જમાઈ KL રાહુલને સુનિલ શેટ્ટીએ આપ્યો દગો ! સાથ છોડી આ પ્લેયરને કરવા લાગ્યા સપોર્ટ, જુઓ વીડિયો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024નું ગઈકાલથી શરૂ થઈ ગઈ છે.ચાહકો આતુરતાથી મેદાન પર તેમની ફેવરિટ ટીમની અન્ય ટીમ સાથે ટક્કરની રાહ જોઈ રહ્યા છે. જો કે, મેદાનની બહાર પણ, IPL સ્ટાર્સ ખાસ કરીને તેમની આકર્ષક જાહેરાતોથી હેડલાઇન્સ બનાવી રહ્યા છે. ત્યારે તેને લઈને એક વીડિયો સામે આવ્યો છે જેમાં સુનિલ શેટ્ટી એ પોતાના જમાઈ એકએલ રાહુલ સાથે દગો કર્યો છે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 શુક્રવારથી શરૂ થઈ ગઈ છે. જેમાં પહેલી મેચ RCB અને CSK વચ્ચે રમાઈ હતી. જેમાં CSKની ભવ્ય જીત થઈ છે. આ સાથે હવે ટુર્નામેન્ટને લઈને ક્રિકેટ ચાહકોમાં અપેક્ષા અને ઉત્સાહ આસમને પહોંચી રહ્યો છે. ચાહકો આતુરતાથી મેદાન પર તેમની ફેવરિટ ટીમની અન્ય ટીમ સાથે ટક્કરની રાહ જોઈ રહ્યા છે. જો કે, મેદાનની બહાર પણ, IPL સ્ટાર્સ ખાસ કરીને તેમની આકર્ષક જાહેરાતોથી હેડલાઇન્સ બનાવી રહ્યા છે.
ત્યારે તેને લઈને એક વીડિયો સામે આવ્યો છે જેમાં સુનિલ શેટ્ટી એ પોતાના જમાઈ કેએલ રાહુલ સાથે દગો કર્યો છે અને તેની જગ્યાએ રોહિત શર્માને પોતાનો દિકરો કહી રહ્યા છે. આ જોઈને રાહુલ પણ ખુબ નિરાશ થઈને ત્યાંથી ચાલ્યો જાય છે.
રોહીત માટે સુનિલ શેટ્ટીએ KLને આપ્યો દગો
તમને જણાવી દઈએ કે IPLના પ્રાયોજક ડ્રીમ 11 દ્વારા તાજેતરની આ ટુર્નામેન્ટને લઈને ઘણી એડ્સ બહાર પાડવામાં આવી છે જેમાં બોલિવૂડના દિગ્ગજ સુનીલ શેટ્ટીએ તેમના જમાઈ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને સપોર્ટ કરવાને બદલે ક્રિકેટ આઇકોન રોહિત શર્માને સપોર્ટ કરી રહ્યા છે. આ એડ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે જોકે આ એડની લોકો મજા લઈ રહ્યા છે.
Yeh Sharma ji ka beta yahan bhi sab le gaya! Iska badla toh main zaroor lunga @ImRo45! . .#Ad #Dream11 #TeamSeBadaKuchNahi pic.twitter.com/cvSSA55g3B
— K L Rahul (@klrahul) March 20, 2024
સુનીલ શેટ્ટીએ કહ્યું..શર્માજીનો પુત્ર હવે મારો પુત્ર !
એડમાં રોહિત શર્મા અને સુનિલ શેટ્ટી સાથે ડિનર કરી રહ્યા હોય છે અને તે સમયે કેએલ રાહુલ ટેબલ પાસે આવે છે. જો કે, તે કંઈ બોલે તે પહેલા રોહિત તેને અટકાવે છે અને કહે છે કે, “ફેમિલી ડિનર ચાલી રહ્યું છે.”
રોહિતની ટિપ્પણીથી ગભરાઈને, કેએલ તેના સસરા સુનીલ શેટ્ટી તરફ જુએ છે અને કહે છે “પાપા”.. ત્યારે સુનીલ શેટ્ટીએ રાહુલને ટ્રોલ કરતા કહે છે, “નો પાપા, જ્યાં સુધી ટુર્નામેન્ટ ચાલુ છે ત્યાં સુધી શર્મા જીનો પુત્ર મારો પુત્ર છે.” અને આમ સુનીલ શેટ્ટીના આમ બોલવાથી રાહુલ નિરાશ થઈ ત્યાંથી ચાલ્યો જાય છે. જોકે આ માત્ર રમુજી હેતુથી બનાવાયેલ એડ છે જેના પર લોકો ખુબ જ મજા લઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, એક્શનથી ભરપૂર ટૂર્નામેન્ટમાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) 24 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે તેના અભિયાનની શરૂઆત કરવા માટે તૈયાર છે. તે જ દિવસે, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે, જે ક્રિકેટની શ્રેષ્ઠતાની રોમાંચક સીઝન માટે સ્ટેજ સેટ કરશે.