Mirabai Chanu : શું મીરાબાઈ ચાનુને ગોલ્ડ મેડલ મળશે ? ચીનની વિજેતા ખેલાડીનો ડોપ ટેસ્ટ કરાશે
શું મીરાબાઈ ચાનુ (Mirabai Chanu )ને સિલ્વરના સ્થાને ગોલ્ડ મેડલ મળશે ? ચીનની ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડીનો ડોપ ટેસ્ટ કરાશે.જો આમ થયું તો ભારતીય રમતમાં ખુબ જ મોટો ઈતિહાસ સર્જાશે.
Mirabai Chanu : મીરાબાઈ ચાનૂ ઓલિમ્પિક રમતમાં વેટલિફ્ટિંગમાં મેડલ જીતનારી ભારતની બીજી ખેલાડી છી. તેમના પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ સિડની ઓલિમ્પિક 2000માં ભારતને વેટલિફ્ટિંગમાં અપાવ્યું હતુ.
મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) પાસે ટોકિયો ઓલિમ્પિક (Tokyo Olympics-2020)માં મેડલ જીતવાની આશા હતી. સમગ્ર દેશની આ આશાને મણિપુરની મીરાબાઈ ચાનુએ પુર્ણ કરી છે. તેમણે 49 કિલો વજનના વર્ગમાં સિલ્વર મેડલ પોતાને નામ કર્યો છે.
મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympic) માં ભારત માટે પ્રથમ ચંદ્રક જીત્યો છે. મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ 49કિલો વજનની કેટેગરીમાં મહિલાઓની વેઇટલિફ્ટિંગ (Weightlifting) માં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. તેણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં કુલ 202 કિલો વજન ઉચકી અને સિલ્વર મેડલ જીત્યો. જ્યારે મીરાબાઈએ સ્નેચ રાઉન્ડમાં 87 કિલો વજન ઉચક્યું હતું, ત્યારે તેણે ક્લિન એન્ડ જર્કમાં 115 કિલો વજન ઉઠાવ્યું હતું. 49 કિલો વજનના વર્ગમાં મહિલા વેઈટ લિફ્ટિંગમાં ચીનના વેઇટલિફ્ટરે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
China’s Hou will be tested by anti-doping authorities at the @Olympics #China @PDChina @HuXijinGT pic.twitter.com/PE4cOAMiHw
— 🇺🇸Kyle Bass🇺🇸 (@Jkylebass) July 26, 2021
મીરાબાઈએ સિલ્વર મેડલ જીત્યા બાદ એક અફવાએ જોર પકડ્યું હતુ અને આ અફવા છે કે, મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)નો સિલ્વર મેડલ ગોલ્ડ મેડલમાં પરિવર્તિત થઈ શકે છે. જો આમ થયું તો ભારતીય રમતમાં ખુબ જ મોટો ઈતિહાસ સર્જાશે. મીરાબાઈ ચાનુ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની જશે પરંતુ આ અફવાઓ ક્યાંથી આવી છે તે તમને જણાવીએ.
એક ટ્વિટના આધારે
મીરાબાઈને સિલ્વર મેડલને ગોલ્ડ મેડલમાં બદલવાની અફવાએ સોશિયલ મીડિયા (SOCIAL MEDIA)પ્લેટફોર્મ ટ્વિટર પર જોર પકડ્યું છે. અમેરિકાના નાગરિક કાઈલ બૈસનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, ચીનની ગોલ્ડ મેડાલીસ્ટ વિજેતાનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે. બૈસના ટ્વિટના બાયોમાં લખ્યું છે કે, હેમૈન કેપિટલ મેનેજમેન્ટના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. જે રીતે આ ટ્વિટ સોશિયલ મીડિયા પર આવ્યું અનેક યુઝર્સે કહ્યું કે, ચીનની ખેલાડી પર પ્રતિબંધિત પર્દાર્થનું સેવન કર્યું છે અને સીલ્વર મેડલ રદ્દ કરીને મીરાબાઈ ચાનુના સિલ્વર મેડલને ગોલ્ડ મેડલમાં પરિવર્તિત કરવામાં આવશે.
પરંતુ સત્ય કાંઈ અલગ જ છે. સચ્ચાઈ એ છે કે, ઓલિમ્પિકમાં 5,000 ખેલાડીઓનો રૈડમ ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ખેલાડીઓના પહેલા અને પછીના ટેસ્ટ પણ સામેલ છે. અનુમાન લગાવવામાં આવે છે કે, ચીની ખેલાડીનો ટેસ્ટ પોઝિટીવ આવશે. જો ચીનની ખેલાડીનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો તો મીરાબાઈ ચાનુના ખાતામાં ગોલ્ડ મડેલ આવી શકે છે.
મીરાબાઈએ સિલ્વર મડેલ જીતી ઈતિહાસ રચ્યો
મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)એ સિલ્વર મેડલ જીતીની ઓલિમ્પિકના મહિલા વેઈટલેફ્ટિંગમાં ભારતના ખાતામાં કુલ 2 મેડલ જમા થયા છે. આ પહેલા 2000 સિડની ઓલિમ્પિકના કર્ણમમલ્લેશ્વરીએ મેડલ જીત્યો હતો. એટલે કે, 21 વર્ષ બાદ ભારતે મહિલા વેટલિફટિંગમાં ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં સીલ્વર મેડલ જીતનારી મીરાબાઈ , બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવીસિંધુ બાદ બીજી ભારતીય એથલીટ બની ગઈ છે.