IPL 2024 GT vs SRH Live Score: મિલરે સિક્સર ફટકારીને ગુજરાતને અપાવી જીત, હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2024 | 7:01 PM

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. ડેવિડ મિલરે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી.

IPL 2024 GT vs SRH  Live Score: મિલરે સિક્સર ફટકારીને ગુજરાતને અપાવી જીત, હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થોડી જ વારમાં શરુ થશે મેચ, આ મેચ ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આઈપીએલ 2024ની 12મી મેચ રોમાંચક હતી અને ગુજરાતે જીત મેળવી છે. આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદ પાંચમા સ્થાને તો ગુજરાત ચોથા સ્થાને છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Mar 2024 06:58 PM (IST)

    GT Vs SRH: ગુજરાતે હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું

    ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. ડેવિડ મિલરે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ગુજરાતે આ મેચ 7 વિકેટે જીતી લીધી છે. સાઈ સુદર્શન ગુજરાતને જીત તરફ લઈ ગયા. તેને 36 બોલમાં 45 રન બનાવ્યા છે. ગુજરાત માટે આ મેચ જીતવા માટે મિલરે 27 બોલમાં 44 રનની ઈનિંગ પણ રમી હતી.

  • 31 Mar 2024 06:36 PM (IST)

    GT Vs SRH: ગુજરાતને જીતવા માટે 55 રનની જરૂર

    ગુજરાત ટાઈટન્સે 14 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા હતા. ડેવિડ મિલર 10 રન બનાવીને રમી રહ્યો છે. સાઈ સુદર્શન 36 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 34 રનની ભાગીદારી છે. ગુજરાતને જીતવા માટે 36 બોલમાં 55 રનની જરૂર છે.

  • 31 Mar 2024 06:11 PM (IST)

    GT Vs SRH: ગુજરાતે 10 ઓવરમાં 78 રન બનાવ્યા

    ગુજરાતને જીતવા માટે 60 બોલમાં 85 રનની જરૂર છે. ટીમે 10 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 78 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શન 15 રન બનાવીને રમી રહ્યો છે. ડેવિડ મિલર 2 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 31 Mar 2024 06:06 PM (IST)

    GT Vs SRH: શુભમન ગિલ થયો આઉટ

    ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો લાગ્યો છે, શુભમન ગિલ 36 રન બનાવીને આઉટ થયો છે. તેને 28 બોલનો સામનો કરીને 36 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 2 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ગિલને માર્કંડેયએ આઉટ કર્યો. હાલમાં વોશિંગ્ટન સુંદર અને ડેવિડ મિલર ક્રિઝ પર છે.

  • 31 Mar 2024 06:04 PM (IST)

    GT Vs SRH: ગુજરાતે 9 ઓવરમાં 74 રન બનાવ્યા

    ગુજરાત ટાઈટન્સે 9 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 74 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 36 રન બનાવીને રમી રહ્યો છે. 27 બોલનો સામનો કરીને તેને 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. સાઈ સુદર્શન 13 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદ વિકેટની શોધમાં છે.

  • 31 Mar 2024 05:58 PM (IST)

    GT Vs SRH: 7 ઓવર બાદ ગુજરાતનો સ્કોર

    ગુજરાત ટાઈટન્સે 7 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 58 રન બનાવ્યા હતા. શુભમન 19 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે. સાઈ સુદર્શન 11 રન બનાવીને રમી રહ્યો છે. ટીમને જીતવા માટે 78 બોલમાં 105 રનની જરૂર છે.

  • 31 Mar 2024 05:51 PM (IST)

    GT Vs SRH: ગુજરાતનો સ્કોર 50 રનને પાર

    ગુજરાત ટાઈટન્સનો સ્કોર 50 રનને પાર થયો. ટીમે 6 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 52 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 18 રન બનાવીને રમી રહ્યો છે. સાઈ સુદર્શન 9 રન બનાવીને રમી રહ્યો છે. તેણે ચોગ્ગો ફટકાર્યો છે. ગુજરાતને જીતવા માટે હજુ 111 રનની જરૂર છે.

  • 31 Mar 2024 05:47 PM (IST)

    GT Vs SRH: સુદર્શન ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો

    સાઈ સુદર્શન ગુજરાત ટાઈટન્સ તરફથી બેટિંગ કરવા આવ્યો છે. તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો છે. મોહિત શર્માને બહાર કરવામાં આવ્યો. ગુજરાતે 5 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 45 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 15 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે. સાઈ સુદર્શન 2 રન બનાવીને રમી રહ્યો છે.

  • 31 Mar 2024 05:43 PM (IST)

    GT Vs SRH: રિદ્ધિમાન સાહા થયો આઉટ

    ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો લાગ્યો છે. સાહા 25 રન બનાવી આઉટ થયો છે. શાહબાઝ અહમદે સાહાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ટીમે એક વિકેટ ગુમાવીને 36 રન બનાવી લીધા છે.

  • 31 Mar 2024 05:41 PM (IST)

    GT Vs SRH: ગુજરાત માટે સાહાએ કરી સારી બેટિંગ

    ગુજરાત માટે રિદ્ધિમાન સાહા શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તે 12 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 25 રન બનાવ્યા બાદ રમી રહ્યો છે. શુભમન ગિલ 11 રન બનાવીને રમી રહ્યો છે. ટીમને જીતવા માટે 127 રનની જરૂર છે.

  • 31 Mar 2024 05:39 PM (IST)

    GT Vs SRH: સાહા અને ગિલે ક્રિઝ પર

    ગુજરાત ટાઈટન્સે 3 ઓવર બાદ કોઈપણ નુકશાન વિના 25 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહા 16 રન બનાવીને રમી રહ્યો છે. શુભમન ગિલે 9 રન બનાવ્યા છે. ગુજરાત હજુ પણ જીતથી 138 રન દૂર છે.

  • 31 Mar 2024 05:36 PM (IST)

    GT Vs SRH: 2 ઓવર બાદ ગુજરાતનો સ્કોર

    2 ઓવર બાદ ગુજરાતે સ્કોર બોર્ડ પર 18 રન બનાવી દીધા છે. સાહા 10 રન અને શુભમન ગિલ 8 રન સાથે રમી રહ્યા છે. શાહબાઝ અહમદે પ્રથમ ઓવરમાં 11 રન આપ્યા હતા.

  • 31 Mar 2024 05:29 PM (IST)

    GT Vs SRH: હૈદરાબાદે બીજી ઓવર શાહબાઝને આપી

    ગુજરાતે પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 6 રન બનાવીને રમી રહ્યો છે. રિદ્ધિમાન સાહા 1 રન બનાવીને રમી રહ્યો છે. શાહબાદ અહમદ હૈદરાબાદ તરફથી બીજી ઓવર કરવા આવ્યો છે.

  • 31 Mar 2024 05:28 PM (IST)

    GT Vs SRH: ગુજરાત માટે શુભમન-સાહા કરી રહ્યા ઓપનિંગ

    ગુજરાત ટાઈટન્સની ઈનિંગ શરૂ થઇ ગઇ છે. રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગ કરી રહ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ ઓવર ભુવનેશ્વર કુમારને સોંપી છે.

  • 31 Mar 2024 05:12 PM (IST)

    GT vs SRH Live: 20મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી

    સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઇટન્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમે 20મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મોહિત શર્મા છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો. તેણે આ ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. બે વિકેટ પણ લીધી હતી. અબ્દુલ સમદ છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો.

  • 31 Mar 2024 05:09 PM (IST)

    GT vs SRH Live:સનરાઈઝર્સ હૈદરાબાદે ગુજરાતને 163નો ટાર્ગેટ આપ્યો

  • 31 Mar 2024 05:03 PM (IST)

    GT vs SRH Live: મોહિતે ગુજરાતને છઠ્ઠી વિકેટ અપાવી

    શાહબાઝ 22 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે. છેલ્લી ઓવરમાં હૈદરાબાદે 3 વિકેટ ગુમાવી હતી

  • 31 Mar 2024 05:02 PM (IST)

    GT vs SRH Live: હૈદરાબાદે પાંચ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા

    19 ઓવર પછી સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા છે. અત્યારે અબ્દુલ સમદ અને શાહબાઝ અહેમદ ક્રિઝ પર છે.

  • 31 Mar 2024 04:59 PM (IST)

    GT vs SRH Live: શાહબાઝે સિક્સ ફટકારી

    શાહબાઝે 19મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી છે

  • 31 Mar 2024 04:57 PM (IST)

    GT vs SRH Live: ઉમેશ યાદવે કેચ છોડ્યો

    ઉમેશ યાદવે 19મી ઓવરના બીજા બોલ પર સમદનો કેચ છોડ્યો

  • 31 Mar 2024 04:55 PM (IST)

    IPL 2024 GT vs SRH : ક્રિઝ પર શાહબાઝ-સમદ

    18 ઓવર પછી સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા છે. અત્યારે અબ્દુલ સમદ અને શાહબાઝ અહેમદ ક્રિઝ પર છે.13 ઓવરમાં સ્કોર ત્રણ વિકેટે 104 રન હતો. હૈદરાબાદની ટીમ છેલ્લી ચાર ઓવરમાં માત્ર 33 રન જ બનાવી શકી છે

