Rinku Singh Exclusive : રિંકુ સિંહે માતાને આપી ખાસ ભેટ, પિતાને કહ્યું હું ભારત માટે રમીશ
TV9 ભારતવર્ષ સાથેની ખાસ વાતચીતમાં, IPL 2023માં પોતાની તાકાત દેખાડનાર રિંકુ સિંહે તેના પિતાને વચન આપ્યું હતું કે તે એક દિવસ ટીમ ઈન્ડિયા માટે રમશે.

રિંકુ સિંહ… આ નામ હાલમાં વર્લ્ડ ક્રિકેટમાં છવાયેલું છે. આઈપીએલ 2023માં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ડાબા હાથના બેટ્સમેને શાનદાર ઈનિગ્સ રમી કોલકાતાને જીત અપાવી હતી. રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં સતત 5 સિક્સ ફટકારી ગુજરાત ટાઈટન્સના મોંઢામાંથી મેચ છીનવી લીધી હતી. રિંકુ સિંહે હાલમાં શાનદાર ઈનિગ્સ રમ્યા બાદTV9 ભારતવર્ષ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે મે મારા પિતાને એક વચન આપ્યું હતું,
રિંકુ સિંહે TV9 ભારતવર્ષ સાથેની વાતચીતમાં તેના પિતાને આપેલા વચનનો પણ ઉલ્લેખ કર્યો હતો. રિંકુના પિતા ખાનચંદ્રે કહ્યું કે, તે ઈચ્છતા હતા કે, તેનો પુત્ર એક દિવસ ઈન્ડિયા માટે રમે જેના પર આ ખેલાડીએ તનતોડ મહેનત કરી હતી.
રિંકુને ક્રિકેટ રમતી વખતે પડતો હતો માર
તમને જણાવી દઈએ કે, તેના પિતા ક્રિકેટ રમવાની ના પાડતા હતા. રિંકુ સિંહે TV9 ભારતવર્ષને કહ્યું કે, તેના પિતા એકલા જ ઘરમાં કમાનાર વ્યક્તિ હતા અને તે ઈચ્છતા હતા કે, તે પણ કામ કરે, જેનાથી ઘરમાં થોડા પૈસા આવે પરંતુ મારુ મન ક્રિકેટમાં લાગતુ હતુ. હું એક નોકરી માટે પણ ગયો હતો પરંતુ મને પસંદ આવી નહિ અને ત્યારબાદ મે ઘરે જણાવ્યું કે, હું ક્રિકેટ રમીને પણ પૈસા કમાઈ શકું છુ.
આ પણ વાંચો : IPL 2023 Orange and Purple Cap: ઓરેન્જ કેપ રેસમાં કોહલી-ડુપ્લેસીની એન્ટ્રી, જાણો કોના માથા પર છે પર્પલ કેપ
રિંકુ સિંહે માતાને આપી ગિફટ
રિંકુ સિંહે TV9 ભારતવર્ષ સાથેની વાતચીતમાં કહ્યું કે, તેણે પોતાની કમાણીથી માતાને કંગન પણ આપ્યા હતા. આ સિવાય તેના માટે સાડી પણ લઈને જાય છે. તમને જણાવી દઈએ કે, રિંકુ સિંહને હંમેશા તેની માતાન સપોર્ટ મળ્યો છે. તે પણ ઈચ્છતી હતી કે, તેનો પુત્ર કામ કરે અને પૈસા કમાય પરંતુ તેની માતાને તેના પર સંપુર્ણ ભરોસો હતો. જેના કારણે રિંકુ સિંહેને તેની પસંદનું ફિલ્ડ પસંદ કરવાની પરવાનગી આપી હતી. આજે જોઈએ તો રિંકુ સિંહ ક્રિકેટના નવા સુપરસ્ટાર બની ચૂક્યો છે.
રિંકુએ આ સીઝન કોલકાતાને 2 મેચ જીતાડી છે. આશા છે કે, આ હજુ ટ્રેલર છે. રિંકુ સિંહ સુપર હિટ ફિલ્મ રિલીઝ કરે અને એક દિવસ ટીમ ઈન્ડિયા માટે રમે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો