પાલિતાણા ભાજપના ધારાસભ્ય ભીખા બારૈયા અને અધિકારી વચ્ચે બોલાચાલી, અપશબ્દો કહ્યા હોવાનો આરોપ- Video
ભાજપનો આંતરિક જૂથવાદ હવે પાલિતાણામાં પણ સામે આવ્યો છે. ભાજપના ધારાસભ્ય અને અધિકારી વચ્ચે બોલાચાલીની ઓડિયો વાયરલ થઈ છે. ધારાસભ્ય ભીખા બારૈયાએ ગાળો આપી હોવાનો અધિકારીએ આરોપ લગાવ્યો છે.
એકતરફ અમરેલી ભાજપમાં આંતરિક જૂથવાદ શમ્યો નથી અને ત્યાંના ધારાસભ્ય સામેના લેટરકાંડના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. ત્યા પાલિતાણામાં ભાજપમાં આંતરિક જૂથવાદનો આક્ષેપ થઈ રહ્યો છે. પાલિતાણા ભાજપના ધારાસભ્ય અને અધિકારી વચ્ચે બોલાચાલી થઈ અને ધારાસભ્ય ભીખા બારૈયાએ ગાળો આપી હોવાનો અધિકારીએ આક્ષેપ કર્યો છે. આંતરિક જૂથાદને કારણે અધિકારીએ ગાળો આપ્યાનો આક્ષેપ છે. તેમની વચ્ચે બોલાચાલીનો કથિત ઓડિયો પણ વાયરલ થયો છે. જેમા બાંધકામના કામની ફાઇલ તાત્કાલિક મંજૂર કરવા અધિકારીને આપવામાં આવી અને ફાઈલો મંજૂર કરવા ધારાસભ્યએ રોફ જમાવ્યો હોવાનો આરોપ લગાવાયો છે. બંને વચ્ચેની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જો કે tv9 ગુજરાતી વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતુ નથી.
ધારાસભ્ય પેટા કામ બાબતે તાલુકા પંચાયતના અધિકારીને ધમકાવતા જોવા મળી રહ્યા છે. કામ પુરુ થવામાં પાંચ દિવસનો વિલંબ થતા ધારાસભ્ય અધિકારીને ધમકાવતા કથિત ઓડિયોમાં જોવા મળી રહ્યા છે. આ વાતચીતમાં તેઓ પ્રચૂર માત્રામાં અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. આ ઓડિયો સામે આવ્યા બાદ તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓમાં પણ ગણગણાટ જોવા મળ્યો છે.
એક તરફ ભાજપના શાસકો, ધારાસભ્યો વિકાસની વાતો કરતા હોય છે અને પોતાના જ માણસોને કામ આપવા કે બિલ પતાવવા આ પ્રકારે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરતા જોવા મળે છે. જો કે આ ઓડિયો વાયરલ થતા પાલિતાણા ભાજપ સંગઠનમાં જૂથવાદ સપાટી પર જોવા મળ્યો છે. જો કે અહીં સવાલ એ પણ છે કે કોઈ કર્મચારીને કામ માટે કે બિલ માટે તેની સાથે આ પ્રકારનું ઉદ્ધતાઈપૂર્ણ વર્તન કેટલુ યોગ્ય ? હાલ તો ઓડિયોની ખરાઈને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar