Video : RCBમાં જોડાતા જ ખતરનાક બની ગયો આ ખેલાડી, 6 સિક્સર ફટકારી ટીમને અપાવી જીત

બિગ બેશ લીગની 29મી મેચમાં હોબાર્ટ હરિકેન્સે સિડની થંડરને 6 વિકેટથી હરાવ્યું હતું. હોબાર્ટની જીતમાં IPL ઓક્શનમાં RCBમાં સામેલ થયેલ ખેલાડીએ મોટો ભાગ ભજવ્યો હતો. આ ખેલાડીએ અણનમ 68 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી.

Video : RCBમાં જોડાતા જ ખતરનાક બની ગયો આ ખેલાડી, 6 સિક્સર ફટકારી ટીમને અપાવી જીત
Tim DavidImage Credit source: Steve Bell/Getty Images
Follow Us:
| Updated on: Jan 10, 2025 | 10:57 PM

જે ખેલાડી પર RCBએ IPL 2025 માટે દાવ લગાવ્યો હતો તે હવે વધુ આક્રમક બની ગયો છે. તેના બેટમાંથી લાંબી સિક્સર આવી રહી છે અને તે એકલા હાથે ટીમ માટે મેચ જીતી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ટિમ ડેવિડની, જે હોબાર્ટ હરિકેન માટે મોટો મેચ વિનર સાબિત થયો હતો. ડેવિડે સિડની થંડર સામે 38 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. ડેવિડે પોતાની ઈનિંગમાં 6 સિક્સર અને 4 ફોર ફટકારી હતી. ક્રિસ જોર્ડન સાથે મળીને તેણે હોબાર્ટ માટે આસાનીથી મેચ જીતી લીધી હતી.

ટિમ ડેવિડની તોફાની બેટિંગ

પ્રથમ બેટિંગ કરતા સિડની થંડરે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. આ પછી હોબાર્ટ હરિકેન્સની શરૂઆત સારી રહી ન હતી. હોબાર્ટના ઓપનર મિશેલ ઓવેન અને મેથ્યુ વેડ ત્રીજી ઓવર સુધીમાં આઉટ થઈ ગયા હતા. ચાર્લી વાકિમ પણ 16 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ ત્યારબાદ ટિમ ડેવિડ ક્રીઝ પર આવ્યો અને તેણે આવતાની સાથે જ તોફાની બેટિંગ કરી અને વિરોધી બોલરોને બેકફૂટ પર ધકેલી દીધા હતા. ડેવિડ અંત સુધી અણનમ રહ્યો અને ટીમને જીત અપાવીને જ પરત ફર્યો.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

ટિમ ડેવિડ શાનદાર ફોર્મમાં

ટિમ ડેવિડનું હાલનું ફોર્મ શાનદાર રહ્યું છે. બિગ બેશ લીગની વર્તમાન સિઝનમાં આ ખેલાડીએ 55થી વધુની એવરેજથી 167 રન બનાવ્યા છે. ડેવિડના બેટમાંથી કુલ 14 સિક્સર આવી છે અને તેણે 11 ફોર પણ ફટકારી છે. ટિમ ડેવિડનો સ્ટ્રાઈક રેટ 185થી વધુ છે. ટિમ ડેવિડની આ પ્રકારની બેટિંગ જોઈને RCB ફેન્સ ખૂબ જ ખુશ થશે, કારણ કે આ ખેલાડી IPLની આગામી સિઝનમાં RCB તરફથી રમશે. RCBએ ટિમ ડેવિડને 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

હોબાર્ટ હરિકેન પોઈન્ટ ટેબલમાં ટોપ પર

બિગ બેશ લીગના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો હોબાર્ટ હરિકેન્સ 7માંથી 5 મેચ જીતીને પ્રથમ સ્થાને છે. સિડની સિક્સર્સે 4 મેચ જીતી છે અને બીજા સ્થાને છે. સિડની થંડર 8 માંથી 4 મેચ જીતીને ત્રીજા સ્થાને છે. બ્રિસ્બેન હીટ 7માંથી 3 મેચ જીતીને ચોથા સ્થાને છે.

આ પણ વાંચો: લાઈવ મેચમાં બોલરે ઘાતક બોલિંગથી બેટ્સમેનની બેટના બે ટુકડા કરી નાખ્યા, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
g clip-path="url(#clip0_868_265)">