IPL 2023 : લાઈવ મેચમાં કેમેરામેન પર Kavya Maran ગુસ્સે થઈ, ખુલ્લેઆમ કહ્યું ‘હટ યાર’ જુઓ Viral video
SRH vs PBKS: સનરાઇઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારન ટીમની લગભગ દરેક મેચમાં પહોંચીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે, પરંતુ રવિવારે યોજાયેલી મેચમાં તે ગુસ્સામાં જોવા મળી હતી. આ મેચમાં હૈદરાબાદને જીત મળી હતી.

જ્યારે પણ આઈપીએલ શરુ થાય છે, ત્યારે ફ્રેન્ચાઈઝીના માલિકો પોતપોતાની ટીમોને સમર્થન આપવા આવે છે. પછી તે શાહરૂખ ખાન હોય કે પ્રીતિ ઝિન્ટા. સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન પણ તેમાં સામેલ છે. કાવ્યા જ્યારે પણ મેચ જોવા પહોંચે છે ત્યારે કેમેરા તેની દરેક હરકતો કેદ કરી લે છે. આઈપીએલ-2023માં રવિવારે હૈદરાબાદની પંજાબ કિંગ્સ સાથે મેચ હતી અને આ મેચમાં કાવ્યા પણ પહોંચી હતી, પરંતુ આ મેચમાં તે એકવાર ગુસ્સામાં જોવા મળી હતી.
હૈદરાબાદે આઈપીએલની વર્તમાન સિઝનની શરૂઆત સારી રહી ન હતી. આ ટીમને પોતાની શરૂઆતની મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી મેચમાં આ ટીમનો સામનો પંજાબ કિંગ્સ સામે થયો હતો. આ મેચમાં હૈદરાબાદે આઠ વિકેટે જીત મેળવીને પોતાનું ખાતું ખોલ્યું હતું.
IPL 2023 : આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર V/s લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર,કોણ મારશે બાજી ?#IPL2023 #IPL #RoyalChallengersBangalore #LucknowSuperGiants #RCBVSLSG #LSGvRCB #TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) April 10, 2023
કાવ્યા ગુસ્સે થઈ ગઈ
કાવ્યા પણ આ મેચ જોવા આવી હતી અને હંમેશની જેમ કેમેરો તેના એક્સપ્રેશનને કેદ કરી રહ્યો હતો. આવા જ એક પ્રસંગે કાવ્યાને ગુસ્સો આવ્યો. પંજાબની ઈનિંગ્સ રમાઈ રહી હતી અને શિખર ધવન જોરદાર રન બનાવી રહ્યો હતો તે સનરાઈઝર્સ માટે મુશ્કેલી બની રહ્યો હતો. એટલામાં કાવ્યા પર કેમેરો આવ્યો. તે પહેલેથી જ ટેન્શનમાં હતી, તેથી જ્યારે તેણે પોતાને મોટી સ્ક્રીન પર જોઈ, ત્યારે તેણે કેમેરા તરફ ઈશારો કરીને કહ્યું, “હટ યાર”.
View this post on Instagram
જ્યારે પણ કાવ્યા મેદાન પર હોય ત્યારે કેમેરામેન તેના પર ફોકસ કરે છે. તે ટીમમાં ઘણો રસ બતાવે છે. આઈપીએલની હરાજીમાં પણ તે ટીમના કોચ અને ફ્રેન્ચાઈઝીના અન્ય સંબંધિત લોકો સાથે બેસીને બોલી લગાવે છે.
મેચ આવી હતી
મેચની વાત કરીએ તો પંજાબ માટે માત્ર શિખર ધવનનું બેટ જ કામ કરી શક્યું. તેણે 99 રનની અણનમ ઇનિંગ રમી જેમાં તેણે 66 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગા ઉપરાંત પાંચ છગ્ગા ફટકાર્યા. તેના સિવાય માત્ર સેમ કરણ પંજાબ માટે ડબલ આંક પહોંચી શક્યો હતો. કરણે 15 બોલમાં 22 રન બનાવ્યા હતા. હૈદરાબાદે આ લક્ષ્યાંક 17.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. તેના માટે રાહુલ ત્રિપાઠીએ 48 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 74 રન બનાવ્યા હતા. તેના તરફથી કેપ્ટન એડન માર્કરામે 21 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા.