IRE vs IND : દીપક હુડ્ડાનું આક્રમક નિવેદન : જ્યારે કોઈ વિકલ્પ ન હતો ત્યારે ‘યોદ્ધા’ બનવું જ પડ્યું

Cricket : દીપક હુડ્ડા (Deepak Hooda) એ આયર્લેન્ડના પ્રવાસમાં પોતાની શાનદાર બેટિંગથી ચાહકોનું મનોરંજન કર્યું હતું. તેણે સદીની ઇનિંગ્સ રમીને ટીમ ઇન્ડિયા (Team India) ના મોટા સ્કોરમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

IRE vs IND : દીપક હુડ્ડાનું આક્રમક નિવેદન : જ્યારે કોઈ વિકલ્પ ન હતો ત્યારે 'યોદ્ધા' બનવું જ પડ્યું
Deepak Hooda (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 4:28 PM

આક્રમક ભારતીય બેટ્સમેન દીપક હુડ્ડા (Deepak Hooda) એ મંગળવારે આયર્લેન્ડ સામેની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 57 બોલમાં 104 રનની તોફાની ઇનિંગ રમી હતી. ત્રીજા નંબરે બેટિંગ કરતા દીપક હુડ્ડા રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો હતો.

દીપક હુડ્ડાનું માનવું છે કે જ્યારે તેને બોલર ફ્રેન્ડલી પીચમાં નવા બોલનો સામનો કરવાની જવાબદારી આપવામાં આવી ત્યારે તેણે ‘યોદ્ધા’ જેવું વલણ અપનાવ્યું હતું. દીપક હુડ્ડાના મતે તેની પાસે ટોચના ક્રમમાં બેટિંગ કરવાના પડકારનો સામનો કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.

દીપક હુડ્ડાએ મેચ બાદ કહ્યું, ‘મેં ક્યારેય આંતરરાષ્ટ્રીય મેચમાં ઈનિંગ્સ શરૂ કરી નથી. પરંતુ ટોપ ઓર્ડર બેટ્સમેન હોવાના કારણે તમારે પડકારોનો સામનો કરવો પડે છે અને તમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.’

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

‘આક્રમક બનીને વસ્તુઓ મારી તરફેણમાં આવી… હું ખુશ છું’: દીપક હુડા તેણે કહ્યું, ‘જો તમારી પાસે કોઈ વિકલ્પ નથી તો તમે યોદ્ધા જેવું વલણ કેમ નથી અપનાવતા. આ રીતે હું વિચારું છું અને વસ્તુઓ મારી તરફેણમાં આવી ગઈ. હું તેનાથી ખુશ છું.’

યુવા ખેલાડીઓ સતત સામે આવી રહ્યા છે અને ઓલરાઉન્ડરે સ્વીકાર્યું કે ભારતીય ટીમમાં સ્થાન બનાવવું અને પછી તેને જાળવી રાખવું સરળ નથી.

ભારતીય ટીમમાં બની રહેવું મુશ્કેલ છે

દીપક હુડ્ડાએ કહ્યું, ‘સાચું કહું તો, હા ભારતીય ટીમમાં સ્થાન બનાવવું અને પછી ત્યાં રહેવું મુશ્કેલ છે. પરંતુ જ્યારે તમે ભારત માટે રમો છો ત્યારે તમે ક્યારેય તમારા વિશે નથી વિચારતા. તમે ટીમ વિશે વિચારો છો.

ત્રીજી ઓવરમાં ઓપનર ઈશાન કિશનના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા દીપક હુડ્ડાએ 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી પોતાની પ્રથમ ટી20 ઈન્ટરનેશનલ સદી પૂરી કરી હતી. તેણે કહ્યું, “સાચું કહું તો, આયર્લેન્ડની ટીમ અમારી સામે ખરેખર સારી રીતે રમી હતી અને અમને તેમની સામે રમવાની ખૂબ મજા આવી હતી.”

દીપક હુડ્ડાએ કહ્યું, ‘પહેલી અને બીજી મેચ વચ્ચે મને લાગે છે કે પિચમાં તફાવત હતો. પ્રથમ મેચમાં આકાશ વાદળછાયું હતું અને વિકેટમાં ભેજ હતો. પરંતુ બીજી મેચમાં બેટિંગ કરવા માટે વિકેટ ઘણી સારી હતી જે બંને ટીમોની બેટિંગ પરથી સ્પષ્ટ થાય છે.’

સુકાની હાર્દિક પંડ્યાના ખુલીને વખાણ કર્યા

દીપક હુડ્ડાએ બે મેચની શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરનાર હાર્દિક પંડ્યાની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ‘હાર્દિક પંડ્યા ખૂબ જ સારી રીતે નેતૃત્વ કરી રહ્યો છે. આઈપીએલમાં તેણે નવી ફ્રેન્ચાઈઝીનું નેતૃત્વ કર્યું અને તેને ખિતાબ જીતાડ્યો. હું તેના માટે ખૂબ જ ખુશ છું અને તે જે રીતે જવાબદારી નિભાવી રહ્યો છે. મને તેના પર ગર્વ છે, તે ખૂબ સારું કરી રહ્યો છે.’

ભારતીય ઇનિંગ્સ દરમિયાન દીપક હુડ્ડાએ સંજુ સેમસન સાથે બીજી વિકેટ માટે રેકોર્ડ 176 રનની ભાગીદારી કરી હતી. સેમસને ટીમમાં વાપસી કરી અને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 77 રન બનાવ્યા. આ ફોર્મેટમાં ભારતની કોઈપણ વિકેટની આ સૌથી મોટી ભાગીદારી છે. અગાઉનો રેકોર્ડ રોહિત શર્મા અને કેએલ રાહુલના નામે હતો. જેમણે 2017 માં શ્રીલંકા સામે ઇન્દોરમાં 165 રન જોડ્યા હતા.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">