
મયંક યાદવ
મયંક યાદવ એક ભારતીય ક્રિકેટર છે. તે સ્થાનિક ક્રિકેટમાં દિલ્હી માટે અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમે છે. તે એક બોલર છે જે જમણા હાથે ઝડપી બોલિંગ કરે છે અને જમણા હાથે બેટિંગ કરે છે.
મયંક યાદવ ભારતનો ફાસ્ટેસ્ટ બોલિંગ કરતો બોલર છે, જે સતત 150 kph થી વધુની સ્પીડથી બોલિંગ કરે છે. મયંક યાદવ ટીમ ઈન્ડિયાનો ફ્યૂચર ફાસ્ટ બોલિંગ સુપર સ્ટાર છે.
રિષભ પંત પછી 11 કરોડ રૂપિયાનો ખેલાડી LSGને ભારે પડ્યો, સંજીવ ગોએન્કાનો વિશ્વાસ તોડ્યો
અત્યાર સુધી, લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કા માટે રિષભ પંત 27 કરોડ રૂપિયામાં મોંઘો લાગતો હતો. પરંતુ હવે તેમની ટીમમાં 11 કરોડ રૂપિયાનો ખેલાડી IPLમાં સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે. અને હવે આ ખેલાડી LSG માટે બોજ સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
- Smit Chauhan
- Updated on: May 4, 2025
- 11:05 pm
IPL 2025 પહેલા મોટો ઝટકો, 11 કરોડ રૂપિયાની કિંમતનો આ ખેલાડી અડધી સિઝનમાંથી થયો બહાર
IPLની 18મી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સના એક સ્ટાર ખેલાડી ઈજાને કારણે 18મી સિઝનના પહેલા ભાગમાં રમી શકશે નહીં.
- Smit Chauhan
- Updated on: Mar 11, 2025
- 6:57 pm
IND vs BAN: શું મયંક યાદવ ગ્વાલિયર T20માં ડેબ્યૂ કરશે? જાણો કેવી હશે ભારતની પ્લેઈંગ 11
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ ગ્વાલિયરમાં રમાશે. આ સિરીઝમાં બધાની નજર ફાસ્ટ બોલર મયંક યાદવ પર છે. પરંતુ સવાલ એ છે કે તેને પ્લેઈંગ-11માં તક મળશે કે નહીં? જો મયંકની ફિટનેસ અંગેની શંકાઓ દૂર થઈ જાય છે, તો ચાહકો ગ્વાલિયરમાં મયંકની મજબૂત ફાસ્ટ બોલિંગ જોઈ શકશે.
- Smit Chauhan
- Updated on: Oct 5, 2024
- 7:33 pm