AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 MI vs DC Score: મુંબઈએ દિલ્હીને 29 રનથી હરાવ્યું, નોંધાવી સિઝનની પ્રથમ જીત

Nirupa Duva
| Edited By: | Updated on: Apr 07, 2024 | 7:19 PM
Share

IPL 2024 ની 20મી મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે. આજે સૌની નજર હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પર હશે કારણ કે, તેમણે આ સીઝનમાં હજુ ખાતું ખોલાવ્યું નથી.

IPL 2024 MI vs DC Score: મુંબઈએ દિલ્હીને 29 રનથી હરાવ્યું, નોંધાવી સિઝનની પ્રથમ જીત

IPL 2024 ની 20મી મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે. આજે સૌની નજર હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પર હશે કારણ કે, તેમણે આ સીઝનમાં હજુ ખાતું ખોલાવ્યું નથી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Apr 2024 06:59 PM (IST)

    દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો, ઋષભ પંત 1 રન બનાવીને આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સ જીતની નજીક જઈ રહી છે. દિલ્હી માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટીમની ચોથી વિકેટ પડી. કેપ્ટન ઋષભ પંત માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ગેરાલ્ડ કોએત્ઝીએ તેને આઉટ કર્યો. દિલ્હીએ 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા.

  • 07 Apr 2024 06:54 PM (IST)

    દિલ્હીને ત્રીજો ફટકો, અભિષેક આઉટ

    દિલ્હી કેપિટલ્સને ત્રીજો ફટકો પડ્યો છે. અભિષેક પોરેલ 31 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. દિલ્હીનો રસ્તો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. તેમને જીતવા માટે 30 બોલમાં 91 રનની જરૂર છે. દિલ્હીએ 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા છે.

  • 07 Apr 2024 06:43 PM (IST)

    દિલ્હીને જીતવા માટે 97 રનની જરૂર

    દિલ્હી કેપિટલ્સને 36 બોલમાં 97 રનની જરૂર છે. તેણે 14 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા છે. ટીમ તરફથી અભિષેક પોરેલ 36 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 26 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા છે. ટ્રિસ્ટન સ્ટબ્સ 25 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 સિક્સર અને એક ફોર ફટકારી છે.

  • 07 Apr 2024 06:34 PM (IST)

    મુંબઈએ દિલ્હીને વધુ એક ઝટકો આપ્યો, પૃથ્વી આઉટ

    દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો પડ્યો છે. પૃથ્વી શો સારી ઇનિંગ બાદ આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે તેને આઉટ કર્યો હતો. પૃથ્વી 40 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હીએ 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 124 રનની જરૂર છે.

  • 07 Apr 2024 06:29 PM (IST)

    પૃથ્વી અને અભિષેક વચ્ચે 85 રનની ભાગીદારી

    દિલ્હી કેપિટલ્સે 11 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા છે. પૃથ્વી 65 રન બનાવીને રમી રહ્યો છે. અભિષેક પોરેલ 31 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 85 રનની ભાગીદારી થઈ છે.

  • 07 Apr 2024 06:24 PM (IST)

    દિલ્હીને જીતવા માટે 141 રનની જરૂર

    દિલ્હી કેપિટલ્સની ઈનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. હવે તેને જીતવા માટે 60 બોલમાં 141 રનની જરૂર છે. દિલ્હીએ 1 વિકેટ ગુમાવીને 94 રન બનાવી લીધા છે. પૃથ્વી 37 બોલમાં 64 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. અભિષેક 19 રન બનાવીને રમી રહ્યો છે.

  • 07 Apr 2024 06:15 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score: પૃથ્વી શોએ ચોગ્ગો ફટકાર્યો

    9 ઓવર બાદ દિલ્હીએ એક વિકેટ ગુમાવીને 84 રન બનાવી લીધા છે. અત્યારે પૃથ્વી શો 33 બોલમાં 56 રન અને અભિષેક પોરેલે 17 રન બનાવીને ક્રીઝ પર છે. દિલ્હીને 66 બોલમાં 151 રનની જરૂર છે.

