RCB vs KKR Live Score, IPL 2024 : IPL 2024 : ઘરઆંગણે મેચ જીતવાની પરંપરા 10મી મેચમાં તુટી, બેંગલુરુમાં 07 વિકેટે કોલકત્તા જીત્યું

| Updated on: Mar 29, 2024 | 11:04 PM

Royal Challengers Bangalore vs Kolkata Knight Riders Live Score in gujarati : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2024 માં તેની ત્રીજી મેચ શુક્રવારે બેંગલુરુમાં KKR સામે રમશે. RCB અને KKR એ 1-1 મેચ જીતી છે.

RCB vs KKR Live Score, IPL 2024 : IPL 2024 : ઘરઆંગણે મેચ જીતવાની પરંપરા 10મી મેચમાં તુટી, બેંગલુરુમાં 07 વિકેટે કોલકત્તા જીત્યું

IPL 2024 ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે શુક્રવારે બેંગલુરુમાં રમાશે. બંને ટીમોએ તેમની અગાઉની મેચો જીતી છે, તેથી આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ શકે છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદને કોલકાતા નાઈટ રાઈડર્સે 4 રને હરાવ્યું હતું. જો કે, ચાલુ સિઝનમાં, બંને ટીમોની ટોપ અને મિડલ ઓર્ડરની બેટિંગ સાથે સમસ્યાઓ યથાવત છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Mar 2024 10:50 PM (IST)

    RCB vs KKR Live ScoreKKR એ RCB ને 7 વિકેટે હરાવ્યું, શ્રેયસ અય્યરે સિક્સ ફટકારીને અપાવી જીત

    IPL 2024 ની 10મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સાત વિકેટે હરાવ્યું છે. કોલકાતાની આ સતત બીજી જીત છે, જ્યારે RCB ત્રણમાંથી બે મેચ હારી છે.

  • 29 Mar 2024 10:40 PM (IST)

    RCB vs KKR Live Score

    કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ જીતની નજીક છે. જો ટીમ આ મેચ જીતવામાં સફળ રહે છે, તો આ ટૂર્નામેન્ટમાં ટીમની સતત બીજી જીત હશે, જ્યારે RCB બીજી મેચમાં હારી જશે.

  • 29 Mar 2024 10:39 PM (IST)

    RCB vs KKR Live Score: વેંકટેશ અય્યરની 50 રન બનાવી થયો આઉટ

    16 મી ઓવરમાં KKR no બેસ્ટમેન વેંકટેશ અય્યર 50 રન બનાવી આઉટ થયો. વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો છે.

  • 29 Mar 2024 10:28 PM (IST)

    RCB vs KKR Live Score: કોલકાતાને જીતવા માટે 46 રનની જરૂર

    કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 48 બોલમાં 46 રનની જરૂર છે. કોલકાતાએ 12 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા છે. ઐયર અને વેંકટેશ ક્રિઝ પર છે.

  • 29 Mar 2024 10:25 PM (IST)

    RCB vs KKR Live Score: કોલકાતા નાઈટ રાઈડર્સ 132/2 (ટાર્ગેટ 182/6)

    જોસેફને અય્યર સામે શોર્ટ બોલમાં વેંકટેશ ઐયરે મોટાભાગની સ્ટ્રાઇક લીધી અને તે ઓવરમાં 20 રન ફટકાર્યા. જોસેફ માટે હવે આ સળંગ ત્રીજી નબળી ઓવર હતી.

  • 29 Mar 2024 10:15 PM (IST)

    RCB vs KKR Live Score: 9 ઓવરમાં 100 રન પૂર્ણ

    KKRએ માત્ર 9 ઓવરમાં 100 રન પૂરા કરી લીધા છે. શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યર ક્રિઝ પર રમી રહ્યા હતા.

  • 29 Mar 2024 10:05 PM (IST)

    RCB vs KKR Live Score: ફિલિપ સોલ્ટ 30 રન બનાવી થયો આઉટ

    KKR નો બેટ્સમેન ફિલિપ સોલ્ટે આવતાની સાથે જ સારી બેટિંગ કરી હતી. જોકે વિજયકુમાર વૈશકની બોલિંગમાં ગ્રીનના હાથે કેચ આઉટ થયો.

  • 29 Mar 2024 09:57 PM (IST)

    RCB vs KKR Live Score: અડધી સદી પહોંચતા રહી ગયો સુનિલ નારાયણ

    RCB ના બોલરે સુનિલ નારાયણને અડધી સદીએ પણ ન પહોંચવા દીધો. KKR ની આ પ્રથમ વિકેટ પડી હતી. જોકે ફિલિપ સોલ્ટ હજી ક્રિઝ પર છે.

  • 29 Mar 2024 09:50 PM (IST)

    RCB vs KKR Live Score: પાવરપ્લેમાં KKR એ બનાવ્યા 6 રન

    પાવર પ્લેમાં KKR ની ટીમના ઓપનર ખેલાડી ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણે 85 રન બનાવ્યા. છગ્ગા અને ચોગ્ગાના વરસાદ વડે 6 જ ઓવરમાં આ રન બનાવ્યા હતા.

  • 29 Mar 2024 09:43 PM (IST)

    RCB vs KKR Live Score: કોલકાતાનો સ્કોર 50ને પાર

    કોલકાતા નાઈટ રાઈડર્સે 4 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 52 રન બનાવ્યા છે. ફિલ સોલ્ટ 13 બોલમાં 25 રન, સુનીલ નારાયણ 11 બોલમાં 22 રન સાથે રમી રહ્યો છે.

  • 29 Mar 2024 09:26 PM (IST)

    RCB vs KKR Live Score: KKRના બેટ્સમેને પ્રથમ ઓવરમાં બનાવ્યા 18 રન

    પ્રથમ ઓવરમાં ફિલિપ સોલ્ટ અને સુનીલ નારાયણ બેટિંગ પર છે, જોકે પહેલી જ ઓવરમાં આ જોડીએ 18 રન ફટકાર્યા હતા.

  • 29 Mar 2024 09:08 PM (IST)

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ ઇનિંગમાં 182 રન બનાવ્યા

    RCB Vs KKR લાઈવ સ્કોર- કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. બેંગલુરુ તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 83 રન બનાવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી હર્ષિત રાણા અને આન્દ્રે રસેલે 2-2 વિકેટ લીધી હતી.

  • 29 Mar 2024 08:56 PM (IST)

    RCB vs KKR Live Score: 18 ઓવર બાદ આરસીબીનો સ્કોર

    હર્ષિત રાણાએ 18મી ઓવરમાં અનુજ રાવતને આઉટ કર્યો હતો. આરસીબીએ 151 રનમાં પાંચમી વિકેટ ગુમાવી છે. રાવત માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. KKR એ શાનદાર વાપસી કરી છે. રાણાએ આ ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા હતા.

  • 29 Mar 2024 08:54 PM (IST)

    RCB vs KKR Live Score: અનુજ રાવત થયો આઉટ

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 18મી ઓવરમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. હર્ષિત રાણાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. અનુજે ત્રણ બોલમાં ત્રણ રન બનાવ્યા હતા.

  • 29 Mar 2024 08:52 PM (IST)

    RCB vs KKR Live Score: 17 ઓવર બાદ આરસીબીનો સ્કોર

    આન્દ્રે રસેલે 17મી ઓવરમાં રજત પાટીદારને પેવેલિયન મોકલી દીધો હતો. તે ચાર બોલમાં માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. કોહલી 50 બોલમાં 69 રન બનાવીને રમી રહ્યો છે. 17 ઓવર પછી આરસીબીનો સ્કોર 4 વિકેટે 148 રન છે.

  • 29 Mar 2024 08:48 PM (IST)

    RCB vs KKR Live Score: આરસીબીને ચોથો ઝટકો લાગ્યો

    RCBને ચોથો ફટકો રજત પાટીદારના રૂપમાં લાગ્યો હતો અને તે 3 રન બનાવીને રસેલના બોલ પર રિંકુ સિંહના હાથે કેચ આઉટ થયો હતો. RCB ટીમને 150 રન પહેલા ચોથો ઝટકો લાગ્યો છે. બીજા છેડે વિરાટ કોહલી સતત રન બનાવતો જોવા મળે છે.

  • 29 Mar 2024 08:47 PM (IST)

    RCB vs KKR Live Score: કોહલી મચાવી રહ્યો છે ધૂમ

    16 ઓવર રમાઈ ગઈ છે અને વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટ 67 પર પહોંચી ગયો છે. RCBએ સ્કોર બોર્ડ પર 3 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા છે.

  • 29 Mar 2024 08:45 PM (IST)

    RCB vs KKR Live Score: સ્ટાર્કે 16મી ઓવરમાં માત્ર 7 રન આપ્યા

    મિચેલ સ્ટાર્કે 16મી ઓવરમાં માત્ર સાત રન આપ્યા હતા. સ્ટાર્કે પાંચ બોલમાં ત્રણ રન આપ્યા હતા, પરંતુ વિરાટે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આરસીબીનો સ્કોર 16 ઓવરમાં ત્રણ વિકેટે 141 રન છે. કોહલી 48 બોલમાં 67 રન અને પાટીદાર બે બોલમાં બે રન પર છે.

  • 29 Mar 2024 08:36 PM (IST)

    RCB vs KKR Live Score: ગ્લેન મેક્સવેલ આઉટ

    RCBની ત્રીજી વિકેટ 15મી ઓવરમાં 124ના સ્કોર પર પડી હતી. ગ્લેન મેક્સવેલ 19 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. તેને સુનીલ નારાયણે આઉટ કર્યો હતો. 15 ઓવર પછી બેંગલુરુનો સ્કોર ત્રણ વિકેટે 134 રન છે.

  • 29 Mar 2024 08:34 PM (IST)

    RCB vs KKR Live Score: મેક્સવેલ મચાવી ધૂમ

    હર્ષિત રાણાએ 14મી ઓવર નાખી. આ ઓવરમાં કુલ 15 રન આવ્યા હતા. મેક્સવેલે રાણા પર એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. 14 ઓવર પછી બેંગલુરુનો સ્કોર બે વિકેટે 124 રન છે. કોહલી 39 બોલમાં 53 રન બનાવીને રમતમાં છે. મેક્સવેલ 18 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યા છે.

  • 29 Mar 2024 08:28 PM (IST)

    RCB vs KKR Live Score: 13 ઓવર પછી આરસીબીનો સ્કોર

    13 ઓવર પછી આરસીબીનો સ્કોર બે વિકેટે 109 રન છે. કોહલી 38 બોલમાં 52 રન અને મેક્સવેલ 13 બોલમાં 14 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 24 બોલમાં 27 રનની ભાગીદારી છે.

  • 29 Mar 2024 08:26 PM (IST)

    RCB vs KKR Live Score: વરુણ ચક્રવર્તીની ઓવરમાં 17 રન આવ્યા

    વરુણ ચક્રવર્તીએ 12મી ઓવર નાખી. આ ઓવરમાં કિંગ કોહલીએ સિક્સર ફટકારી હતી. ગ્લેન મેક્સવેલે બે ચોગ્ગા ફટકાર્યા હતા. 12 ઓવર પછી આરસીબીનો સ્કોર બે વિકેટે 104 રન છે. કોહલી 36 બોલમાં 50 રન અને મેક્સવેલ 9 બોલમાં 11 રન બનાવીને રમી રહ્યા છે.

  • 29 Mar 2024 08:24 PM (IST)

    RCB vs KKR Live Score: કોહલીની અડધી સદી

    વિરાટ કોહલીએ 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને આ દરમિયાન તેને 3 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. RCBએ 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા છે અને મેક્સવેલ કોહલીને સપોર્ટ કરી રહ્યો છે.

  • 29 Mar 2024 08:21 PM (IST)

    RCB vs KKR Live Score: 11 ઓવર પછી આરસીબીનો સ્કોર

    11 ઓવર પછી બેંગલુરુનો સ્કોર બે વિકેટે 87 રન છે. રસેલે 11મી ઓવરમાં માત્ર બે રન આપ્યા હતા. કિંગ કોહલી 34 બોલમાં 43 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધીમાં તેને બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે ગ્લેન મેક્સવેલ એક રન પર છે.

  • 29 Mar 2024 08:18 PM (IST)

    RCB vs KKR Live Score: 10 ઓવર પછી આરસીબીનો સ્કોર

    10 ઓવર પછી બેંગલુરુનો સ્કોર બે વિકેટે 85 રન છે. કિંગ કોહલી 31 બોલમાં 42 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધીમાં તેને બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે ગ્લેન મેક્સવેલ ક્રિઝ પર છે.

  • 29 Mar 2024 08:14 PM (IST)

    RCB vs KKR Live Score: આરસીબીની બીજી વિકેટ પડી

    આન્દ્રે રસેલને KKR માટે બીજી સફળતા મળી અને તેને ઝડપી બેટિંગ કરી રહેલા કેમેરોન ગ્રીનને આઉટ કર્યો. આ મેચમાં ગ્રીને 21 બોલમાં 33 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેને 2 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. હવે મેક્સવેલ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

  • 29 Mar 2024 08:07 PM (IST)

    RCB vs KKR Live Score: કોહલીએ ફટકારી સિક્સ

    8 ઓવર પછી આરસીબીનો સ્કોર એક વિકેટે 74 રન છે. કિંગ કોહલી 25 બોલમાં 39 રન અને ગ્રીન 17 બોલમાં 26 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 36 બોલમાં 57 રનની ભાગીદારી છે.

  • 29 Mar 2024 08:05 PM (IST)

    RCB vs KKR Live Score: 7 ઓવર પછી આરસીબીનો સ્કોર

    7 ઓવર પછી આરસીબીનો સ્કોર એક વિકેટે 64 રન છે. અંકુલ રોયે તેની બીજી ઓવરમાં પણ માત્ર ત્રણ રન આપ્યા હતા. કિંગ કોહલી 20 બોલમાં 30 રન અને ગ્રીન 16 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો છે.

  • 29 Mar 2024 08:01 PM (IST)

    RCB vs KKR Live Score: ગ્રીને સુનીલ નારાયણની ઓવરમાં મચાવી ધૂમ

    પાવરપ્લે આરસીબીના નામે હતો. ગ્રીને છઠ્ઠી ઓવરમાં સુનીલ નારાયણ પર હુમલો કર્યો. સુનીલ નારાયણે પ્રથમ ત્રણ બોલમાં એક રન આપ્યો હતો. ત્યારપછીના ત્રણ બોલ પર ગ્રીને બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 6 ઓવર પછી આરસીબીનો સ્કોર એક વિકેટે 61 રન છે. કિંગ કોહલી 18 બોલમાં 28 રન અને ગ્રીન 12 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યા છે.

  • 29 Mar 2024 07:56 PM (IST)

    RCB vs KKR Live Score: અંકુલે આરસીબીના રન પર લગાવી બ્રેક

    અંકુલ રોયે પાંચમી ઓવર નાખી. આ ઓવરમાં માત્ર ત્રણ રન આવ્યા હતા. 5 ઓવર પછી આરસીબીનો સ્કોર એક વિકેટે 46 રન છે. કિંગ કોહલી 17 બોલમાં 27 રન અને કેમરન ગ્રીન સાત બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 18 બોલમાં 29 રનની ભાગીદારી થઈ હતી.

  • 29 Mar 2024 07:53 PM (IST)

    RCB vs KKR Live Score: આરસીબીનો સ્કોર 43/1

    4 ઓવર પછી બેંગલુરુનો સ્કોર એક વિકેટે 43 રન છે. વિરાટ કોહલી 15 બોલમાં 26 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધીમાં તેને બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે કેમરોન ગ્રીન ત્રણ બોલમાં આઠ રન પર છે. તેણે બે ચોગ્ગા ફટકાર્યા છે.

