ઓસ્ટ્રેલિયાના સૌથી ખતરનાક ખેલાડી અંગે મોટો ખુલાસો, સત્ય જાણી હેરાન થઈ જશો

|

Jun 26, 2024 | 10:10 AM

મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાના સૌથી ખતરનાક બોલરોમાંથી એક છે. શ્રેષ્ઠ બેટ્સમેન પણ તેની સામે લમબો સમય ટકી શકતા નથી, પરંતુ શું તમે જાણો છો કે તે કેવો વ્યક્તિ છે અને તે તેના સાથી ખેલાડીઓ સાથે કેવો વ્યવહાર કરે છે? તેના IPL ટીમના સાથી ખેલાડી નીતિશ રાણાએ આ અંગે ખુલાસો કર્યો છે.

ઓસ્ટ્રેલિયાના સૌથી ખતરનાક ખેલાડી અંગે મોટો ખુલાસો, સત્ય જાણી હેરાન થઈ જશો

Follow us on

મિશેલ સ્ટાર્કને બિગ ગેમ પ્લેયર (મોટી મેચનો ખેલાડી) કહેવામાં આવે છે. તે ઘણીવાર મહત્વપૂર્ણ મેચોમાં ખતરનાક બોલિંગ કરે છે અને ઓસ્ટ્રેલિયા માટે શાનદાર પ્રદર્શન કરે છે. તેનું ઉદાહરણ તાજેતરમાં IPL 2024ના પ્લેઓફ અને ફાઈનલમાં જોવા મળ્યું હતું. આખી સિઝનમાં ફ્લોપ રહેલા સ્ટાર્કે આ મેચોમાં વિરોધી ટીમના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. હાલમાં તે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે T20 વર્લ્ડ કપ 2024 રમવામાં વ્યસ્ત છે. આ દરમિયાન તેની IPL ટીમના સાથી નીતિશ રાણાએ તેના વિશે મોટો ખુલાસો કર્યો છે.

સ્ટાર્ક ઓસ્ટ્રેલિયન નથી?

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને સામાન્ય રીતે અસંસ્કારી અને ખરાબ વર્તન કરનાર ખેલાડી માનવામાં આવે છે, તે ઘણીવાર વિરોધી ટીમના ખેલાડીઓ સાથે સ્લેજિંગ કરે છે. ભારતીય ખેલાડીઓ મેદાન પર ઘણી વખત આનો સામનો કરી ચૂક્યા છે. દરમિયાન IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી મિશેલ સ્ટાર્ક સાથે રમી ચૂકેલા નીતિશ રાણાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે સ્ટાર્કના આગમન પહેલા તે તેના વિશે અન્ય ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની જેમ વિચારતો હતો, પરંતુ તે બિલકુલ ઓસ્ટ્રેલિયન નથી. નીતિશે ખુલાસો કર્યો કે સ્ટાર્ક ખૂબ જ શાંત અને નિર્દોષ વ્યક્તિ છે. નીતિશ રાણાનો આ ખુલાસો ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક છે.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

નીતિશ રાણાએ કર્યો મોટો ખુલાસો

જો કે નીતીશ રાણાએ સ્ટાર્કને ખૂબ જ શાંત અને નિર્દોષ વ્યક્તિ ગણાવ્યો છે, પરંતુ તે મેદાન પર પણ ઘણી વખત લડ્યો છે. IPLમાં એક વખત તેની કિરોન પોલાર્ડ સાથે ઝઘડો થયો હતો. આઅ સિવાય બોર્ડર-ગાવસ્કર અને એશિઝ ઘણી વખત સ્લેજિંગ કરતા જોવા મળ્યા છે.

 

વર્લ્ડ કપમાં સ્ટાર્કનો રેકોર્ડ

મિશેલ સ્ટાર્ક સામાન્ય રીતે પ્રારંભિક ઝટકો આપવા માટે જાણીતો છે. આ T20 વર્લ્ડ કપમાં તેણે 3 વિકેટ લીધી છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે અફઘાનિસ્તાન સામે મિશેલ સ્ટાર્કને આરામ આપ્યો હતો. જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાનના ઓપનરોએ 100થી વધુની ભાગીદારી કરી હતી. હવે જોવાનું એ રહે છે કે ગત હાર બાદ તે ટીમ ઈન્ડિયા સામેની મહત્વની મેચમાં વાપસી કરે છે કે નહીં.

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ

સ્ટાર્કે વર્લ્ડ કપ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં જ તેણે વર્લ્ડ કપ (T20 અને ODI)માં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. બાંગ્લાદેશ સામે 1 વિકેટ લઈને મિશેલ સ્ટાર્ક વર્લ્ડ કપમાં કુલ 95 વિકેટ લીધી હતી અને લસિથ મલિંગાના 94 વિકેટના રેકોર્ડને તોડ્યો હતો. તમને જણાવી દઈએ કે સ્ટાર્કે ODI વર્લ્ડ કપમાં 65 અને T20 વર્લ્ડ કપમાં 30 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો: ‘રોહિત શર્મા-વિરાટ કોહલી વિશે વિચારવું પડશે’ – સેહવાગે બંનેને હટાવવાની વાત કેમ કરી?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:32 pm, Mon, 24 June 24

Next Article