Video: રોહિત શર્મા હજુ તૈયાર નથી, T20 વર્લ્ડ કપ જીત્યા પછી જ કરશે આ કામ

T20 વર્લ્ડ કપ 2024માં ભાગ લેવા માટે ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ બેચ 25 મેના રોજ રોહિત શર્માની કેપ્ટન્સીમાં અમેરિકા જવા રવાના થઈ હતી. છેલ્લા 11 વર્ષથી ICC ખિતાબની રાહ જોઈ રહેલી ભારતીય ટીમ આ કાર્યને પૂર્ણ કરવાના ઈરાદા સાથે આ વર્લ્ડ કપમાં ઉતરશે. જોકે અમેરિકા જતા પહેલા રોહિતે મજબૂત સ્ટેટમેન્ટ આપ્યું હતું.

Video: રોહિત શર્મા હજુ તૈયાર નથી, T20 વર્લ્ડ કપ જીત્યા પછી જ કરશે આ કામ
Rohit Sharma
Follow Us:
| Updated on: May 26, 2024 | 11:24 PM

T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ અમેરિકા માટે નીકળી હતી. આ બેચમાં ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ અમેરિકા જવા રવાના થઈ ગયા હતા. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ સાથે છેલ્લા 11 વર્ષથી ચાલી રહેલા ખિતાબના દુકાળને ખતમ કરવાનો પ્રયાસ કરશે. આવું થશે કે નહીં તે ટુર્નામેન્ટ શરૂ થયા બાદ જ ખબર પડશે. તેમ છતાં, ટીમ ઈન્ડિયા વિશ્વ કપ માટે જોરદાર ઉત્સાહ સાથે રવાના થઈ છે અને આ વાત સુકાની રોહિત શર્માના એક વીડિયો પરથી સ્પષ્ટ થાય છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.

ટીમ ઈન્ડિયા અમેરિકા જવા રવાના

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં 2 જૂનથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા 25 મે, શનિવારે મુંબઈથી ન્યૂયોર્ક માટે રવાના થઈ હતી. ન્યૂયોર્કની ફ્લાઈટ પકડતા પહેલા ટીમ ઈન્ડિયાની બસ જ્યારે મુંબઈ એરપોર્ટ પર પહોંચી ત્યારે ત્યાં તેમના સ્વાગત માટે ઘણા ચાહકો હાજર હતા. ચાહકોએ ટીમનું સ્વાગત કર્યું, ખેલાડીઓ સાથે ફોટા પડાવ્યા, ઓટોગ્રાફ લીધા અને ટીમને શુભેચ્છાઓ પણ પાઠવી.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

રોહિત શર્માએ કેક ખાવાની ના પાડી

આ દરમિયાન ટીમ ઈન્ડિયાને વિદાય આપતા પહેલા એરપોર્ટ પર કેક પણ કાપવામાં આવી હતી અને અહીં જ કેપ્ટન રોહિત શર્માએ કંઈક કહ્યું હતું, જે ખૂબ જ હિટ થઈ ગયું હતું. ભારતીય ખેલાડીઓ કેક ખાઈ રહ્યા હતા અને તરત જ સ્ટાર વિકેટકીપર રિષભ પંતે કેપ્ટન રોહિતને કેક ખવડાવવાનો પ્રયાસ કર્યો, રોહિતે સીધું કહ્યું કે તે જીત્યા પછી જ કેક ખાશે. આટલું કહીને રોહિત કેક ખાધા વગર આગળ વધી ગયો. તેનો આ વીડિયો ‘X’ પર ઘણો હિટ બન્યો હતો અને ચાહકો તેના મજબૂત ઈરાદાથી પ્રભાવિત થયા હતા.

શું આ વખતે રોહિતની વાત સાચી સાબિત થશે?

ગત વર્ષે એશિયા કપ દરમિયાન પણ કંઈક આવું જ બન્યું હતું. જ્યારે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું ત્યારે રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચાહકોએ ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે રોહિતે એમ પણ કહ્યું હતું કે વર્લ્ડ કપ જીત્યા બાદ ફટાકડા ફૂટશે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી, પરંતુ ત્યારબાદ ટીમને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આશા માત્ર એટલી જ હશે કે આ વખતે રોહિતની વાત સાચી સાબિત થાય.

આ પણ વાંચો : IPL 2024 : KKRનો બોલર પર્પલ કેપથી ચૂકી ગયો, હર્ષલ પટેલે બીજી વખત જીત્યો એવોર્ડ, આ લેજેન્ડની કરી બરાબરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">