  • 07 Apr 2024 06:09 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score:દિલ્હીનો સ્કોર 50 રનને પાર

    દિલ્હી કેપિટલ્સનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. ટીમે 8 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા છે. અભિષેક 12 રન બનાવીને રમી રહ્યો છે. પૃથ્વી શો 46 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હીને જીતવા માટે 166 રનની જરૂર છે. તેના હવે 72 બોલ બાકી છે.

  • 07 Apr 2024 06:06 PM (IST)

    MI vs DC LIVE Score: પૃથ્વી શોએ સિક્સ ફટકારી

    પૃથ્વી શોએ પીયૂષ ચાવલાની આઠમી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ અને ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 07 Apr 2024 06:05 PM (IST)

    MI vs DC LIVE Score: 7 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા

    દિલ્હીએ પ્રથમ 7 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા છે. દિલ્હીને એકમાત્ર ફટકો ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો છે. તે 10 રન બનાવીને આઉટ થયો હતો.

  • 07 Apr 2024 06:01 PM (IST)

    MI vs DC LIVE Score: દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી

    દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 43 રન બનાવી લીધા છે. પૃથ્વી શો 22 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે.અભિષેક 5 રન બનાવી રમી રહ્યો છે. મુંબઈ તરફથી રોમારિયો શેફર્ડે એકમાત્ર વિકેટ લીધી હતી.

  • 07 Apr 2024 05:59 PM (IST)

    MI vs DC LIVE Score: અભિષેકે ચોગ્ગો ફટકાર્યો

  • 07 Apr 2024 05:51 PM (IST)

    MI vs DC LIVE Score: પૃથ્વી શોએ ચોગ્ગો ફટકાર્યો

    પૃથ્વી શોએ પાંચમી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 07 Apr 2024 05:50 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score:ચાર ઓવર પછી દિલ્હીનો સ્કોર એક વિકેટે 24 રન

    ચાર ઓવર પછી દિલ્હીનો સ્કોર એક વિકેટે 24 રન છે,હાલમાં પૃથ્વી શો અને અભિષેક પોરેલ ક્રિઝ પર છે.

  • 07 Apr 2024 05:47 PM (IST)

    MI vs DC LIVE Score: દિલ્હી કેપિટલ્સને 22 રન પર લાગ્યો પહેલો ઝટકો

    દિલ્હી કેપિટલ્સને પહેલો ઝટકો 22 રન પર લાગ્યો છે, ડેવિડ વોર્નર 10 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.મુંબઈએ 235 રનનો લક્ષ્યાંક આપ્યો.

  • 07 Apr 2024 05:46 PM (IST)

    MI vs DC LIVE Score: ડેવિડ વોર્નર સિક્સ ફટકારી

    ડેવિડ વોર્નર ચોથી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી

  • 07 Apr 2024 05:45 PM (IST)

    MI vs DC LIVE Score: દિલ્હીએ 2 ઓવરમાં 11 રન બનાવ્યા

    દિલ્હી કેપિટલ્સે 2 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 11 રન બનાવ્યા હતા. પૃથ્વી શો 11 રન બનાવીને રમી રહ્યો છે. તેણે એક ચોગ્ગો અને એક સિક્સ ફટકારી છે. ટીમને જીતવા માટે હજુ 224 રનની જરૂર છે.

  • 07 Apr 2024 05:38 PM (IST)

    MI vs DC LIVE Score: પૃથ્વી શૉએ ચોગ્ગો ફટકાર્યો

    પૃથ્વી શોએ બીજી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 07 Apr 2024 05:37 PM (IST)

    MI vs DC LIVE Score: દિલ્હીએ પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા

    દિલ્હી કેપિટલ્સે પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉએ સિક્સર ફટકારી હતી. તે 7 રન બનાવીને રમી રહ્યો છે. ડેવિડ વોર્નર હજુ ખાતું ખોલાવી શક્યો નથી. હવે જસપ્રીત બુમરાહ બોલિંગ માટે આવ્યો છે.

  • 07 Apr 2024 05:36 PM (IST)

    MI vs DC LIVE Score: દિલ્હીની સામે પહાડ જેવું લક્ષ્ય

    પૃથ્વી શો અને ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરવા આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ ઓવર ગેરાલ્ડ કોએત્ઝીને સોંપી છે. દિલ્હીની સામે પહાડ જેવું લક્ષ્ય છે.

  • 07 Apr 2024 05:31 PM (IST)

    MI vs DC LIVE Score: પૃથ્વી શોએ સિક્સ ફટકારી મેચ શરુ કરી

  • 07 Apr 2024 05:17 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score: મુંબઈએ દિલ્હીને 235 રનનો ટાર્ગેટ આપ્યો

    મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ છેલ્લી ઓવરોમાં શેફર્ડે 10 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટિમ ડેવિડે 21 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ મુંબઈને સારી શરૂઆત અપાવી હતી. તેણે 27 બોલમાં 49 રન બનાવ્યા હતા. રોહિતની આ ઇનિંગમાં 6 ચોગ્ગા અને 3 સિક્સ સામેલ હતી. ઈશાન કિશને 42 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 39 રન બનાવ્યા હતા.

    નોરખિયા દિલ્હી માટે ખૂબ મોંઘો સાબિત થયો છે. તેણે 4 ઓવરમાં 65 રન આપ્યા હતા. જો કે આ દરમિયાન તેણે 2 વિકેટ પણ લીધી હતી. અક્ષર પટેલે સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 35 રન આપ્યા અને 2 વિકેટ લીધી. ખલીલ અહેમદે 4 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ લીધી હતી.

  • 07 Apr 2024 05:16 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score: મુંબઈનો સ્કોર 200 રનને પાર

    મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 200 રનને પાર થઈ ગયો છે. ટિમ ડેવિડ શાનદાર બેટિંગ કરી રહ્યો છે.

  • 07 Apr 2024 05:08 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score: ટિમ ડેવિડે સિક્સ ફટકારી

  • 07 Apr 2024 05:05 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score:રોમારિયો શેફર્ડ ચોગ્ગો ફટકાર્યો

    રોમારિયો શેફર્ડ  19મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 07 Apr 2024 05:04 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score : ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડ ક્રિઝ પર

  • 07 Apr 2024 05:01 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score: હાર્દિક પંડ્યા 39 રન બનાવી આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને 18મી ઓવરમાં 181ના સ્કોર પર પાંચમો ફટકો લાગ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા એનરિક નોર્ટજેને ફ્રેઝર મેકગર્કના હાથે કેચ આઉટ થયો હતો. તે 33 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 રન બનાવી શક્યો હતો. 18 ઓવર પછી મુંબઈનો સ્કોર પાંચ વિકેટે 183 રન છે. હાલમાં ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડ ક્રિઝ પર છે.

  • 07 Apr 2024 04:55 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score:ક્રિઝ પર હાર્દિક-ડેવિડ

    17 ઓવર પછી મુંબઈનો સ્કોર ચાર વિકેટે 167 રન છે. હાલમાં ટિમ ડેવિડ 23 રન અને હાર્દિક પંડ્યા 39 રન સાથે ક્રિઝ પર છે. રોહિત અને ઈશાનના આઉટ થયા બાદ મુંબઈનો દાવ ધીમો પડી ગયો છે. મુંબઈનો વર્તમાન રન રેટ, જે એક સમયે 10થી ઉપર સ્કોર કરતો હતો, તે નવની આસપાસ છે.

