સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે મયંક યાદવ કરતા પણ ઝડપી બોલર છે, અત્યાર સુધી નાખી છે માત્ર 1 ઓવર

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ આ આઈપીએલમાં પોતાના એક બોલરનો યોગ્ય રીતે ઉપયોગ કરી શક્યો નથી, સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે આ બોલર મયંક યાદવ કરતા વધુ ઝડપથી બોલ નાખે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે મયંક યાદવ કરતા પણ ઝડપી બોલર છે, અત્યાર સુધી નાખી છે માત્ર 1 ઓવર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2024 | 2:40 PM

આ વર્ષે IPL 2024માં અત્યાર સુધીમાં, કેટલાક ભારતીય યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને, ક્રિકેટ જગતના અનેક લોકોની નજરમાં આવ્યા છે. મયંક યાદવ તે ખેલાડીઓમાંથી એક છે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના ક્રિકેટ ખેલાડીઓ મયંક યાદવ વિશે વાત કરી રહ્યા છે. મયંક યાદવની ઝડપી બોલિંગના, ક્રિકેટ ક્ષેત્રના દરેક લોકો દિવાના થઈ ગયા છે.

લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતી વખતે મયંક યાદવે બે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બંને મેચમાં તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. આમ તો પહેલી જ મેચમાં ઝડપી બોલિંગ દ્વારા ઝળક્યા બાદ, બધા મયંક યાદવની ચર્ચા કરવા લાગ્યા છે. મયંક યાદવે RCB સામે 156.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી અને આ જ કારણ હતું કે તેણે ક્રિકેટ ક્ષેત્રના બધાને પ્રભાવિત કર્યા હતા.

પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પાસે ઉમરાન મલિક જેવો ઝડપી બોલર છે, જે મયંક યાદવ કરતાં પણ વધુ ઝડપથી બોલિંગ કરે છે. પરંતુ તેણે મયંક યાદવ કરતાં વધુ ઝડપી બોલિંગ કરતો હોવા છતા, આ સિઝનમાં તેને માત્ર એક જ ઓવર નાખવાની તક મળી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ઉમરાન મલિકને નથી મળી તક

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલની વર્તમાન સિઝનમાં વધુ ફોર્મમાં દેખાતી નથી. સાથોસાથ સનરાઇઝર્સ હૈદરાબાદે આ સિઝનમાં ઉમરાન મલિક જેવા ઝડપી બોલરનો યોગ્ય ઉપયોગ પણ કર્યો નથી. મયંક યાદવની જેમ ઉમરાન મલિક પણ તેની ઝડપી બોલિંગને કારણે ચર્ચામાં આવ્યો હતો. પરંતુ આ સિઝનમાં ઉમરાન મલિકનો જાદુ ચાહકોને હજુ સુધી દેખાયો નથી. ઉમરાન મલિક સતત 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે. વર્ષ 2022માં તેણે 157 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.

પેટ કમિન્સની કપ્તાની હેઠળ સનરાઇઝર્સ હૈદરાબાદની આ સિઝનમાં અત્યાર સુધીમાં રમાયેલ ત્રણ મેચમાંથી માત્ર એક જ મેચ જીતી શકી છે. જ્યારે તેઓએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું, પરંતુ મુંબઈની મેચમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું, જ્યાં તેમના સનરાઇઝર્સ હૈદરાબાદએ 278 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સને 246 રન તો બનાવવા નાખ્યાં હતા.

આના પરથી સ્પષ્ટ થાય છે કે સનરાઇઝર્સ હૈદરાબાદની બોલિંગ ઘણી નબળી છે. માત્ર આ મેચમાં જ કમિન્સે ઉમરાન મલિકને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવાની તક આપી હતી. જ્યાં તેણે માત્ર એક ઓવર ફેંકી હતી. આવી સ્થિતિમાં કમિન્સે ઉમરાન જેવા બોલરને તક આપવી જોઈએ.

ક્રિકેટમાં ઝડપ એ સૌથી મોટી શક્તિ

ઉમરાન મલિકની સૌથી મોટી તાકાત ઝડપ છે. જ્યારે તે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે, ત્યારે વિશ્વના સૌથી મોટા બેટ્સમેન તેના બોલ રમવામાં મુશ્કેલી અનુભવે છે. તે ઇનિંગ્સની શરૂઆતમાં ખતરનાક બોલિંગ કરે છે અને તે ખૂબ જ આર્થિક સાબિત થાય છે. 23 વર્ષીય સ્ટાર ફાસ્ટ બોલર ઉમરાને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 8 ODI મેચમાં 13 અને 8 T20 મેચમાં 11 વિકેટ ઝડપી છે.

IPLમાં શાનદાર પ્રદર્શન

ઉમરાન મલિકે આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે શાનદાર બોલિંગ કરી હતી. તેણે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે આઈપીએલની 25 મેચમાં 29 વિકેટ લીધી છે. આ સિવાય ઉમરાને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધી 7 મેચ રમી છે, જેમાં તેણે 1 વિકેટ ઝડપી છે. તે જ સમયે, તેણે 11 લિસ્ટ A મેચમાં 15 વિકેટ લીધી છે.

g clip-path="url(#clip0_868_265)">