  • 31 Mar 2024 04:54 PM (IST)

    GT vs SRH Live:અબ્દુલ સમદે સિક્સ ફટકારી

    અબ્દુલ સમદે 18મી ઓવરના ચોથા બોલ પર સિક્સ ફટકારી છે

  • 31 Mar 2024 04:50 PM (IST)

    IPL 2024 GT vs SRH : શાહબાઝે ચોગ્ગો ફટકાર્યો

    સનરાઈઝર્સ હૈદરાબાદે 5 વિકેટ ગુમાવ્યા બાદ ક્રિઝ પર અબ્દુલ સમદ અને અહમદ છે.

  • 31 Mar 2024 04:40 PM (IST)

    IPL 2024 GT vs SRH : સનરાઇઝર્સ હૈદરાબાદના 5 બેટ્સમેન પેવેલિયન ભેગા થયા

    સનરાઈઝર્સ હૈદરાબાદની હાલત ખરાબ થઈ છે. ટીમના 5 બેટ્સમેન સસ્તામાં પેવેલિયન ભેગા થયા છે. 14 ઓવરમાં સ્કોર માત્ર 114 રનનો થયો છે. માર્કરમ પણ સસ્તામાં આઉટ થયો છે.15 ઓવર પછી હૈદરાબાદનો સ્કોર પાંચ વિકેટે 122 રન છે.

  • 31 Mar 2024 04:34 PM (IST)

    IPL 2024 GT vs SRH : રાશિદ ખાને ગુજરાતને ચોથી સફળતા અપાવી

    108 પર સનરાઇઝર્સને ચોથો ફટકો લાગ્યો છે. રાશિદ ખાને ક્લાસેનને ક્લીન બોલ્ડ કર્યો છે.ક્લાસેને 13 બોલમાં 24 રન બનાવી રમી રહ્યો હતો. હવે શાહબાઝ અહમદ બેટિંગ કરવા આવ્યો છે.

  • 31 Mar 2024 04:32 PM (IST)

    IPL 2024 GT vs SRH : હૈદરાબાદનો સ્કોર 104/3

    હાલમાં હેનરિક ક્લાસેન અને એડન માર્કરામ ક્રિઝ પર છે. 13 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 104/3 વિકેટનું નુકસાન છે. માર્કરામ 17 બોલમાં 16 રન અને હેનરિક 10 બોલમાં 21 બોલ બનાવી રમી રહ્યા છે. હૈદરાબાદે 100 રનનો આંકડો પુરો કરી લીધો છે. સાથે 3 વિકેટ પણ ગુમાવી દીધી છે.

  • 31 Mar 2024 04:20 PM (IST)

    IPL 2024 GT vs SRH : 11 ઓવર પછી સનરાઇઝર્સનો સ્કોર 3 વિકેટે 83 રન છે.

    11 ઓવર પછી સનરાઇઝર્સનો સ્કોર 3 વિકેટે 83 રન

  • 31 Mar 2024 04:18 PM (IST)

    IPL 2024 GT vs SRH : ગુજરાતને ત્રીજી સફળતા મોહિત શર્માએ અપાવી

    10 ઓવર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ વિકેટ ગુમાવીને 74 રન બનાવી લીધા છે. આ ઓવરના છેલ્લા બોલ પર મોહિત શર્માએ અભિષેક શર્માને શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે 20 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 29 રન બનાવી શક્યો હતો. હાલમાં હેનરિક ક્લાસેન અને એડન માર્કરામ ક્રિઝ પર છે.

  • 31 Mar 2024 04:10 PM (IST)

    IPL 2024 GT vs SRH : અભિષેક શર્માએ ચોગ્ગો ફટકાર્યો

    અભિષેક શર્માએ 8મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 31 Mar 2024 04:07 PM (IST)

    IPL 2024 GT vs SRH : સનરાઇઝર્સનો સ્કોર બે વિકેટે 62 રન

    8 ઓવર પછી સનરાઇઝર્સનો સ્કોર બે વિકેટે 62 રન છે. અભિષેક શર્મા 12 બોલમાં 21 અને માર્કરમ 3 રન બનાવી રમી રહ્યો છે.

  • 31 Mar 2024 04:02 PM (IST)

    IPL 2024 GT vs SRH : ટ્રેવિસ હેડ પેવેલિયન ભેગો થયો

    ગુજરાતને બીજી સફળતા નૂર અહમદે અપાવી હતી. તેમણે ટ્રેવિસ હેડને ક્લીન બોલ્ડ કર્યો છે. હેડે 14 બોલમાં 19 રન બનાવ્યા હતા.

