Krunal Pandya Bowling: કૃણાલ પંડ્યાની કમાલની બોલિંગ, માર્કરમને ચકમો આપ્યો, ફિલિપ્સના ઉડાવ્યા દાંડિયા-Video
SRH vs LSG: સનરાઈઝર્સ હૈદરાદાબાદે ટોસ જીતીને હોમગ્રાઉન્ડ પર પ્રથમ બેટંગ કરવાનુ પસંદ કર્યુ હતુ, લખનૌ સુપર જાયન્ટ્સ સામે 182 રનનો સ્કોર હૈદરાબાદે 6 વિકેટના નુક્શાને નોંધાવ્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2023 ની મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. લખનૌની ગાડી પાટા પરથી ઉતરી જવાનુ સંકટ તોળાઈ રહ્યુ છે. આવી સ્થિતીમાં લખનૌને જીત જરુરી છે. આવામાં પૂરો દમ લખનૌએ હૈદરાબાદ સામે લગાવી દીધો છે. લખનૌના નિયમીત કેપ્ટન કેએલ રાહુલ ઈજાને લઈ સિઝનથી બહાર થતા કૃણાલ પંડ્યાએ સુકાન સંભાળ્યુ છે. સુકાની કૃણાલ પંડ્યાએ હૈદરાબાદના બે ખેલાડીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા.
હોમગ્રાઉન્ડ પર જોકે હૈદરાબાદાના બેટરો સારુ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્કોર બોર્ડ 200 નો આંકડો નોંધાવી શકવામાં સફળ રહ્યા નહોતા. હૈદરાબાદ તરફથી એકય બેટર અ઼ડધી સદી સુધી પહોંચી શક્યો નહોતો અને આમ ટુકડે ટુકડે રન નિકાળ્યા હતા. જોકે કૃણાલ પંડ્યાએ બે મોટા શિકાર પોતાના નામે કર્યા હતા.
કૃણાલે માર્કરમને કર્યો આઉટ
13મી ઓવરમાં કૃણાલ પંડ્યાએ હૈદરાબાદના કેપ્ટનની વિકેટ ઝડપી હતી. તેણે બોલિંગ માટે આવતા જ ચતુરાઈપૂર્વકનો બોલ કર્યો હતો અને જેના પ્રથમ બોલ પર જ એડન માર્કરમ થાપ ખાઈ બેઠો હતો. આ સાથે જ તેણે વિકેટ ગુમાવી દીધી હતી. માર્કરમને વિકેટકીપર ક્વિન્ટન ડિકોકે ચપળતાથી સ્ટંપિંગ કરીને માર્કરમને પરત મોકલ્યો હતો. માર્કરમ બાદ ગ્લેન ફિલિપ્સ આવ્યો હતો. અગાઉની મેચમાં તોફાની ઈનીંગ રમનારો ફિલિપ્સ પણ પંડ્યાનો શિકાર બન્યો હતો.
ફિલિપ્સ ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. માર્કરમનો શિકાર ઝડપ્યાના આગળના બોલે જ ફિલિપ્સની વિકેટ કૃણાલે ઝડપી હતી. કૃણાલે આ વખતે બોલને થોડોક આગળ પિચ કરાવ્યો હતો. જેને બેકફુટ પર જઈે ઓન સાઈડમાં રમવા ઈચ્છતો ફિલિપ્સને બોલ ચકમો આપી ગયો હતો. કારણ કે બોલ જબરદસ્ત રીતે બહાર નિકળ્યો હતો અને ફિલિપ્સનુ ઓફ સ્ટંપ ઉડી ગયુ હતુ. આમ પ્રથમ બોલ પર જ બોલ્ડ થઈને ફિલિપ્સ પેવેલિયન પરત ફર્યો હતો.
Two unplayable deliveries 🔥🔥@krunalpandya24 leads from the front with a double-strike ⚡️⚡️
Follow the match ▶️ https://t.co/CPUJyBdGYU #TATAIPL | #SRHvLSG pic.twitter.com/TfZs2M9f3s
— IndianPremierLeague (@IPL) May 13, 2023
સુકાન સંભાળી રહેલા કૃણાલ પંડ્યાએ 4 ઓવરના સ્પેલમાં 24 રન ગુમાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય યુદ્ધવીર સિંહ, અવેશખાન, યશ ઠાકુર અને અમિત મિશ્રાએ એક એક વિકેટ ઝડપી હતી. અવેશ ખાન ખૂબ જ ખર્ચાળ બોલર રહ્યો હતો.
આ પણ વાંચોઃ Suryakumar Yadav, IPL 2023: સૂર્યાએ ગુજરાત સામે એજ કરી દીધુ જે ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે કર્યુ, ચારેય સદીમાં એક જ કહાની!
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…