રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને તેના કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson)વચ્ચે બધુ બરાબર નથી. અહેવાલો અનુસાર, સંજુ સેમસન હવે આ ટીમ માટે રમવા માંગતો નથી અને તેણે તેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. સંજુ સેમસન નથી ઈચ્છતો કે રાજસ્થાન રોયલ્સ તેને જાળવી રાખે.
મીડિયા રિપોર્ટ અનુસાર, સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીથી નારાજ છે અને તેણે આ ટીમના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટને અનફોલો કરી દીધા છે. સંજુ સેમસન અને રાજસ્થાન રોયલ્સે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
રાજસ્થાન રોયલ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમ પોતે નથી જાણતી કે સંજુ સેમસને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને કેમ અનફોલો કર્યું. સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે અને ટીમ તેને જાળવી રાખવા માંગે છે પરંતુ એવા અહેવાલો છે કે સંજુ સેમસન હવે આ ટીમ માટે રમવા માંગતો નથી.
સંજુ સેમસન IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. સેમસન ચેન્નાઈ માટે ધોનીની જગ્યા એ બની શકે છે. ધોની, જે હવે ચેન્નાઈ સાથે એક ખેલાડી તરીકે નહી હોય તો, તે તેની જગ્યાએ વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકા ભજવી શકે છે.
જણાવી દઈએ કે સંજુ સેમસને હંમેશા રાજસ્થાન રોયલ્સ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. સંજુ સેમસને દરેક સિઝનમાં 300થી વધુ રન બનાવ્યા છે અને 2021માં રાજસ્થાને સારૂ પ્રદર્શન ન કર્યું હોવા છતાં સેમસને ટીમ માટે સૌથી વધુ 484 રન બનાવ્યા.
IPL 2022 Mega Auction