  • 07 Apr 2024 04:52 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score: ટિમ ડેવિડે સિક્સ ફટકારી

    ટિમ ડેવિડે 17મી ઓવરના ચોથા બોલ પર સિક્સ ફટકારી

  • 07 Apr 2024 04:52 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score: મુંબઈનો સ્કોર 150 રનનો પાર

    મુંબઈ ઈન્ડિયન્સે 150 રનનો આંકડો સ્પર્શી લીધો છે. ટીમે 16 ઓવર બાદ 4 વિકેટ ગુમાવી દીધી છે. હાર્દિક પંડ્યા 32 રન બનાવીને રમી રહ્યો છે. ટિમ ડેવિડ 13 રન બનાવીને રમી રહ્યો છે.

  • 07 Apr 2024 04:51 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score:રનની ગતિ ધીમી પડી

    મુંબઈ ઈન્ડિયન્સની રનની ગતિ ઘણી ધીમી થઈ ગઈ છે. ટીમે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યા 27 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. ટિમ ડેવિડ 4 રન બનાવીને રમી રહ્યો છે. ઈશાંત શર્માની દિલ્હી માટે 2 ઓવર બાકી છે.રિચર્ડસનની પણ એક ઓવર બાકી છે.

  • 07 Apr 2024 04:32 PM (IST)

    MI vs DC Live Score:દિલ્હીએ મુંબઈને ચોથો ઝટકો આપ્યો, તિલક આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સની હાલત ખરાબ લાગી રહી છે. ટીમ સારી શરૂઆત બાદ સતત વિકેટ ગુમાવી રહી છે. હવે તિલક વર્મા બહાર છે. ખલીલ અહેમદે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તિલક 6 રન બનાવીને આઉટ થયો હતો. ખલીલે આ ઇનિંગમાં પોતાની પ્રથમ વિકેટ લીધી છે. મુંબઈએ 4 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા છે.

  • 07 Apr 2024 04:27 PM (IST)

    MI vs DC LIVE Score: મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 રનને પાર

    મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 12 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમનો સ્કોર 120 રનને પાર કરી ગયો છે. મુંબઈએ 3 વિકેટ ગુમાવીને 120 રન બનાવ્યા છે. ઈશાન કિશન 21 બોલમાં 36 રન બનાવીને રમી રહ્યો છે. 17 બોલમાં 17 રન બનાવ્યા બાદ હાર્દિક પંડ્યા મુશ્કેલીમાં છે. દિલ્હી વિકેટની શોધમાં છે.

  • 07 Apr 2024 04:19 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score: અક્ષર પટેલે મુંબઈને ત્રીજો ઝટકો આપ્યો

    111ના સ્કોર પર મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો લાગ્યો હતો. ઈશાન કિશન 23 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 42 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષરે પોતાનો સર્વશ્રેષ્ઠ કેચ પોતાના જ બોલ પર લીધો હતો. હાલમાં હાર્દિક પંડ્યા અને તિલક વર્મા ક્રિઝ પર છે.

  • 07 Apr 2024 04:17 PM (IST)

    MI vs DC LIVE Score: ઈશાન કિશને સિક્સ ફટકારી

    ઈશાન કિશને 11મી ઓવરના અક્ષર પટેલના પહેલા બોલ પર સિક્સ ફટકારી

  • 07 Apr 2024 04:16 PM (IST)

    MI vs DC LIVE Score: બોલરોએ મેચમાં ધમાકેદાર વાપસી કરી

    મુંબઈની 2 વિકેટ પડી જતાં દિલ્હીએ રાહતનો શ્વાસ લીધો છે. તેના બોલરોએ હાલમાં મેચમાં ધમાકેદાર વાપસી કરી છે. મુંબઈએ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 105 રન બનાવી લીધા છે. ઈશાન કિશન 21 બોલમાં 3 6 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 14 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હી તરફથી અક્ષર અને નોરખિયાએ 1-1 વિકેટ લીધી છે.