  • 31 Mar 2024 03:58 PM (IST)

    IPL 2024 GT vs SRH : સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 55/1

    6 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 55/1 વિકેટનું નુકસાન છે. હાલમાં હેડ 12 બોલમાં 18 રન અને અભિષેક શર્મા 7 બોલમાં 19 રન બનાવી રમી રહ્યો છે.ગુજરાત વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદે પાવરપ્લેમાં કુલ 55 રન બનાવ્યા છે. તેમજ એક વિકેટ પણ ગુમાવી છે. રાશિદ ખાનની ઓવરમાં 2 સિક્સ ફટકારી છે.

  • 31 Mar 2024 03:56 PM (IST)

    IPL 2024 GT vs SRH : અભિષેક શર્માએ સિક્સ ફટકારી

    અભિષેક શર્માએ છઠ્ઠી ઓવરના બીજા બોલ પર સિક્સ ફટકારી છે. ત્યારબાદ બીજા બોલ પર ફરી એક સિક્સ ફટકારી હતી.

  • 31 Mar 2024 03:50 PM (IST)

    IPL 2024 GT vs SRH : મંયક અગ્રવાલ આઉટ

    સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલો ઝટકો લાગ્યો છે. મયંક અગ્રવાલ આઉટ થયો છે. 34 રને સનરાઇઝર્સને પહેલો ફટકો, અઝમતુલ્લાએ મયંક અગ્રવાલને પેવેલિયન મોકલ્યો  છે.34 રને સનરાઇઝર્સને પહેલો ફટકો, અઝમતુલ્લાએ મયંક અગ્રવાલને પેવેલિયન મોકલ્યો

  • 31 Mar 2024 03:49 PM (IST)

    IPL 2024 GT vs SRH : હૈદરાબાદનો સ્કોર 34/0

    4 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 34 રન છે. મયંક અગ્રવાલ 15 બોલમાં 16 રન અને હેડ 9 બોલમાં 16 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યો છે.

  • 31 Mar 2024 03:45 PM (IST)

    IPL 2024 GT vs SRH : ટ્રેવિસ હેડ અને મયંક અગ્રવાલની જોડી ક્રિઝ પર જામી

    હૈદરાબાદની શાનદાર શરુઆત થઈ ચુકી છે. ટ્રેવિસ અને મયંકની જોડીએ પહેલી 3 ઓવરમાં 27 રન બનાવી લીધા છે.

  • 31 Mar 2024 03:42 PM (IST)

    IPL 2024 GT vs SRH : મયંક અગ્રવાલના ખાતામાં આવ્યા 4 રન

  • 31 Mar 2024 03:40 PM (IST)

    Gujarat Titans vs Sunrisers Hyderabad Live : હૈદરાબાદનો સ્કોર 20/0

    2 ઓવર પછી હૈદરાબાદનો સ્કોર કોઈ વિકેટ ગુમાવ્યા વિના 20 રન છે. હાલમાં હેડ 7 બોલમાં 14 રન બનાવીને ક્રિઝ પર છે અને મયંકે એક6 બનાવ્યો છે.

  • 31 Mar 2024 03:39 PM (IST)

    Gujarat Titans vs Sunrisers Hyderabad Live : હેડે બીજી ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો

  • 31 Mar 2024 03:37 PM (IST)

    Gujarat Titans vs Sunrisers Hyderabad Live : પહેલી ઓવરમાં 11 રન આવ્યા

    હૈદરાબાદની બેટિંગ શરુ થઈ ચુકી છે. ટ્રેવિસ હેડ અને મયંક અગ્રવાલ ક્રિઝ પર છે. બંન્ને પહેલી ઓવરમાં 11 રન બનાવ્યા છે.

  • 31 Mar 2024 03:32 PM (IST)

    IPL 2024 GT vs SRH Live Score: હેડે ચોગ્ગો ફટકાર્યો

    હેડે ક્રિઝ પર આવતા જ પહેલી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ વધુ એક ચોગ્ગો ફટકાર્યો

  • 31 Mar 2024 03:28 PM (IST)

    Gujarat Titans vs Sunrisers Hyderabad Live : હૈદરાબાદની ટીમને લાગ્યો મોટો ઝટકો

    આઈપીએલની 17મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને સ્ટાર સ્પિનર ​​વાનિંદુ હસરંગાના રૂપમાં મોટો ફટકો પડ્યો છે, તે આઈપીએલની આ આખી સિઝનથી બહાર રહેશે . સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આ એક મોટો ફટકો માનવામાં આવે છે

  • 31 Mar 2024 03:15 PM (IST)

    IPL 2024 GT vs SRH : બંન્ને ટીમના પ્લેઇંગ ઇલેવન ખેલાડીઓ

    ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, મોહિત શર્મા, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમુતુલ્લા ઓમરઝાઇ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, દર્શન નલકાંડે, નૂર અહેમદ.

    સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ, ઉનડકટ.

  • 31 Mar 2024 03:06 PM (IST)

    Gujarat Titans vs Sunrisers Hyderabad Live : પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર નહિ

    સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે કહ્યું જો તે ટોસ જીત્યો હતો તો પણ પહેલા બોલિંગ જ પસંદ કરવાનો હતો.

  • 31 Mar 2024 03:02 PM (IST)

    IPL 2024 GT vs SRH : હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો

    અમદાવાદમાં ટૉસ જીતી હૈદરાબાદે બેટિંગ કરવાનો નિર્ણ લીધો છે. એટલે કે, ગુજરાત ટાઈટન્સની ટીમ બોલિંગ કરશે.

  • 31 Mar 2024 02:59 PM (IST)

    IPL 2024 GT vs SRH : સૌની નજર ગુજરાત ટાઈટન્સના કેપ્ટન પર

    સૌની નજર ગુજરાત ટાઈટન્સના કેપ્ટન પર હશે. જો ગુજરાતને આ મેચમાં જીત મેળવવી છે તો કેપ્ટન શુભમન ગિલે બેટ ચલાવવું પડશે. જો ગિલ ટીમને સારી શરુઆત કરાવી દે છે તો બાકીનું કામ તેવટિયા કરી દેશે.

  • 31 Mar 2024 02:55 PM (IST)

    IPL 2024 GT vs SRH : પહેલા બેટિંગ કરનારી ટીમ 6 મેચ જીતી

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 10 ટી20 મેચ રમાય છે. જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમ 6 મેચ જીતી છે. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ 4 મેચ જીતી છે. એટલે કે, પહેલા બેટિંગ કરનારી ટીમનું પલડું ભારે રહે છે.

  • 31 Mar 2024 02:50 PM (IST)

    IPL 2024 GT vs SRH Live Score: અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ પર સૌની નજર

    અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડનું બેટ પણ ગત્ત મેચમાં શાનદાર ચાલ્યું હતુ. અભિષેકે માત્ર 16 બોલ પર અડધી સદી ફટકારી હતી. આ બંન્નનું બેટ આજે શાનદાર ચાલશે તો ગુજરાત માટે અધરું સાબિત થઈ શકે છે.

  • 31 Mar 2024 02:40 PM (IST)

    IPL 2024 GT vs SRH : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાહકોની એન્ટ્રી શરુ

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત્ત વખતે 80 હજારથી વધુ ચાહકો મેચ જોવા પહોંચ્યા હતા. આ વખતે પણ સ્ટેડિયમ ખચોખચ ચાહકોથી ભરેલું હશે.

  • 31 Mar 2024 02:30 PM (IST)

    IPL 2024 GT vs SRH : બંન્ને વચ્ચે 3 મેચ રમાય

    ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલમાં 3 મેચ રમાય હતી. 2 વખત જીત ગુજરાતને મળી છે અને એક વખત હૈદરાબાદને જીત મળી છે.

  • 31 Mar 2024 02:20 PM (IST)

    IPL 2024 GT vs SRH Live Score : શુભમન ગિલની સામે પેટ કમિન્સ કેપ્ટન

    આજે શુભમન ગિલની સામે પેટ કમિન્સ કેપ્ટન હશે. જેમણે આજ મેદાન પર થોડા મહિના પહેલા વર્લ્ડકપ જીત્યો હતો.

  • 31 Mar 2024 02:10 PM (IST)

    IPL 2024 GT vs SRH : આઈપીએલ 2024માં આજે ડબલ હેડર મેચ

    આજે એટલે કે, 31 માર્ચના રોજ આઈપીએલમાં ડબલ હેડર મેચ રમાશે. જેમાં પહેલી મેચ ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે રમાશે.

  • 31 Mar 2024 02:06 PM (IST)

    IPL 2024 GT vs SRH : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થોડી જ વારમાં મેચ શરુ થશે

    આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થોડી જ વારમાં શરુ થશે મેચ, આ મેચ ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આઈપીએલ 2024ની 12મી મેચ રોમાંચક હશે કારણ કે, બંન્ને ટીમ તેની બીજી જીતની તૈયારીમાં હશે. આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદ ચોથા સ્થાને તો ગુજરાત આઠમાં સ્થાને છે.

Published On - Mar 31,2024 2:04 PM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">