AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : લાઈવ મેચમાં બોલ વાગવાથી પક્ષીનું મોત, બેટ્સમેનના જોરદાર શોટથી સર્જાયો અકસ્માત

બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સ અને સિડની સિક્સર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન એક અકસ્માત થયો હતો. બોલ સીગલ પક્ષી સાથે અથડાતા જ બધાના હોશ ઉડી ગયા. બેટ્સમેનના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી, જ્યારે દર્શકો પણ નિરાશ હતા.

Video : લાઈવ મેચમાં બોલ વાગવાથી પક્ષીનું મોત, બેટ્સમેનના જોરદાર શોટથી સર્જાયો અકસ્માત
Big Bash LeagueImage Credit source: Robert Cianflone/Getty Images
| Updated on: Jan 09, 2025 | 7:16 PM
Share

ક્રિકેટ હોય કે અન્ય કોઈ રમત, મેદાન કે કોર્ટ પર રમાતી આવી કોઈ પણ રમતમાં કોઈને કોઈ પ્રકારના નાના અકસ્માતો વારંવાર બનતા હોય છે. મોટાભાગે એવું બને છે કે ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બિગ બેશ લીગમાં એવો અકસ્માત થયો હતો, જેમાં કોઈ ખેલાડી નહીં પરંતુ એક પક્ષી ખરાબ રીતે ઘાયલ થઈ ગયું હતું. મેલબોર્ન સ્ટાર્સ અને સિડની સિક્સર્સ વચ્ચે રમાયેલી મેચમાં આ દુર્ઘટના થઈ હતી.

બિગ બેશ લીગમાં બની દુર્ધટના

આ BBL મેચ ગુરુવાર 9 જાન્યુઆરીએ મેલબોર્નમાં રમાઈ રહી હતી. જ્યારે સિડની સિક્સર્સની ટીમ આ મેચમાં બેટિંગ કરી રહી હતી ત્યારે તેના બેટ્સમેન જેમ્સ વિન્સના શોટને કારણે આ અકસ્માત થયો હતો. સિડનીની ટીમ 157 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી અને તે સમયે વિન્સ બેટિંગ માટે ક્રિઝ પર હાજર હતો. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર જોએલ પેરિસ ઈનિંગની 10મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો અને તે જ ઓવરના પાંચમા બોલ પર આ અકસ્માત થયો હતો.

જેમ્સ વિન્સનો પાવરફુલ શોટ બોલ પક્ષીને વાગ્યો

વિન્સે આ બોલને સીધી બાઉન્ડ્રી તરફ રમ્યો હતો. બોલ થોડો સમય હવામાં હતો પરંતુ સીગલ પક્ષીઓનું મોટું ટોળું બાઉન્ડ્રી પાસે બેઠું હતું. બસ આ સમય દરમિયાન જ ઝડપથી આવતો દડો આમાંથી એક પક્ષી પર સીધો પડ્યો. દડો સીગલને અથડાતાં જ તેના પીંછાના ચીથડા ઉડી ગયા અને જમીન પર વેરવિખેર થઈ ગયા. ઘાયલ સીગલ વેદનાથી તડપી રહ્યું હતું, જ્યારે બાકીનું ટોળું હવામાં ઉડી ગયું. બોલ બાઉન્ડ્રી પાર ગયો અને 4 રન મળ્યા. જેમ્સ વિન્સે આ દ્રશ્ય જોયું કે તરત જ તેના ચહેરા પર ઘાયલ સીગલની ચિંતા દેખાવા લાગી. ખેલાડીઓની સાથે દર્શકો અને કોમેન્ટેટરો પણ ચોંકી ગયા હતા અને નિરાશ થયા હતા. મળતી માહિતી મુજબ આ સીગલનું મોત થયું છે.

અગાઉ પણ અકસ્માતો થયા છે

ઓસ્ટ્રેલિયામાં આ રીતે મેચ દરમિયાન બોલ વાગવાથી પક્ષી ઈજાગ્રસ્ત થયા હોય તેવી આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવા કેટલાક અકસ્માતો થયા છે. હકીકતમાં, ડિસેમ્બર-જાન્યુઆરી મહિના દરમિયાન, સીગલ પક્ષીઓના ટોળા ઓસ્ટ્રેલિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડે છે. આવી પરિસ્થિતિઓમાં, ક્યારેક તેમના ટોળાં મેલબોર્ન અને કેટલાક અન્ય મેદાનોમાં પણ પહોંચી જાય છે. આના કારણે આવા અકસ્માતોનો ખતરો તો રહે જ છે, પરંતુ તેનાથી ખેલાડીઓને પણ મુશ્કેલી થાય છે.

બેન ડકેટે એક સરળ કેચ છોડી દીધો

આ જ મેચ દરમિયાન મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના મેદાનમાં સીગલનું ટોળું હાજર હતું અને એક ભાગથી બીજા ભાગ તરફ સતત ઉડતું હતું. આ કારણે એક વખત મેલબોર્નના ખેલાડી બેન ડકેટે એક સરળ કેચ છોડી દીધો હતો, કારણ કે તે સમયે સીગલ પક્ષીઓ મેદાનમાં ઉડી રહ્યા હતા.

આ પણ વાંચો: એક ઓવરમાં 7 ચોગ્ગા, આ ભારતીય બોલરે ખરાબ બોલિંગની તમામ હદ તોડી નાખી, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">