પીવી સિંધુ ની ટક્કર હવે થોડી વારમાં શરૂ થઈ રહી છે. રિયો ઓલંપિક ની મેડલિસ્ટ સિંધુ મેડલ લેવા માટેની હરિફાઈમાં જોડાઈ છે. આજની આ ટક્કર તેને મેડલ ની ખુબજ નજીક લઈ જશે
-
બોક્સિંગ – લવલીના બોલ્યા, ગોલ્ડ જીત્યા બાદ સેલિબ્રેશન
લવલિના બોરગોહેને કહ્યુ કે તેઓ અત્યારે પોતાની આગામી ફાઇટ પર ધ્યાન આપી રહ્યા છે. અત્યારે કોઇ સેલિબ્રેશન નથી કરી રહ્યા. તેઓ ગોલ્ડના લક્ષ સાથે ત્યાં ગયા છે. હવે ચાર તારીખની ફાઇટ માટે તૈયારી કરશે.
-
સેલિંગ – વિષ્ણુ સરવાનની મોટી ઉપલબ્ધિ
ભારતના વિષ્ણુ સરવાનન માટે મોટી ઉપલબ્ધિ છે. લેજર રેડિયાલની નવમી રેસમાં તેઓ ત્રીજા સ્થાન પર રહ્યા. કુલ મળીને 20માં સ્થાન પર પહોંચી ગયા છે. થોડી વારમાં 10મી રેસ શરુ થશે.
-
મિતાલી રાજે પીવી સિંધુને શુભકામના પાઠવી છે.
ઓલિમ્પિકમાં ભાગ લઇ રહેલા ભારતીય ખેલાડીઓ માટે સમગ્ર દેશ ચીયર કરી રહ્યો છે. ભારતીય ટીમના કેપ્ટન મિતાલી રાજે પણ પીવી સિંધુને મહત્વપૂર્ણ મુકાબલા પહેલા શુભકામના પાઠવી છે.
https://twitter.com/BCCI/status/1420995070178648069?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1420995070178648069%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fsports%2Ftokyo-olympics-2020-21%2Ftokyo-olympics-2020-live-updates-30-july-matches-of-india-team-score-updates-medals-winners-from-olympic-stadium-tokyo-in-hindi-758001.html
-
બેડમિન્ટન- થોડીવારમાં પીવી સિંધુ દેખાશે એક્શનમાં
ભારતના બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ થોડી વાર બાદ એક્શનમાં દેખાશે, આજે સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં મુકાબલામાં અકાને યામાગુચીનો સામનો કરશે. આ મેચ ઘણી મહત્વપૂર્ણ રહેશે. સેમીફાઇનલમાં જવા માટે સિંધુએ અકાને તેમના જ ઘરમાં હરાવવા પડશે.
-
બોક્સિંગ – લવલીનાએ જીત બાદ કહી દિલની વાત
દેશ માટે મેડલ પાક્કો કરનાર લવલીનાએ મુકાબલાને લઇ કહ્યુ કે હું આની સામે જ ચાર વાર હારી ચૂકી છુ. એટલે મારા માટે પડકાર હતો કે હું કેવી રીતે જીતુ? મારે કોઇને કંઇ સાબિત કરવાનુ નહોતુ. મારે મારી જાતને સાબિત કરવાની હતી. મે કોઇ રણનીતી બનાવી નહોતી. કારણ કે એવામાં સામે વાળા તેને પકડી શકે છે. એટલે હૂં એ વિચારીને ગઇ હતી કે ત્યાં જઇને જોઇશ. હું ખૂલીને રમવા ઇચ્છતી હતી.
-
આર્ચરી- દીપિકા કુમારીના ઓલિમ્પિક રેકોર્ડ
દીપિકા કુમારી આજે ઘણા દબાવમાં દેખાયા. દીપિકાની આ ત્રીજી ઓલિમ્પિક છે હવે તેઓ પેરિસમાં મેડલ માટે મહેનત કરશે.
લંડન ઓલિમ્પિક- પહેલો રાઉન્ડ
રિયો- ઓલિમ્પિક – રાઉન્ડ ઑફ 16
ટોક્યો ઓલિમ્પિક – ક્વાર્ટરફાઇનલ
-
તીરંદાજીમાં દીપિકા કુમારી મેડલની રેસમાંથી બહાર
દીપિકા કુમારી ત્રીજો સેટ હારી ગયા છે. અને તેઓ મેડલની રેસમાંથી બહાર નિકળી ગયા છે.દીપિકા કુમારી કોરિયાના સાન અન સામે ક્વાર્ટર ફાઇનલની મેચ 0-6થી હાર્યા છે.
-
સેલિંગ- નેત્રા કુમારી 10મી રેસમાં 38માં સ્થાન પર
સેલિંગમાં ભારતના નેત્રા કુમારી 10મી રેસમાં 38માં સ્થાન પર રહ્યા. તેઓ નવમી રેસ બાદ 39માં સ્થાન પર રહ્યા.
-
તીરંદાજ દીપિકા કુમારીની મેચ શરુ
તીરંદાજ દીપિકા કુમારીનો મુકાબલો શરુ થઇ ચૂક્યો છે. તેઓ મહિલા વ્યક્તિગતની ક્વાર્ટર ફાઇનલ મેચ રમી રહ્યા છે. તેમનો સામનો કોરિયાની સાન અન થી છે.
-
ભારતીય હૉકી ટીમ આગામી મેચમાં સાઉથ આફ્રીકાનો સામનો કરશે.
ભારતને હવે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં સાઉથ આફ્રીકાનો સામનો કરવાનો છે. આયરલેન્ડનો સામનો ગ્રેટ બ્રિટનથી થશે. બંને ટીમનો સ્કોર 1-1 બરાબર પર છે. ભારત ગોલ ડિફરેન્સના કારણે આયરલેન્ડ નીચે છે. હવે છેલ્લી મેચમાં જ ગ્રુપની ચાર ટીમનો નિર્ણય થશે જે આગામી રાઉન્ડમાં પહોંચશે.
-
તીરંદાજ દીપિકા કુમારીની મેચ શરુ થશે.
તીરંદાજ દીપિકા કુમારીની મેચ શરુ થશે. તેઓ મહિલા વ્યક્તિગતના ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. દીપિકાનો સામનો કોરિયાની સાન અન સામે થશે.
-
ભારતીય મહિલા હૉકી ટીમની જીત
ભારતની મહિલા હૉકી ટીમે આ ઓલિમ્પિકમાં જીત મેળવી છે. રાની રામપાલની ટીમે આયરલેન્ડને 1-0થી હરાવ્યુ છે. આ જીત સાથે ભારતના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરવાની આશા બનેલી છે. ભારત તરફથી એકમાત્ર ગોલ 57મી મિનિટમાં નવનીતે કર્યો.
-
થોડી વારમાં દીપિકાની મેચ
થોડીવારમાં તીરંદાજ દીપિકા કુમારીનો મુકાબલો થશે. મહિલા વ્યક્તિગત ક્વાર્ટર ફાઇનલમાં મેચ થશે. આ મેચ 11:15 વાગે થશે. દીપિકાનો સામનો કોરિયાના સાન અન સામે થશે.
-
લવલીનાની આગામી મેચ બુધવારે
બોક્સર લવલીના બોરગોહેન 69 કિલો વેલ્ટરવેટના સેમીફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન તુર્કીના બુસેનાઝ સુરમેનેલીનો સામનો કરશે. આ મુકાબલો બુધવારે થશે.