  • 07 Apr 2024 04:15 PM (IST)

    MI vs DC LIVE Score: ઈશાન કિશને સિક્સ ફટકારી

    ઈશાન કિશને 10મી ઓવરના પાંચમાં બોલ પર સિક્સ ફટકારી

  • 07 Apr 2024 04:08 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score: સૂર્યકુમાર આઉટ થતાં ક્રિઝ પર હાર્દિક પંડ્યા આવ્યો

    હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો

  • 07 Apr 2024 04:05 PM (IST)

    MI vs DC LIVE Score: સૂર્યકુમાર યાદવ 0 પર આઉટ

    સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર આવતાની સાથે પેવેલિયન ભેગો થયો હતો.

  • 07 Apr 2024 04:01 PM (IST)

    MI vs DC LIVE Score: મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો

    80 રનના સ્કોર પર મુંબઈને પહેલો ફટકો, રોહિત એક રનથી અડધી સદી ચૂકી ગયો, સૂર્યકુમાર બેટિંગ કરવા આવ્યો.

  • 07 Apr 2024 03:58 PM (IST)

    MI vs DC LIVE Score: ઈશાન કિશને ચોગ્ગો ફટકાર્યો

    ઈશાન કિશને સાતમી ઓવરના અક્ષર પટેલના  પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 07 Apr 2024 03:55 PM (IST)

    MI vs DC LIVE Score: રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો

    રોહિત શર્માએ છઠ્ઠી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો ત્યારબાદ બીજો ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 07 Apr 2024 03:54 PM (IST)

    MI vs DC LIVE Score: રોહિત અને ઈશાને ટીમને સારી શરૂઆત અપાવી

    5 ઓવર પછી મુંબઈએ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 60 રન બનાવી લીધા છે. હાલમાં ઈશાન કિશન 12 બોલમાં 19 રન અને રોહિત શર્મા 18 બોલમાં 35 રન બનાવીને ક્રિઝ પર છે. રોહિત અને ઈશાને ટીમને સારી શરૂઆત અપાવી છે.

  • 07 Apr 2024 03:51 PM (IST)

    MI vs DC LIVE Score: રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગ

    રોહિત ઝડપી બેટિંગ કરી રહ્યો છે. ઈશાન કિશન તેને સપોર્ટ કરી રહ્યો છે.મુંબઈ ઈન્ડિયન્સના 50 રન પુરા

  • 07 Apr 2024 03:43 PM (IST)

    MI vs DC LIVE Score : ઈશાન કિશને ચોગ્ગો ફટકાર્યો

    ઈશઆન કિશને ત્રીજી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 07 Apr 2024 03:40 PM (IST)

    MI vs DC LIVE Score: 2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 21/0

    2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 21/0.રોહિત શર્મા 9 બોલમાં 10 અને ઈશાન કિશન 3 બોલમાં 5 બનાવી રમી રહ્યા છે.

  • 07 Apr 2024 03:36 PM (IST)

    MI vs DC LIVE Score: રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો

    રોહિત શર્માએ બીજી ઓવરના પહેલા અને બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 07 Apr 2024 03:35 PM (IST)

    MI vs DC LIVE Score: રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ બેટિંગ માટે ક્રિઝ પર

    મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ્સ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ બેટિંગ માટે ક્રિઝ પર હાજર છે. આ બંને પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ટીમને સારી શરૂઆત અપાવવામાં સફળ રહેશે. દિલ્હી તરફથી ખલીલ અહેમદ પ્રથમ ઓવર ફેંકી હતી

  • 07 Apr 2024 03:33 PM (IST)

    MI vs DC LIVE Score: મેચ શરુ

    મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ શરુ થઈ ચુકી છે. ઈશાન કિશને પહેલી ઓવરના પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 07 Apr 2024 03:18 PM (IST)

    પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં પીએમ મોદીનું કરાયું ભવ્ય સ્વાગત

    પશ્ચિમ બંગાળ: જલપાઇગુડીમાં પાર્ટી સ્વાગત સન્માન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું.

  • 07 Apr 2024 03:09 PM (IST)

    MI vs DC LIVE Score: સૂર્ય કુમાર યાદવ રમશે પહેલી મેચ

    મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર છે કે, સૂર્યકુમાર યાદવ ફિટ થયો છે. આજે આઈપીએલ 2024ની પહેલી મેચ રમશે.

