IPL 2023: ગુજરાત ટાઈટન્સની ખૂબસૂરત મિસ્ટ્રી ગર્લનુ ફિટનેસ રહસ્ય, જાણો કેવી રીતે રાખે છે પોતાને ફિટ, Video
Gujarat Titans Mystery Girl: ગુજરાત ટાઈટન્સની ટીમની મિસ્ટ્રી ગર્લથી ખૂબ જ ચર્ચામાં રહેલી તન્વી શાહ વાહવાહી લૂંટી રહી છે. મિસ્ટ્રી ગર્લના ફિટનેશ સિક્રેટ્સ શુ છે અહીં બતાવીશું.
ગુજરાત ટાઈટન્સ ટીમ IPL 2023 માં સારુ પ્રદર્શન કરી રહી છે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાતની ટીમે અત્યાર સુધીમાં 6 માંથી 4 મેચ જીતી છે. આ દરમિયાન 2 મેચમાં હાર મેળવી છે. પોઈન્ટ્સ ટેબલમાં પણ ગુજરાતની ટીમ ટોપ ફાઈવમાં સ્થાન ધરાવે છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં એક ખૂબ સૂરત યુવતી કેમરામાં સતત કેદ થતો હતો અને સ્ક્રિન પર જોવા મળી રહ્યો હતો. જે મિસ્ટ્રી ગર્લ ગુજરાતની ટીમને સપોર્ટ કરતી તન્વી શાહ હતી.
ગુજરાત ટીમે રાજસ્થાન સામેની આ મેચમાં 3 વિકેટથી હરાવ્યુ હતુ. આ દરમિયાન મિસ્ટ્રી ગર્લથી પોપ્યુલર થયેલી તન્વી શાહના ચહેરાએ ખૂબ વાહવાહી લૂંટી હતી. પ્રતિ વર્ષ ખૂબ સૂરત ચહેરા આઈપીએલમાં આકર્ષણ જમાવતા હોય છે, આવી જ રીતે આ વખતે તન્વીએ ખૂબ આકર્ષણ જમાવ્યુ છે.
સ્કિપિંગ કરવી ખૂબ પસંદ
તન્વી શાહ ખૂબ જ સુંદર દેખાય છે અને આ માટે પોતાને ફિટ રાખવા માટે તે નિયમીત વર્કઆઉટ કરે છે. ફિટનેસ માટે ખાસ ધ્યાન રાખતી તન્વી નિયમિત સ્કિપિંગ કરે છે. તેને દોરડા કૂદવા ખૂબ પસંદ છે અને તે આ નિયમિત કરે છે. આમ કરવા થી વજન ઘટવા સાથે શરીરના કેટલાક હિસ્સાઓને મજબૂતી મળે છે. આમ પણ રોજ આઠ થી દશ મિનિટ દોરડા કૂદવા ફિટનેસને લઈ સારી બાબત છે.
View this post on Instagram
મિસ્ટ્રી ગર્લે એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે પોતાને વર્કઆઉટ માટે મોટિવેટ કરી રહી છે. તન્વી શાહ બે થી ત્રણ એક્સરસાઈઝ કરી રહી હોવાનુ વિડીયોમાં નજર આવે છે. તેણે વિડીયો શેર કરતા બતાવ્યુ છે કે, ફિઝિકલી એક્ટીવ હોવાનુ કેટલુ જરુરી છે. આ પોસ્ટ દ્વારા પોતાની ફિટનેસના રાઝ ખોલવા સાથે બતાવ્યુ છે કે, તે પોતાની ફિટનેસ બાબતે કેટલી ગંભીર છે.
View this post on Instagram
નિયમિત યોગ કરે છે
યોગ પ્રત્યે લોકો ખૂબ જ જાગૃત થઈ રહ્યા છે. આ માટે હવે વિશ્વભરમાં તેના મહત્વને લોકો સમજી રહ્યા છે અને યોગને અપનાવી રહ્યા છે. તન્વી શાહ પણ યોગ નિયમિત કરે છે. તેણે વિડીયો શેર કર્યો છે અને લખ્યુ છે કે, સપ્તાહની શરુઆત તે આવી રીતે કરે છે.
View this post on Instagram
હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટાઈટન્સ ટીમની મિસ્ટ્રી ગર્લ ખૂબ જ ફિટ છે. તે યોગ અને સ્કિપિંગ ઉપરાંત એક્સરસાઈઝ કરીને પોતાને ફિટ રાખવા માટે પ્રયાસ કરે છે. આવી જ રીતે તમે પણ આવી જ રીતે યોગ અને એક્સરસાઈઝ વડે પોતાને ફિટ રાખી શકો છો.
આ પણ વાંચોઃ Stump Price: વાનખેડેમાં Arshdeep Singh ની ‘દાંડીયા તોડ’ ઓવર, હજ્જારો નહીં લાખ્ખોમાં છે ક્રિકેટના સ્ટંપની કિંમત, જાણો
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…