શું ટીમ ઈન્ડિયાને મળી ગયો હાર્દિક પંડયાનો વિકલ્પ? જાણો કોણ છે આ ‘ગુરુ ભાઈ’
ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાનો વિકલ્પ કોણ છે? આ પ્રશ્ન સતત ઉઠતો રહે છે. પરંતુ, તે જ સમયે એક પ્રશ્ન ઉભો થાય છે જે સૂચવે છે કે ઓલરાઉન્ડર તરીકે ટીમમાં કોણ રમશે? જોકે અફઘાનિસ્તાન સામે T20 શ્રેણી દરમિયાનઆ પ્રશ્નનો જવાબ મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
હાર્દિક પંડ્યા, વર્તમાન યુગમાં ભારતીય ક્રિકેટનો સૌથી દમદાર ઓલરાઉન્ડર. પરંતુ, પંડ્યા જેટલો મજબૂત છે, તેટલો જ ઈજાગ્રસ્ત પણ રહે છે. ઈજાના કારણે તે અફઘાનિસ્તાન સામે T20 શ્રેણીથી બહાર છે. પંડ્યાની આ ઈજા તેના ગુરુ ભાઈ માટે વરદાન બની છે. અફઘાનિસ્તાન સામે મોકો મળ્યો અને આ ખેલાડીએ જોરદાર પ્રદર્શન કરતા હવે તે ટીમમાં હાર્દિકનો ઓપ્શન બનીને ઊભરી આવ્યો છે.
‘ગુરુ ભાઈ’ કોણ છે?
તેમાં કોઈ શંકા નથી કે ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાનું સ્થાન કોઈ નહીં લઈ શકે. પણ હાર્દિકનો જ ગુરુ ભાઈ’ શિવમ દુબે હાર્દિકનો વિકલ્પ બની શકે છે. શિવમ દુબેએ અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણીમાં દમદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં T20 ટીમમાં વર્લ્ડ કપના સંભવિતોમાં પોતાનો દાવો રજૂ કર્યો છે.
હાર્દિક પંડ્યા અને શિવમ દુબે ‘ગુરુ ભાઈ’?
સ્વાભાવિક રીતે હવે તમે વિચારતા હશો કે હાર્દિક પંડ્યા અને શિવમ દુબે બંને ગુરુ ભાઈ કેવી રીતે બન્યા? બંને વચ્ચે ગુરુ ભાઈનું કનેક્શન એમએસ ધોની સાથે જોડાયું છે. વાસ્તવમાં આ બંનેનું માનવું છે કે આજે તેઓ જ્યાં છે, ક્રિકેટમાં જે કંઈ પણ શીખ્યા છે, તેમાં ધોનીભાઈનો મોટો ફાળો છે.
Shivam Dubey – “my success credits goes to MS Dhoni”
Thala : “I don’t like taking credits, but credit likes me” pic.twitter.com/i8c1x0ogK7
— Shubh (@kadaipaneeeer) January 14, 2024
MS ધોનીની કપ્તાનીમાં બંને રમ્યા
હાર્દિક અને ધોની વચ્ચેની બોન્ડિંગ પહેલાથી જ જાણીતી છે. જ્યારે ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય હતો, ત્યારે તેણે તેની પાસેથી કેપ્ટનશિપ અને તેની રમતની ટિપ્સ શીખી હતી. શિવમ દુબેનું પણ આવું જ છે. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમવાનો સૌથી મોટો ફાયદો એ હતો કે તેને ધોની પાસેથી ઘણું શીખવા મળ્યું. એટલા માટે મોહાલી હોય કે ઈન્દોર, ટીમ ઈન્ડિયાને મેચ અપાવ્યા બાદ શિવમ ધોનીનું નામ લેવાનું ભૂલ્યો નહીં.
IPL સ્ટાર હવે ભારતની બનશે શાન!