-
ત્રીજા ક્વાર્ટર બાદ સ્કોર 0-0
ભારત અને આયરલેન્ડની મહિલા હૉકી ટીમ વચ્ચે મેચ ચાલુ છે. ત્રણ ક્વાર્ટર સમાપ્ત થઇ ચૂક્યુ છે. બંને ટીમનુ ગોલનુ ખાતુ હજી ખૂલ્યુ નથી. આગામી 15મિનિટ ભારત માટે મહત્વપૂર્ણ રહેશે. ભારતને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવુ હશે તો આ મેચ જીતવી જરુરી છે.
-
હૉકી – ભારતને મળ્યો 11મો પેનલ્ટી કોર્નર
બીજો ક્વાર્ટર શરુ થઇ ગયો અને પહેલી મિનિટમાં ભારતને કોર્નર મળ્યો. જો કે આયરલેન્ડના ગોલકીપરે ફરી એકવાર સેવ કર્યુ અને ભારતને ખાતુ ખોલવાથી રોક્યુ
-
હાફ ટાઇમ બાદ સ્કોર
હૉકીમાં ભારતની મહિલા ટીમની મેચ આયરલેન્ડ સાથે થઇ રહી છે. હાફ ટાઇમ થઇ ગયો છે. બંને ટીમનુ ગોલનુ ખાતુ ખૂલ્યુ નથી. ભારતને પહેલા હાફમાં 10 પેન્લટી કોર્નર મળ્યા પરંતુ તેમાંથી એકપણમાં ગોલ ન કરી શક્યા.
-
હૉકી – સવિતાની જોરદાર મેચ
18મી મિનિટમાં આયરલેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યા. જો કે સવિતાએ તેમને ગોલ કરવાનો મોકો ન આપ્યો. અત્યાર સુધી બંને ટીમ ગોલ ન કરી શકી.
-
એથ્લેટિક્સ – દુતી ચંદ સેમીફાઇનલમાં ન મેળવી શક્યા જગ્યા
દુતી ચંદ 100 મીટરના પોતાના હીટ્સ રાઉન્ડમાં 11.54 સેકન્ડનો સમય કાઢ્યો અને તેઓ છઠ્ઠા સ્થાન પર રહ્યા. તેઓ સેમીફાઇનલમાં જગ્યા ન મેળવી શક્યા.
-
હૉકીની મેચ ચાલુ
ભારતની મહિલા હૉકી ટીમની મેચ આયરલેન્ડ સામે થઇ રહી છે. ક્વાર્ટર સમાપ્ત થયા બાદ સ્કોર 0-0 છે. ભારતે પહેલા ક્વાર્ટરમાં સારુ પ્રદર્શન કર્યુ. જો કે તેમની પાસે ગોલ કરવાનો મોકો હતો. જો કે પહેલાની મેચની જેમ આ વખતે મહિલા ટીમ ચૂકી
-
હૉકી – મહિલા ટીમનો સામનો આયરલેન્ડ સામે
ભારતીય હૉકી ટીમ માટે આયરલેન્ડનો આ મુકાબલો ઘણો મહત્વપૂર્ણ છે. શરુઆતની પાંચ મિનિટમાં ભારત એટેકિંગ જોવા મળ્યુ છે. આઠમી મિનિટમાં ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો. પરંતુ તેઓ તેને ગોલમાં બદલી ન શક્યા
-
અમિત પંઘાલે લવલિનાને આપી શુભેચ્છા
ભારતના નંબર વન બૉક્સર અમિત પંઘાલે સાથી ખેલાડીને આપી શુભેચ્છા
https://twitter.com/Boxerpanghal/status/1420951053411831823
-
ભારતના બોક્સર લવલિનાએ રચ્યો ઇતિહાસ
બોક્સિંગમાં ભારતના લવલીના બોરગોહેને ઇતિહાસ રચી દીધો છે. તેઓ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. આ સાથે જ તેમણે ભારતનો વધુ એક મેડલ પાક્કો કર્યો છે.લવલીનાએ મહિલા 69 કિલો વર્ગના ક્વાર્ટરફાઇનલમાં ચીની તાઇપેના નિએન ચીન ચેનને મ્હાત આપી છે.
