PBKS vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની 27મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો પંજાબ કિંગ્સ સામે છે. IPL 2023ની આ મેચ મોહાલીમાં રમાઈ રહી છે.
IPLમાં આજે પંજાબ કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. આરસીબીની ટીમ પાંચમાંથી ત્રણ મેચ હારી ચૂકી છે અને આ મેચમાં તે જીતના પાટા પર પરત ફરવા માંગશે. સાથે જ પંજાબનો પ્રયાસ ચોથો સ્થાન મેળવવાનો રહેશે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીસની જોડીએ ફરી એકવાર આરસીબીને સારી શરૂઆત અપાવી છે. બંને ઝડપી ગતિએ રન બનાવી રમ્યા હતા અને પોતાની ટીમને મોટા સ્કોર તરફ લઈ ગઈ હતી.RCBએ પંજાબ કિંગ્સને જીતવા માટે 175નો ટાર્ગેટ આપ્યો છે.
RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસીએ શાનદાર બેટિંગ કરતા તેની IPL કરિયરની 29મી અડધી સદી પૂરી કરી છે. હાલમાં તે પોતાની ટીમ માટે 31 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 50 રન બનાવીને રમી રહ્યો છે.
આ પણ વાંચો :IPL 2023: રાજસ્થાને પિછો શરુ કરતા અશ્વિને કહેલા બોલ સાચા ઠર્યા, ઈનીંગ બ્રેકમાં ’10 રન’ ની કહી હતી વાત!
વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીસ વચ્ચે શાનદાર ભાગીદારી જોવા મળી હતી. RCBનો સ્કોર 11 ઓવરમાં જ વિના નુકસાન 100 રનની નજીક પહોંચી ગયો હતો,રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પહેલો ઝટકો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો હતી. કોહલી 47 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 59 રન બનાવીને હરપ્રીત બ્રારનો શિકાર બન્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પણ કોહલીના આઘાતમાંથી બહાર નીકળી શકી ન હતી કે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્લેન મેક્સવેલ પણ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. બીજો ઝટકો લાગ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને કેપ્ટન ફાફ ડુપ્લેસીના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે.
ઇનિંગ્સની શરૂઆત કરતા ડુપ્લેસી 56 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 84 રન બનાવીને નાથન એલિસનો શિકાર બન્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને ચોથો ઝટકો વિકેટકીપર ખેલાડી દિનેશ કાર્તિકના રૂપમાં લાગ્યો છે. ચોથા નંબર પર બેટિંગ કરી રહેલો કાર્તિક એક ચોગ્ગાની મદદથી પાંચ બોલમાં સાત રન બનાવીને અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો.
મોહાલીમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ નિર્ધારિત ઓવરોમાં ચાર વિકેટ ગુમાવીને 177 રન બનાવી શકી હતી. ટીમ માટે ઈનિંગની શરૂઆત કરતા કેપ્ટન ફાફ ડુપ્લેસીએ 56 બોલમાં 84 રનની સૌથી વધુ અડધી સદીની ઈનિંગ્સ રમી હતી. આ સિવાય કોહલીએ પણ અડધી સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં 59 રનનું યોગદાન આપ્યું હતું.
બંન્ને ટીમની પ્લેઈંગ ઈલેવન
આરસીબીની પ્લેઈંગ ઈલેવન વિરાટ કોહલી ( કેપ્ટન), ફાફ ડુ પ્લેસિસ, મહિપાલ લોમરોર , ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ એસ પ્રભુદેસાઈ.
પંજાબ કિંગ્સ: અથર્વ તાઈડે, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ ભાટિયા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન (કેપ્ટન), જીતેશ શર્મા (ડબલ્યુકેન), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, નાથન એલિસ, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…