Breaking News : ગુજરાતમાં એક વૃદ્ધને HMPV થયાનો પ્રથમ કેસ, અમદાવાદના વસ્ત્રાપુરના દર્દી હોસ્પિટલમાં દાખલ

ભારતમાં મૂળ ચીનના HMPV વાયરસના કેસ વધવાના શરુ થઇ ગયા છે. ગુજરાતમાં પણ હવે ત્રીજો HMPVનો કેસ નોંધાયો છે. આ પહેલાના બે કેસ બાળકોને થયા હોવાનું સામે આવ્યુ હતુ. જો કે પહેલી વાર કોઇ વૃદ્ધને HMPV વાયરસ થયાનું હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Breaking News : ગુજરાતમાં એક વૃદ્ધને HMPV થયાનો પ્રથમ કેસ, અમદાવાદના વસ્ત્રાપુરના દર્દી હોસ્પિટલમાં દાખલ
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jan 10, 2025 | 9:38 AM

ભારતમાં મૂળ ચીનના HMP  વાયરસના કેસ વધવાના શરુ થઇ ગયા છે. ગુજરાતમાં પણ હવે ત્રીજો HMPVનો કેસ નોંધાયો છે. આ પહેલાના બે કેસ બાળકોને થયા હોવાનું સામે આવ્યુ હતુ. જો કે પહેલી વાર કોઇ વૃદ્ધને HMP વાયરસ થયાનું હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

80 વર્ષના વૃદ્ધને થયો HMP  વાયરસ

કોરોના બાદ હવે HMP વાયરસે સમગ્ર દુનિયામાં ડરનો માહોલ ઉભો કર્યો છે.. ત્યારે ગુજરાતમાં HMPVના કેસ સામે આવી રહ્યા છે. સૌ પ્રથમ અમદાવાદ અને બાદમાં સાબરકાંઠા જિલ્લામાં નાના બાળકોને HMP વાયરસના કેસ સામે આવ્યા બાદ હવે એક વૃદ્ધને HMP વાયરસ થયાનો કેસ સામે આવ્યો છે. આ કેસ અમદાવાદના વસ્ત્રાપુરમાં સામે આવ્યો છે. અત્યાર સુધી આપણે જોયું હતું કે સૌથી વધુ નાના બાળકોમાં આ એચએમપીવી વાયરસ જોવા મળતો હતો, પરંતુ કદાચ આ પ્રથમ કેસ છે કે જ્યાં 80 વર્ષના વૃદ્ધને આ કેસ સામે આવ્યો છે. વસ્ત્રાપુરમાં તેઓ રહે છે અને લાંબા સમયથી તેઓ અસ્થમાની બીમારીથી પીડાઈ રહ્યા હતા. એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને નવમી તારીખે એમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

વૃદ્ધ અને તેના પરિવારનું થઇ રહ્યુ છે મોનિટરિંગ

આરોગ્ય વિભાગ તરફથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વૃદ્ધની તબિયત હાલ સુધારા પર છે અને સતત એમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય એમના પરિવારજનોનું પણ સતત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક

તકેદારી રાખવાની જરુર, ડરવાની નહીં-તબીબ

મહત્વનું છે કે નિષ્ણાંત તબીબો જણાવવામાં આવી રહ્યુ છે કે જે પ્રકારની તકેદારી આપણે કોવિડમાં દાખવી હતી, એ જ પ્રકારની તકેદારીની જરૂર આ પ્રકારના કેસમાં છે. આ સિવાય જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી હોય એમને થઈ શકે છે અને એના જ કારણે આ વાયરસનો ચેપ સૌથી વધારે નાના બાળકોમાં જોવા મળે છે અને એમાં પણ એવા બાળકો કે જેમની ઉંમર બે વર્ષથી નાની હોય, પરંતુ આ 80 વર્ષના વૃદ્ધને જ્યારે આવ્યો છે ત્યારે જરૂરથી એક ચિંતાની બાબત છે કારણ કે આ પ્રકારના કેસીસ જુદા જુદા સામે આવી રહ્યા છે અને એ પૈકીનો આ કેસ અમદાવાદમાં સામે આવ્યો છે કે જ્યાં 80 વર્ષના વૃદ્ધને એચએમપીવીનો વાયરસ લાગ્યો છે.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વૃદ્ધના પરિવારના સ્વાસ્થ્ય સહિતની તમામ બાબતો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે .વૃદ્ધની વિદેશ હિસ્ટ્રીના સંદર્ભમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

 

g clip-path="url(#clip0_868_265)">