-
બીજો રાઉન્ડ લવલીનાએ 5-0થી જીત્યો
બીજા રાઉન્ડમાં લવલીના હાવી રહ્યા તેમણે 5-0થી આ રાઉન્ડ પોતાના નામે કર્યો. તેઓ જીતની નજીક છે. લવલીનાએ બંને રાઉન્ડ જીત્યા
-
બોક્સિંગ – જીત સાથે લવલિનાએ કરી શરુઆત
પહેલો રાઉન્ડ લવલીનાના નામે રહ્યો. તેમણે 3-2થી પોતાના નામે આ રાઉન્ડ કર્યો.
-
લવલીના બોરગોહેનની મેચ શરુ
બૉક્સર લવલીના બોરગોહેનની મેચ શરુ થઇ ગઇ છે. તેઓ મહિલા 69કિલો વર્ગના ક્વાર્ટર ફાઇનલમાં ચીની તાઇપેની નિએન ચિન ચેનનો સામનો કરી રહ્યા છે.
-
એથ્લેટિક્સ- એમપી જબીર ફાઇનલની રેસમાંથી બહાર
400 મીટર હર્ડલ રેસની હીટ્સમાં એમપી જબીર બહાર થઇ ગયા. 50.55નો સમય કાઢીને તેઓ સાત ખેલાડીઓમાં છેલ્લા સ્થાન પર રહ્યા જબીર પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રિપીટ ન કરી શક્યા. તેમનુ પર્સનલ બેસ્ટ 49.13 રહ્યુ.
-
0-5થી હાર્યા સિમરનજીત
બોક્સિંગમાં ભારતને નિરાશા મળી છે. સિમરનજીત કૌર મહિલા 60 કિલોવર્ગના અંતિમ-16ના મુકાબલામાં હારી ગયા છે. પહેલા પડાવમાં તેઓ બહાર થઇ ગયા છે.થાઇલેન્ડના સુદાપોર્ન સીસોંદીએ 5-0 થી હરાવ્યા. સુદાપોર્ન સીસોંદી ત્રણ રાઉન્ડમાં જીતવામાં સફળ રહ્યા. આ હાર સાથે સિમરનજીતની ટોક્યો ઓલિમ્પિક સફર પૂર્ણ થઇ ગઇ છે.
-
બીજો રાઉન્ડ પણ હાર્યા સિમરનજીત કૌર
સિમરનજીત કૌર બીજો રાઉન્ડ પણ હારી ગયા છે. આ રાઉન્ડમાં તેમને 0-5થી હાર મળી છે.
-
પહેલો રાઉન્ડ હાર્યા સિમરનજીત કૌર
બોક્સ સિમરનજીત કૌર પહેલા રાઉન્ડમાં હારી ગયા છે. તેઓ 5-0થી આ રાઉન્ડ હાર્યા છે.સિમરનજીત કૌર પહેલી વાર ઓલિમ્પિકમાં ઉતરી રહ્યા છે.
-
એથ્લેટિક્સ – દુતી ચંદની હીટમાં સામેલ સ્ટાર શેલી એન ફ્રેજર
દુતી ચંદને 100મીટર રેસના પાંચમાં હીટમાં રાખવામાં આવ્યા છે. આ રેસ આજે સવારે 09:17 વાગે શરુ થશે. આ હીટમાં તેમની સાથે સ્ટાર ખેલાડી શેલી એન ફ્રેઝર પણ સામેલ છે.
-
હૉકી- મહિલા ટીમનો મુકાબલો 09:15 વાગે થશે
વરસાદના કારણે ભારત અને આયરલેન્ડની મહિલા હૉકી ટીમની મેચને ટાળી દેવામાં આવી છે. હવે આ મુકાબલો 09:15 વાગે શરુ થશે.
-
સ્વીમિંગ – કેલેબ ડ્રૈસલનો ઓલિમ્પિક રેકોર્ડ
કેલેબ ડ્રૈસલે આજે વધુ એક ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો. તેમણે 100 મીટર ફ્રીસ્ટાઇલના સેમીફાઇનલમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો. તેમણે 49.71સેકન્ડનો સમય લીધો અને હંગરીના ક્રિસ્ટોફ મિલકનો રેકોર્ડ તોડ્યો.
-
શૂટિંગ- મનુ ભાકરની ઓલિમ્પિક સફર પૂર્ણ થઇ ચૂકી છે
25મીટર એર પિસ્ટલ ઇવેન્ટના ક્વોલિફાઇંગ રાઉન્ડના પૂર્ણ થતા મનુ ભાકરની ઓલિમ્પિક સફર પૂર્ણ થઇ ગઇ છે. મનુએ ત્રણ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને તેઓ કોઇ ફાઇનલમાં પહોંચી ન શક્યા. સતત બીજી ઓલિમ્પિકમાં પિસ્ટલ શૂટિંગમાં ભારત ખાલી હાથ રહ્યુ.
-
મહિલા હૉકી ટીમના મુકાબલામાં વિલંબ
ભારત અને આયરલેન્ડની મહિલા ટીમનો મુકાબલો મોડો શરુ થશે. ટોક્યોમાં વરસાદ પડી રહ્યો છે. જેથી મેચ નિર્ધારિત સમયે શરુ નહી થઇ શકે. ભારતીય મહિલા ટીમની આગળ વધવાની આશા લગભગ પૂર્ણ થઇ ચૂકી છે.
-
શૂટિંગ – ફાઇનલમાં ન પહોંચી શક્યા મનુ ભાકર
ત્રીજી સીરીઝમાં મનુ ભાકરે 8નો સ્કોર મેળવ્યો. જ્યારે તેમને 9કે10ની જરુર હતી. જેથી તેઓ ટૉપ 8માં ન પહોંચી શક્યા. ટૉપ 8 ખેલાડીઓને ફાઇનલમાં રમવાનો મોકો મળે છે.
-
શૂટિંગ- મનુ ભાકરનો રેપિડ ફાયર રાઉન્ડ શરુ
ભારતના મનુ ભાકરે 25મીટર એર પિસ્ટલ ક્વોલિફિકેશન ઇવેન્ટમાં રેપિડ ફાયરની પોતાની બે સીરીઝ પૂરી કરી છે. પહેલી સીરીઝમાં તેમણે 96 તો બીજી સીરીઝમાં 97 અંક મેળવ્યા. છે.
-
આર્ચરી- ટૉપ સીડનો સામનો કરશે દીપિકા કુમારી
દીપિકા કુમારી માટે આગળનો પડકાર ઘણો મુશ્કેલ રહેશે. ક્વાર્ટર ફાઇનલમાં દીપિકા કોરિયાના ટૉપ સીડ એન સાનનો સામનો કરશે. સાન પહેલા જ ટોક્યોમાં બે ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. તેઓ મિકસ્ડ ટીમ ઇવેન્ટ અને મહિલા ટીમ ઇવેન્ટના ગોલ્ડ મેડલિસ્ટ છે.
-
અત્યાર સુધી ભારતના પરિણામ
આર્ચરી-દીપિકા કુમારી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છ. પ્રી ક્વાર્ટરફાઇનલમાં તેમણે શૂટઑફમાં જીત મેળવી
એથ્લેટિક્સ – ભારતના અવિનાશ સાબલે ફાઇનલ માટે ક્વોલિફાઇ નથી કરી શક્યા. તેમણે 3000મીટર સ્ટીપલચેજમાં નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો છે.
શૂટિંગ – રાહીએ રેપિડ ફાયર રાઉન્ડમાં 286 સ્કોર મેળવ્યો અને 25મીટર એર પિસ્ટલ ક્વોલિફાઇંગ રાઉન્ડથી લગભગ બહાર થઇ ગયા છે.
