AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: હેલિકોપ્ટરથી લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, રોહિત-જાડેજા ચોંકી ગયા, જુઓ વીડિયો

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં હતી પરંતુ હવે તેની નવી જર્સી પણ લોન્ચ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની જર્સી ધર્મશાળાની બરફીલા પહાડીઓમાં લોન્ચ કરવામાં આવી હતી. એડિડાસ ટીમ ઈન્ડિયાની જર્સીનું સ્પોન્સર છે. આ જર્મન કંપની વર્ષ 2028 સુધી ટીમ ઈન્ડિયાની જર્સીની સ્પોન્સર રહેશે. એડિડાસે આ માટે 350 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

T20 World Cup 2024: હેલિકોપ્ટરથી લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, રોહિત-જાડેજા ચોંકી ગયા, જુઓ વીડિયો
Rohit Sharma
| Updated on: May 06, 2024 | 7:24 PM
Share

T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની જર્સી ધર્મશાલાના પહાડોની વચ્ચે હેલિકોપ્ટર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાની નવી જર્સી અદભૂત લાગી રહી છે. જર્સીની સ્લીવ્સ કેસરી રંગની છે અને આ સિવાય તેમાં વાદળી રંગ છે. જર્સી લોન્ચ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ જોવા મળી રહ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ હેલિકોપ્ટર દ્વારા જર્સીને આવતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

નવી જર્સી, જીતનું નવું સપનું

ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ થઈ ગઈ છે અને તેની સાથે જ રોહિત અને કંપની હવે જીતના નવા સપના સાથે T20 વર્લ્ડ કપ 2024માં ઉતરશે. સ્વાભાવિક રીતે જ ટીમ ઈન્ડિયાનું સપનું 2013 પછી પ્રથમ ICC ટૂર્નામેન્ટ જીતવાનું છે. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટ માટે ખૂબ જ મજબૂત ટીમ પસંદ કરી છે. ટીમના 15 ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે.

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા:

રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ભારતીય ટીમનો પ્રવાસ 5 જૂનથી શરૂ થશે

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો પ્રવાસ 5 જૂનથી શરૂ થશે. પ્રથમ મેચ ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે થશે. 9 જૂને ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ પછી 12મી જૂને અમેરિકા અને 15મી જૂને કેનેડા સામે મેચ રમાશે. T20 વર્લ્ડ કપમાં સુપર 8 મેચ 19 જૂનથી શરૂ થશે. સેમી ફાઈનલ 27 જૂને અને ફાઈનલ 29 જૂને રમાશે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : વિરાટ કોહલીને આઉટ કરવા ખાસ પ્લાન બનાવવામાં આવશે, બાબર આઝમે કહી મોટી વાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">