  • 29 Mar 2024 07:51 PM (IST)

    RCB vs KKR Live Score: સ્ટાર્કની ઓવરમાં 17 રન આવ્યા

    ત્રીજી ઓવરમાં વિરાટ કોહલીએ મિચેલ સ્ટાર્કનો સામનો કર્યો હતો. કોહલીએ સ્ટાર્ક પર એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 17 રન આવ્યા હતા. 3 ઓવર પછી આરસીબીનો સ્કોર એક વિકેટે 38 રન છે. કિંગ કોહલી 11 બોલમાં 21 રન અને કેમરન ગ્રીન એક બોલમાં ચાર રન બનાવીને રમી રહ્યો છે.

  • 29 Mar 2024 07:45 PM (IST)

    RCB vs KKR Live Score: આરસીબીને પહેલો ઝટકો લાગ્યો

    કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને માત્ર 8 રનના સ્કોર પર આઉટ થયો છે. હર્ષિત રાણાએ આઉટ કર્યો હતો. ફેફ ફરી એકવાર આરસીબીના ફેન્સને નિરાશ કરીને પેવેલિયન પરત ફરી રહ્યો છે.

  • 29 Mar 2024 07:39 PM (IST)

    RCB vs KKR Live Score:પ્રથમ ઓવરમાં 7 રન આવ્યા

    વિરાટ કોહલીએ પ્રથમ ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. મિચેલ સ્ટાર્કની ઓવરમાં કુલ સાત રન આવ્યા હતા. કોહલી 6 રને અને પ્લેસિસ એક રન પર છે.

  • 29 Mar 2024 07:13 PM (IST)

    RCB vs KKR Live Score: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ ઈલેવન

    વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (C), કેમરોન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત (W), દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ

  • 29 Mar 2024 07:12 PM (IST)

    RCB vs KKR Live Score: કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન

    ફિલિપ સોલ્ટ (W), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (C), રમનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

  • 29 Mar 2024 07:03 PM (IST)

    RCB vs KKR Live Score: KKR એ જીત્યો ટોસ

    કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રથમ બેટિંગ કરશે.

  • 29 Mar 2024 06:49 PM (IST)

    બેંગલોરમાં ઘરઆંગણે છેલ્લી મેચ RCB જીતી હતી

    બેંગલુરુ અને કોલકાતા વચ્ચેની મેચનો ટોસ હવેથી થોડા સમય બાદ થશે. આ સીઝનની આ 10મી મેચ છે, જે RCBના ઘરે રમાઈ રહી છે. ઘરઆંગણે રમાયેલી તેની છેલ્લી મેચ આરસીબીએ જીતી હતી.

  • 29 Mar 2024 06:44 PM (IST)

    RCB vs KKR હેડ To હેડ

    2023 – KKR , 21 રને જીત

    2023 – KKR ,  81 રને જીત

    2022 – RCB , 3 રને જીત

    2021 – KKR , 4 વિકેટથી જીત

    2021 – KKR  9 વિકેટથી જીત

  • 29 Mar 2024 06:32 PM (IST)

    KKR આ ખેલાડીઓ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા

    RCB vs KKR Live score: IPL 2024માં બેટ્સમેનોનું ફોર્મ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પણ ચિંતાનો વિષય છે. સુકાની શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, સુનીલ નારાયણ અને નીતિશ રાણા પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. છેલ્લી મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર રમનદીપ સિંહ, રિંકુ સિંહ અને આન્દ્રે રસેલ છઠ્ઠા, સાતમા અને આઠમા સ્થાને બેટિંગ કરીને ટીમને સારા સ્કોર સુધી લઈ જવામાં સફળ રહ્યા હતા.

Published On - Mar 29,2024 6:30 PM

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">