-
બેડમિન્ટન – સ્ટાર ખેલાડી નોજોમી ઓકુહારા થયા બહાર
જાપાનના નોજુમી ઓકુહારા પ્રી ક્વાર્ટરફાઇનલમાંથી બહાર થઇ ગયા છે. પહેલી ગેમ 13-21થી હાર્યા બાદ ચીનના બિંગ જીઓ પાછા ગેમમાં ફોર્મમાં જોવા મળ્યા અને આગામી બે ગેમ 21-13,21-13થી પોતાના નામે કરી.
-
ગોલ્ફ—બીજા રાઉન્ડમાં ઉદયન માનેની શરુઆત સારી
પુરુષ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં ભારતના ઉદયન માને છેલ્લા સ્થાન પર રહ્યા હતા. જો કે બીજા રાઉન્ડમાં તેઓ ફરી ફોર્મમાં દેખાયા અને પહેલા ત્રણ હોલ્સમાં પાર સ્કોર કર્યો.
-
એથ્લેટિક્સ – સાતમાં સ્થાન પર રહ્યા અવિનાશ સાબલે
3000ની સ્ટીપલચેજ રેસમાં અવિનાશ સાબલે સાતમાં સ્થાન પર રહ્યા. તેમણે 08:20.20ના સમય સાથે નવો નેશનલ રેકોર્ડ કાયમ કર્યો છે.
-
એથ્લેટિક્સ -3000ના સ્ટીપલચેજમાં અવિનાશ સાબલેની રેસ શરુ
3000 સ્ટીપલચેજની ઇવેન્ટ શરુ થઇ ચૂકી છે. ભારત અવિનાશ સાબલે હીટ્સની બીજી રેસમાં ભાગ લઇ રહ્યા છે. અવિનાશે ત્રણ દિવસમાં બે વાર પોતાનો નેશનલ રેકોર્ડ તોડીને ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ કર્યુ હતુ
-
આર્ચરી-દીપિકાએ 6-5થી મુકાબલો જીત્યો
શૂટઑફમાં થયેલા રોમાંચક મુકાબલામાં દીપિકાએ 6-5થી મુકાબલો પોતાના નામે કર્યો. જ્યાં ROCના પરોવાએ સાત સ્કોર મેળવ્યો. દીપિકાએ પરફેક્ટ 10 કરીને મેચ પોતાના નામે કરી અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી.
-
શૂટિંગ – રાહી ટૉપ 30માંથી બહાર
રાહીએ બીજી સીરીઝમાં 94 સ્કોર મેળવ્યો. આ દરમિયાન તેમણે એક 07નુ નિશાન લગાવ્યુ. તેઓ હવે ટૉપ-30માંથી બહાર થઇ ચૂક્યા છે.
-
આર્ચરી- દીપિકા બીજો સેટ હાર્યા, 2-2 સ્કોર બરાબર
બીજો સેટ ROCના પરોવાના નામે રહ્યો અને હવે સ્કોર 2-2થી બરાબર છે.
બીજો સેટ – દીપિકા કુમારી – 10-9-7 (26 અંક)
પરોવા – 9-8-10 (27 અંક)
-
એથ્લેટિક્સ – આજે ત્રણ ભારતીય હશે એક્શનમાં
આજે એથ્લેટિક્સ ઇવેન્ટની શરુઆત થશે. પહેલા દિવસે દેશના ત્રણ એથ્લીટ અવિનાશ સાબલે , દુતી ચાંદ અને એમપી જબીર એક્શનમાં હશે.
-
શૂટિંગ(Shooting) – પહેલી સીરીઝમાં રાહીએ મેળવ્યો 96 સ્કોર
રાહી સરનોબતે પહેલી સીરીઝમાં 96 સ્કોર મેળવ્યો. 10માંથી સાતમાં તેમણે પરફેક્ટ સ્કોર મેળવ્યો.
Published On - Jul 30,2021 8:17 PM