માતાએ સોનાની ચેન વેચીને કીટ અપાવી, ક્રિકેટ ટ્રેનિંગની વાત પિતાથી છુપાવી, હવે ભારત તરફથી રમશે આ ખેલાડી
22 વર્ષના ધ્રુવ જુરેલની ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં ત્રણ વિકેટકીપર છે અને ધ્રુવ સૌથી યુવા છે. ધ્રુવ પાસે હવે તક છે કે તે પોતાના માતા-પિતાની મહેનતને સફળ બનાવે અને તેને ટીમ ઈન્ડિયા માટે રમવાની જે તક મળી છે તેમાં સફળ થાય. કેવી રહી ધ્રુવની કહાની, જાણો અહીં.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે BCCIએ ટીમની જાહેરાત કર્યા બાદ એક યુવા ખેલાડી જેના વિશે બધા જાણવા ખૂબ જ ઉત્સુક થયા છે. આ ખેલાડીનું નામ ધ્રુવ જુરેલ છે. જેને ભારતીય ટીમમાં પહેલીવાર સામેલ કરવામાં આવ્યો છે. રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ તરફથી રમતા ધ્રુવ જુરેલને ત્રીજા વિકેટકીપર તરીકે ટીમમાં રાખવામાં આવ્યો છે.
ઈશાનની જગ્યાએ ધ્રુવ જુરેલને ટીમમાં મળ્યું સ્થાન
પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે તેને ઈશાન કિશન કરતા પ્રાથમિકતા આપી છે, તેથી ધ્રુવ જુરેલ વિશે જાણવાની ઉત્સુકતા પણ વધી ગઈ છે. આ દરમિયાન ધ્રુવ જુરેલે એક હિન્દી અખબારને ઈન્ટરવ્યુ આપ્યો છે, જેમાં તેણે પોતાના સંઘર્ષ અને પરિવાર વિશે વાત કરી છે.
માતાએ કીટ માટે ચેન વેચી દીધી હતી
ધ્રુવ જુરેલના જણાવ્યા મુજબ, જ્યારે તેને તેની પ્રથમ ક્રિકેટ કીટની જરૂર હતી કારણ કે તે ટૂર્નામેન્ટમાં રમવા માંગતો હતો, ત્યારે તેના પિતાએ કિટ લેવાનો ઈનકાર કર્યો હતો કારણ કે તેમની પાસે એટલા પૈસા ન હતા. આવી સ્થિતિમાં તેની માતાએ સોનાની ચેન વેચી જે પૈસા આવ્યા તેનાથી ધ્રુવ જુરેલની પ્રથમ ક્રિકેટ કીટ ખરીદી હતી.
Dhruv Jurel said “My mother sold her only gold chain she had to buy my first cricket kit, my parents are truly my inspiration”. [Jagran News/Abhishek Tripathi] pic.twitter.com/2M0VvUBk58
— Johns. (@CricCrazyJohns) January 13, 2024
ક્રિકેટની ટ્રેનિંગની વાત પિતાથી છુપાવી
ધ્રુવ જુરેલ ઉત્તર પ્રદેશના આગ્રાથી આવે છે, તેના પિતા આર્મીમાં હવાલદાર હતા. ધ્રુવ પોતે પણ આર્મીમાં જોડાવા ઈચ્છતો હતો. તેના પિતા પણ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર સરકારી નોકરી મેળવે. પરંતુ ધ્રુવને માત્ર ક્રિકેટમાં જ રસ હતો. જ્યારે તેણે પહેલા ક્રિકેટની ટ્રેનિંગ માટે નામ નોંધાવ્યું ત્યારે તેણે તેના પિતાથી આ વાત છુપાવી હતી. બાદમાં જ્યારે તેમને આ વાતની ખબર પડી તો ધ્રુવને ઘણી વાતો પણ સાંભળવી પડી.
આ રીતે ધ્રુવનું નસીબ બદલાઈ ગયું
ધ્રુવના પિતાએ નિવૃત્તિ પછી પીએસઓ તરીકે પણ કામ કર્યું હતું. ધ્રુવ કહે છે કે પિતાની આર્થિક સ્થિતિ જોઈને તે દુઃખી થયો હતો. આવી સ્થિતિમાં તેણે ક્રિકેટ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું. ધ્રુવ અલગ-અલગ તબક્કામાંથી પસાર થયો અને બાદમાં તેને IPLમાં તક મળી. ત્યાંથી ધ્રુવ જુરેલની કિસ્મત બદલાઈ ગઈ, બીજી તરફ તેણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું.
Dhruv Jurel (wk), we’ll be there pic.twitter.com/bM6XopD9Pq
— Rajasthan Royals (@rajasthanroyals) January 12, 2024
મિત્રોએ ટીમ ઈન્ડિયામાં પસંદગીની આપી જાણકારી
જ્યારે ધ્રુવ જુરેલને ટીમ ઈન્ડિયાની સિનિયર ટીમ તરફથી ફોન આવ્યો કે તેને ઈંગ્લેન્ડ સામેની સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે ત્યારે તે ઈન્ડિયા A માટે મેચ રમી રહ્યો હતો. ધ્રુવ જુરેલને તેના મિત્રોએ જ સૌથી પહેલા આ જાણકારી આપી હતી. હવે 22 વર્ષના ધ્રુવને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળશે. જો તેને અહીં ડેબ્યૂ કરવાની તક ન મળે તો પણ તે ચોક્કસપણે સિનિયર ટીમના વાતાવરણમાં ભળી ઘણું શીખી શકશે.
આ પણ વાંચો : ન્યુઝીલેન્ડમાં ટોસ દરમિયાન કેપ્ટને ફેંક્યો સિક્કો, કારણ જાણી ચોંકી જશો, જુઓ વીડિયો