  • 07 Apr 2024 03:07 PM (IST)

    MI vs DC LIVE Score: જાણો ટોસ હર્યા બાદ હાર્દિકે શું કહ્યું

    ટોસ હાર્યા બાદ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, તે પહેલા બોલિંગ કરવા માંગતા હતા. મુંબઈએ પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે.

  • 07 Apr 2024 03:03 PM (IST)

    MI vs DC LIVE Score: દિલ્હીએ મુંબઈ સામે ટોસ જીત્યો

    દિલ્હીએ મુંબઈ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, દિલ્હીની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. રસિક દાર સલામના સ્થાને લલિત યાદવ પ્લેઈંગ-11માં અને ઈજાગ્રસ્ત મિશેલ માર્શના સ્થાને ઝાય રિચર્ડસન પ્લેઈંગ-11માં પ્રવેશ્યો છે.

  • 07 Apr 2024 02:55 PM (IST)

    MI vs DC LIVE Score: રોહિત શર્મા પર સૌની નજર

    દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા પર સૌની નજર છે. 23 રન બનાવવાની સાથે જ રોહિત શર્મા દિલ્હી વિરુદ્ધ 1000 રન પુરા કરશે,

  • 07 Apr 2024 02:50 PM (IST)

    MI vs DC LIVE Score: આજે ડબલ હેડર મેચ

    આજે ડબલ હેડર મેચ છે. બીજી મેચ ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે છે.

    View this post on Instagram

    A post shared by TV9 Gujarati (@tv9gujarati)

  • 07 Apr 2024 02:45 PM (IST)

    MI vs DC LIVE Score: મિચેલ માર્શ ઈજાગ્રસ્ત

    દિલ્હી કેપિટલ્સનો ખેલાડી મિચેલ માર્શ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ આજે રમશે નહિ. આ વાતની પુષ્ટિ સૌરવ ગાંગુલીએ એક દિવસ પહેલા જ કરી છે.

  • 07 Apr 2024 02:43 PM (IST)

    PMના એક ફોનથી રશિયા યુક્રેન યુદ્ધ અટક્યું..બીકાનેરમાં બોલ્યા રાજનાથ સિંહે

    રાજનાથ સિંહે કહ્યું કે પાંચ આરબ દેશોએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે. તેમણે કહ્યું કે કતાર ગયેલા ભારતીય નૌકાદળના કેટલાક ભૂતપૂર્વ જવાનોને ત્યાંની અદાલતે મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તે દરમિયાન પીએમ મોદીએ કતારના રાજ્યના વડાને ફોન કર્યો, ત્યારબાદ નવ ભૂતપૂર્વ સૈનિકોને મુક્ત કરવામાં આવ્યા અને તે તમામ સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા.

  • 07 Apr 2024 02:40 PM (IST)

    MI vs DC LIVE Score: પોઈન્ટ ટેબલમાં બંન્ને ટીમની હાલત ખરાબ

    આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની હાલત ખરાબ છે. દિલ્હી 4માંથી 1 મેચ જીતી 9માં સ્થાને તો મુંબઈ 3માંથી 3 મેચ હારી 10માં સ્થાન પર છે. આજે બંન્ને ટીમોની નજર જીત પર છે.

  • 07 Apr 2024 02:31 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score: આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ

    IPL 2024 ની 20મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. મુંબઈ અત્યાર સુધી એક પણ મેચ જીતી શક્યું નથી. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમ પણ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  • 07 Apr 2024 02:30 PM (IST)

    IPL 2024 MI vs DC Live Score: મુંબઈનો દબદબો અત્યારસુધી રહ્યો

    મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલમાં અત્યારસુધી 33 મેચ રમાઈ છે. જેમાં મુંબઈનો દબદબો અત્યારસુધી રહ્યો છે.

Published On - Apr 07,2024 2:25 PM

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">