IPL 2024નો બીજો તબક્કો ભારતમાં નહીં રમાય! જાણો કયો દેશ હશે યજમાન?
IPL 2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે પરંતુ સંપૂર્ણ શેડ્યૂલ હજુ આવ્યું નથી. BCCIએ માત્ર 21 મેચનું શેડ્યુલ જાહેર કર્યું હતું. હવે સમાચાર છે કે IPLની બાકીની મેચો UAEમાં યોજવામાં આવી શકે છે. BCCIના ટોચના અધિકારીઓ આ અંગે ચર્ચા કરી રહ્યા છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન શરૂ થઈ રહી છે. IPLનું સંપૂર્ણ શિડ્યુલ હજુ આવ્યું નથી. BCCIએ માત્ર 21 મેચોના કાર્યક્રમની જાહેરાત કરી છે. તેનું કારણ આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી છે. હવે એવા સમાચાર છે કે BCCI IPLનો બીજો ભાગ ભારતની બહાર UAEમાં ખસેડી શકે છે.
BCCIના ટોચના અધિકારીઓ UAEમાં
એક અહેવાલમાં IPLની બાકીની મેચોના આયોજન અંગે માહિતી આપવામાં આવી છે. જર્મ જણાવવામાં આવ્યું છે કે BCCIના કેટલાક ટોચના અધિકારીઓ હાલમાં યુએઈમાં છે અને બાકીની IPL મેચો ભારતની બહાર ખસેડવી જોઈએ કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
IPLની બાકીની મેચો UAEમાં યોજશે?
ચૂંટણી પંચે શનિવારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ પછી હવે IPLની બાકીની મેચોના શેડ્યૂલ અંગે નિર્ણય લેવામાં આવશે. જોકે ચૂંટણીના કારણે BCCIને IPLના આયોજનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર ભારતીય બોર્ડ IPLના બીજા ફેઝને ભારતની બહાર યોજવાનું વિચારી રહ્યું છે.
UAEમાં આયોજનની શક્યતાઓ
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શનિવારે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે અને તે પછી BCCI IPLની બાકીની મેચોના શેડ્યૂલ અંગે નિર્ણય લેશે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે હાલમાં BCCIના કેટલાક ટોચના અધિકારીઓ દુબઈમાં છે અને ત્યાં IPLના બીજા હાફના આયોજનની શક્યતાઓ શોધી રહ્યા છે.
ભારતની બહાર રમાય તો મેચો વચ્ચે ગેપ થઈ શકે
અત્યાર સુધી BCCIએ 22 માર્ચથી 7 એપ્રિલ સુધીની મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બાકીની મેચોની હજુ રાહ જોવાઈ રહી છે. જો સેકન્ડ હાફ ભારતની બહાર રમાય તો મેચો વચ્ચે ગેપ થઈ શકે છે. એવી પણ શક્યતા છે કે IPL છેલ્લા તબક્કા માટે ભારતમાં પાછી આવી શકે છે એટલે કે પ્લેઓફ અને ફાઈનલ ભારતમાં જ યોજાશે.
આ પહેલા પણ ભારતની બહાર થયું છે આયોજન
જ્યારે પણ લોકસભાની ચૂંટણી થાય છે ત્યારે IPLના આયોજનમાં સમસ્યા સર્જાય છે. 2009માં જ્યારે બીજી IPL સિઝન થઈ ત્યારે સમગ્ર લીગ દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી. આ પછી, જ્યારે 2014 માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે IPLનો પહેલો ભાગ UAEમાં યોજવામાં આવ્યો હતો અને બીજો ભાગ ભારતમાં રમાયો હતો. જો કે, 2019 માં, લોકસભા ચૂંટણી પછી પણ, સમગ્ર IPL ભારતમાં જ યોજાઈ હતી. કોવિડના સમયમાં પણ BCCIએ UAEમાં IPLનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો : શું ધોની સિઝનની શરૂઆત પહેલા ટીમની આ મોટી સમસ્યાનો સામનો કરી શકશે?