હમ ભી કૂછ કમ નહીં ! મહિલા IPL મા શોભના આશાએ એક જ ઓવરમાં બાજી પલટી નાખી, યુપી વોરિયર્સના મ્હોમાંથી જીતનો કોળિયો છીનવી લીધો
વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ગઈકાલે રમાયેલી બીજી મેચ પણ પ્રથમ મેચની જેમ જ ભારે રોમાંચક રહેવા પામી હતી. મેચ છેલ્લી ઓવર સુધી ચાલી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત મેળવી. ચાલો જાણીએ આ બીજી હાઈ વોલ્ટેજ મેચનો ટર્નિંગ પોઈન્ટ શું હતો.
વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ગઈકાલે રમાયેલી બીજી મેચ પણ પ્રથમ મેચની જેમ જ ભારે રોમાંચક રહેવા પામી હતી. મેચ છેલ્લી ઓવર સુધી ચાલી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત મેળવી. ચાલો જાણીએ આ બીજી હાઈ વોલ્ટેજ મેચનો ટર્નિંગ પોઈન્ટ શું હતો.
વિમેન્સ પ્રીમિયર લીગ 2024 ની બીજી મેચ, ગઈકાલ શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે 24 ફેબ્રુઆરીએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ કોઈ રોમાંચથી ઓછી નહોતી. મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. પરંતુ છેલ્લી ઓવરમાં આવતાં આરસીબીએ 2 રનથી જીત મેળવી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 6 વિકેટે 157 રન બનાવ્યા હતા.
158 રનના ટાર્ગેટનો પીછો કરતા યુપી વોરિયર્સ 20 ઓવરમાં 7 વિકેટે 155 રન જ બનાવી શકી અને માત્ર 2 રનથી મેચ હારી ગઈ. જોકે, એક તબક્કા સુધી મેચ યુપી વોરિયર્સના હાથમાં હતી. પરંતુ એક ઓવરે આખી મેચ બદલી નાખી. તે ઓવર આરસીબીની બોલર શોભના આશા માટે મેચનો ટર્નિંગ પોઈન્ટ હતી. ચાલો તમને તે ઓવર વિશે વિગતવાર જણાવીએ.
શોભના આશાએ એક જ ઓવરમાં આખી રમત ફેરવી નાખી
16 ઓવર પછી યુપી વોરિયર્સનો સ્કોર 3 વિકેટે 126 રન હતો. તેમને જીતવા માટે 4 ઓવરમાં માત્ર 32 રનની જ આવશ્યકતા હતી. યુપી વોરિયર્સના હાથમાં હજુ પણ 7 વિકેટ હતી. માત્ર એક ચમત્કારથી જ આરસીબી અહીંથી મેચ જીતી શક્યું હોત. શોભના આશાએ બેંગ્લોર માટે આ ચમત્કાર સર્જયો.
શોભના આશા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે યુપી વોરિયર્સની ઇનિંગની 17મી ઓવર ફેંકી રહી હતી. આશાએ પોતાની ઓવરમાં માત્ર 2 રન આપ્યા અને 3 વિકેટ પણ લીધી. શોભના આશાએ ઓવરના પહેલા બોલ પર શ્વેતા સેહરાવતને આઉટ કરી હતી. તે 31 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
THREE wickets in an over
Triple treat from Asha Shobana and this match is heading down to the wire
Match Centre https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/IQ469MGFPC
— Women’s Premier League (WPL) (@wplt20) February 24, 2024
આ પછી, ઓવરના ચોથા બોલ પર, તેણીએ ગ્રેસ હેરિસને આઉટ કરી. જે ઝડપી 38 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ પછી આશાએ ઓવરના છેલ્લા બોલ પર કિરણ નવગીરેને પણ આઉટ કરી હતી. આ રીતે શોભનાએ એક જ ઓવરમાં આખી રમત બદલી નાખી. આ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. અહીંથી મેચ આરસીબી તરફ આવવા લાગી.
શોભના આશાએ પાંચ વિકેટ ઝડપી
શોભના આશાએ 5.50ની ઇકોનોમીથી બોલિંગ કરી અને યુપી વોરિયર્સ સામે તેની 4 ઓવરના સ્પેલમાં માત્ર 22 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. શોભના આશાના જોરદાર પ્રદર્શન માટે શોભના આશાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.