AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાઈવ મેચમાં બોલરે ઘાતક બોલિંગથી બેટ્સમેનની બેટના બે ટુકડા કરી નાખ્યા, જુઓ વીડિયો

બિગ બેશ લીગની 29મી મેચમાં હોબાર્ટ હરિકેન્સ અને સિડની થંડર વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો. બેટ્સમેન ક્રિઝ પર બેસ્ટ સાથે શોટ ફટકારવા તૈયાર હતો અને બોલરે બોલ ફેંકતા જ કઈંક એવું થયું કે ખેલાડીઓની સાથે સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ ચોંકી ગયા.

લાઈવ મેચમાં બોલરે ઘાતક બોલિંગથી બેટ્સમેનની બેટના બે ટુકડા કરી નાખ્યા, જુઓ વીડિયો
David Warners Bat BrokenImage Credit source: Steve Bell/Getty Images
| Updated on: Jan 10, 2025 | 10:21 PM
Share

બિગ બેશ લીગ 2025ની 29મી મેચમાં કંઈક એવું બન્યું જેણે ચાહકોને ચોંકાવી દીધા. હકીકતમાં સિડની થંડરની બેટિંગ દરમિયાન કેપ્ટન ડેવિડ વોર્નરનું બેટ જ તૂટી ગયું હતું. વોર્નરે રિલે મેરિડિથના બોલ પર શોટ રમ્યો અને તેના બેટના બે ટુકડા થઈ ગયા. આ મામલો અહીં પૂરો નથી થયો. બેટ તૂટતાની સાથે જ ડેવિડ વોર્નરના માથામાં વાગ્યું હતું. વોર્નરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વોર્નર-મેરેડિથ બંને ચમક્યા

હોબાર્ટ મેદાન પર રમાઈ રહેલી મેચમાં ડેવિડ વોર્નરે 66 બોલમાં અણનમ 88 રન બનાવ્યા હતા. વોર્નરે પોતાની ઈનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. મોટી વાત એ છે કે વોર્નરના બેટમાંથી આ રન મુશ્કેલ પિચ પર આવ્યા હતા. તેની ઈનિંગના આધારે સિડની થંડર 20 ઓવરમાં 164 રન સુધી પહોંચી હતી. જોકે, વોર્નરનું બેટ તોડી નાખનાર મેરેડિથે પણ મેચમાં સારી બોલિંગ કરી હતી. આ જમણા હાથના પેસરે 4 ઓવરમાં માત્ર 30 રન આપીને 2 વિકેટ લીધી હતી.

વોર્નરે 4 મેચમાં 3 અડધી સદી ફટકારી

ડેવિડ વોર્નરનું ફોર્મ શાનદાર ચાલી રહ્યું છે. આ ડાબા હાથના બેટ્સમેને 4 મેચમાં 3 અડધી સદી ફટકારી છે. વોર્નરે મેલબોર્ન રેનેગેડ્સ સામે અણનમ 86 રન બનાવ્યા હતા. આ પછી વોર્નરે પર્થ સ્કોર્ચર્સ સામે 49 રનની ઈનિંગ રમી હતી. તેણે બ્રિસ્બેન હીટ સામે 50 રન બનાવ્યા હતા. હવે વોર્નરે હોબાર્ટ હરિકેન્સ સામે પણ 88 રનની અણનમ ઈનિંગ રમી છે. વોર્નરે બિગ બેશ લીગમાં સૌથી વધુ 316 રન બનાવ્યા છે. તેની એવરેજ 63.20 છે અને તેણે અત્યાર સુધીમાં 34 ફોર અને 5 સિક્સર ફટકારી છે.

આ પણ વાંચો: વિરાટ કોહલી આજ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ સિદ્ધિ મેળવી શક્યો નથી, 16 વર્ષથી અધૂરું છે સપનું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">