Tokyo Olympics: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની રોમાંચક જીત, જાપાનની યામાગુચીને હરાવી સેમિફાઈનલમાં
પીવી સિંધુએ પ્રથમ ગેમમાં ફક્ત 23 મિનિટમાં 21-13થી જીત મેળવી હતી. સિંધુની શરુઆત ધીમી હતી. બંને શટલર્સ વચ્ચે આંક એક સમયે 6-6ની બરાબરી પર હતા.
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ની બેડમિન્ટન કોટથી ભારતીય રમત પ્રેમીઓને માટે સારા સમાચાર આવ્યા છે. ભારતની મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu)એ તેની ક્વાર્ટર ફાઈનલ મેચને આસાનીથી જીતી લીધી છે. નંબર 6 સીડ સિંધુએ નંબર 4 સીડ વાળી જાપાનની યામાગૂચી સામે મેચને સીધી ગેમમાં જીતી લીધી છે. આ મોટી જીત સાથે ભારતની પીવી સિંધુ મહિલા બેડમિન્ટનના સિંગલ ઈવેન્ટના સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
પીવી સિંધુએ પ્રથમ ગેમમાં ફક્ત 23 મિનિટમાં 21-13થી જીત મેળવી હતી. સિંધુની શરુઆત ધીમી હતી. બંને શટલર્સ વચ્ચે આંક એક સમયે 6-6ની બરાબરી પર હતા. પરંતુ ત્યારબાદ સિંધુ રંગમાં આવી હતી. તેણે પોતાના દમથી યામાગુચી સામે પ્રથમ ગેમ પોતાના નામે કરી લીધી હતી.
બંને ખેલાડીઓ વચ્ચે બીજી ગેમ 33 મિનિટ ચાલી હતી. જેમાં જાપાનની યામાગુચી પરત ફરી હતી. મેચને ત્રીજી ગેમ સુધી લઈ જવા માટે ભરપૂર પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે નિષ્ફળ રહી હતી. જે ગેમ 22-20થી ગુમાવી હતી. આમ 56 મિનિટ સુધી ચાલેલી ટક્કરમાં પીવી સિંધુએ યામાગુચીને હરાવી દીધી હતી.
યામાગુચી સામે સિંધુની જીત
ભારતની પીવી સિંધુએ બીજી ગેમમાં એક સમયે 5 પોઈન્ટની સારી લીડ મેળવી લીધી હતી. પરંતુ જાપાનની યામાગુચીએ સરેન્ડર કરવાના બદલે સંઘર્ષ કર્યો હતો. આમ ગેમને અંતિમ દમ સુધી ખેંચી હતી. પરંતુ સિંધુના ફોર્મ આગળ તેણે આખરે ઘૂંટણ ટેકવા પડ્યા હતા. આ સતત ત્રીજી મેચ છે, જેમાં તેણે સીધી ગેમમાં જ મેચ પોતાના નામે કરી લીધી હતી. બેડમિન્ટન કોટ પર 19મી વખત સિંધુ અને યામાગુચી આમને સામને થઈ હતી.
હવે સેમિફાઈનલની ટક્કર
પીવી સિંધુને હવે સેમીફાઈનલમાં થાઈલેન્ડની રત્નાચોક અને ચીની તાઈપે કી તાઈ ત્જૂ યિંગની મેચમાં વિજેતા થનાર સામે ટક્કર લેવાની છે. સિંધુના માટે ચીની તાઈપે ખેલાડીથી ટકરાવવાનું ટફ માનવામાં આવી રહ્યું છે. કારણ કે તેમના માટે જીત અને હારનો આંકડો તેમની ફેવરમાં નથી. સિંધુએ જ્યાં 5 મેચ જીતી છે ત્યાં તાઈ ત્જૂ યિંગએ ભારતીય શટલરની સામે 13 મેચ જીતી છે.
આ પણ વાંચો: CBSE 12th Result 2021: 99.67 ટકા સાથે છોકરીઓએ બાજી મારી, જાણો કેવું રહ્યું પરિણામ