હવે, જેઓ એક જ ગુરુ પાસેથી શીખે છે તે ગુરુભાઈ થયા. જોકે, જો શિવમ દુબે ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાનો વિકલ્પ બને તો ધોની માટે પણ ગર્વની વાત હશે. કારણ કે ધોની દુબેની રમતનો ઘણો મોટો પ્રશંસક છે. જો બોલ અને બેટ બંનેથી ધમાલ મચાવનાર પોતાની જ IPL ટીમનો ખેલાડી ટીમ ઈન્ડિયાની પણ તાકાત બની જાય, તો આનાથી મોટી વાત શું હોઈ શકે?
Back to back half-centuries for Shivam Dube
What a fine half-century this off just 22 deliveries.
Live – https://t.co/YswzeUSqkf #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/Cec5R3T3xV
— BCCI (@BCCI) January 14, 2024
શિવમ દુબે કેમ છે હાર્દિકનો વિકલ્પ?
હવે સવાલ એ છે કે ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે શિવમ દુબે કેમ દાવેદાર લાગે છે? શા માટે લોકોના દિલમાં આ માન્યતા જકડાઈ ગઈ છે કે હાર્દિક પંડ્યા હોય તો સારું રહેશે પણ તે ન હોય તો પણ શિવમ દુબે તેની જગ્યા સંભાળવા માટે છે? તો તેની પાછળ શિવમ દુબેનું તાજેતરનું પ્રદર્શન છે, જે તેણે અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણીમાં બોલ અને બેટ બંનેથી કર્યું છે.
બેટિંગ-બોલિંગ બંનેમાં મજબૂત પ્રદર્શન
5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે શિવમ દુબેએ ઈન્દોરમાં રમાયેલી બીજી T20Iમાં 196.37ના સ્ટ્રાઈક રેટથી માત્ર 32 બોલમાં અણનમ 63 રન બનાવીને મેચ પૂરી કરી હતી. મોહાલીમાં રમાયેલી પ્રથમ T20માં તેણે 150ના સ્ટ્રાઈક રેટથી માત્ર 40 બોલમાં 60 રન બનાવીને રમત પૂર્ણ કરી. આટલું જ નહીં, તેણે મોહાલીમાં 1 અને ઈન્દોરમાં 2 વિકેટ પણ લીધી હતી.
T20I માં હાર્દિક પંડ્યા Vs શિવમ દુબે
શિવમ દુબેએ ભારત માટે માત્ર 20 T20 મેચ રમી છે, પરંતુ તેના નામે 3 અડધી સદી છે. જ્યારે હાર્દિક પંડ્યા 92 T20 મેચ રમ્યા પછી પણ માત્ર 3 અડધી સદી ધરાવે છે. શિવમ દુબેનો સ્ટ્રાઈક રેટ પણ 149.45 છે જ્યારે હાર્દિક પંડ્યાનો 139.83 છે. જો બોલિંગની વાત કરીએ તો હાર્દિક પંડ્યાની ઈકોનોમી 8.16 છે, શિવમ દુબેની ઈકોનોમી થોડી વધારે એટલે કે 9.71 છે.
શિવમ કેપ્ટનના વિશ્વાસ પર ખરો ઉતર્યો
એકંદરે આ એ જ શિવમ દુબે છે જેને ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તેને રમવાની તક મળી ન હતી. જે બાદ તેને દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ, જ્યારે તેને અફઘાનિસ્તાન સામે તક મળી, તેણે બંને મેચમાં રન બનાવ્યા અને વિકેટ પણ લીધી. દુબે સમગ્ર શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. કપ્તાન રોહિત શર્મા તેને જે કરવાનું કહે છે તે મેદાન પર તે કરતો જોવા મળે છે અને આ જ કારણ છે કે રોહિત શિવમથી ખુશ છે.
આ પણ વાંચો : કમબેક મેચમાં વિરાટ કોહલીએ કરી બાલિશ ભૂલ, ટીમને થયું મોટું નુકસાન