IND vs IRE: હાર્દિક પંડ્યાના ભરોસા પર ખરો ઉતર્યો ઉમરાન મલિક, રોમાંચથી ભરપૂર અંતિમ ઓવરમાં આ રીતે સફળ રહ્યો

હાર્દિક પંડ્યાના ભરોસે ઉમરાન મલિક સંપૂર્ણ રીતે ખરો ઉતર્યો. તેણે એ જ કામ કર્યું જે તેને કેપ્ટન દ્વારા સોંપવામાં આવ્યું હતું. શરૂઆતમાં હાર્દિકનો આ દાવ વિચિત્ર લાગી રહ્યો હતો પરંતુ તીર નિશાન પર વાગ્યું હતું.

IND vs IRE: હાર્દિક પંડ્યાના ભરોસા પર ખરો ઉતર્યો ઉમરાન મલિક, રોમાંચથી ભરપૂર અંતિમ ઓવરમાં આ રીતે સફળ રહ્યો
Umran Malik એ ભરોસા મુજબ 17 રનનો બચાવ કર્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 10:15 AM

આયર્લેન્ડ સામેની બીજી T20માં ઉમરાન મલિક (Umran Malik) ની અંદરથી એ જ ડર ઉભરી આવ્યો, જે ડર સૌના મગજમાં હતો. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને છેલ્લી ઓવરમાં તેને બોલ સોંપ્યો, ત્યારે બધા આ નિર્ણય પર સવાલ કરવા લાગ્યા હતા. ઉમરાનની આ ડેબ્યૂ સિરીઝ હતી, તેમ છતાં હાર્દિકે આ જોખમ ઉઠાવ્યું, જેમાં ટીમ ઈન્ડિયા ને જીત મળી હતી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના ભરોસામાં ઉમરાન મલિક સંપૂર્ણ રીતે ખરો ઉતર્યો હતો. તેણે એ જ કામ કર્યું જે તેને કેપ્ટન દ્વારા સોંપવામાં આવ્યું હતું. શરૂઆતમાં હાર્દિકનો આ દાવ વિચિત્ર લાગી રહ્યો હતો, પરંતુ તીર નિશાન પર વાગ્યું હતું. મેચ બાદ તેણે પોતાના નિર્ણયનું કારણ પણ જણાવ્યું. પરંતુ તેના વિશે વાત કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે ઉમરાન મલિકે છેલ્લી ઓવરમાં રોમાંચની ક્ષણને કેવી રીતે હેન્ડલ કરી?

ભારતે પહેલા બેટીંગ કરતા સ્કોર બોર્ડ પર 225 રન નોંધાવ્યા હતા. પરંતુ આયર્લેન્ડે પણ બેજોડ રમત બતાવી હતી. દરેક ભારતીય બોલરને તેના બેટ્સમેનોએ જોરદાર માર માર્યો હતો. પરિણામ એ આવ્યું કે છેલ્લી ઓવરમાં જીતની સ્ક્રિપ્ટ લખવા માટે તેને માત્ર 17 રન બાકી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે ભારતીય કેપ્ટન પંડ્યાને બોલિંગ કોને આપવી તે પ્રશ્નને લઈને મૂંઝવણમાં હશે. પણ એવું બિલકુલ ન થયું. તેણે બોલ ઉમરાન તરફ ફેંક્યો જાણે તેણે પહેલેથી જ પ્લાન કરી લીધો હોય.

છેલ્લી ઓવરમાં ઉમરાનના હાથમાં ભારતની આશા

હવે ઉમરાનના હાથમાં બોલ નહીં પણ ભારતની આશા હતી. તેને જીતવા માટે 6 બોલમાં 17 રનનો બચાવ કરવો પડ્યો હતો. પ્રથમ બોલ પર કોઈ રન ન હોવાથી તેની શરૂઆત સારી રહી હતી. પરંતુ બીજો બોલ નો બોલ બન્યો અને પછી ઉમરાને તેના બદલે જે બોલ ફેંક્યો તે બોલ પર ચોગ્ગો લાગ્યો. આટલું જ નહીં, પછીના બોલે ફરી ચોગ્ગો ફટકાર્યો. અને આ રીતે ઉમરાને છેલ્લી ઓવરના પ્રથમ ત્રણ બોલ પર 9 રન આપ્યા હતા.

ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ
Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, જુઓ Photos
Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ
તમારા દરેક ટ્રાન્જેક્શન પર છે આવકવેરા વિભાગની ચાપતી નજર, વાંચો કેવી રીતે આવી શકે છે નોટીસ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે

હવે આયર્લેન્ડને છેલ્લા 3 બોલમાં 8 રનની જરૂર હતી. લક્ષ્ય હવે હરીફ ટીમ માટે પહેલા કરતા સરળ હતુ. ઉમરાનની સામે મુશ્કેલીઓ વધી ગઈ હતી. દબાણનો પારો પણ ઉંચો રહ્યો હતો. પરંતુ, ચમત્કાર ત્યારે થયો જ્યારે આ દબાણ માં તે વધારે નિખરી આવ્યો. ઉમરાને અંતિમ 3 બોલમાં માત્ર 3 સિંગલ્સ આપ્યા અને મેચને 4 રનથી ભારતના પક્ષમાં મુકી દીધી.

હાર્દિક પંડ્યાના ભરોસો ખરો ઉતર્યો

મેચ બાદ હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવર ઉમરાન મલિકને સોંપવાનું કારણ આપ્યું હતું. તેણે કહ્યું, “ઉમરાનને છેલ્લી ઓવર આપી કારણ કે તેની પાસે ગતિ હતી. અને ઝડપી બોલમાં 17 રન બનાવવા સરળ નહોતા. આયર્લેન્ડના બેટ્સમેનોએ સારી બેટિંગ કરી હતી. અદ્ભુત શોટ રમ્યા. પરંતુ, અંતે બાજી અમારા બોલરોના નામે હતો.

g clip-path="url(#clip0_868_265)">