AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: કેપ્ટન રોહિત શર્માએ કોચ ગૌતમ ગંભીરને ‘ખડૂસ’ કહ્યો, રાહુલ દ્રવિડને અલગ ગણાવ્યો

કાનપુર ટેસ્ટ દરમિયાન રોહિત શર્માએ એક ઈન્ટરવ્યુમાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને ખડૂસ કહ્યો હતો. રોહિત શર્માએ ટીમના યુવા ખેલાડીઓ અને તેમાંથી કેટલાકને પસંદ ન કરવા અંગે પણ મોટી વાત કહી. રોહિતનું આ સ્ટેટમેન્ટ કાનપુર તેટસ શરૂ થવા પહેલા આવ્યું હતું.

IND vs BAN: કેપ્ટન રોહિત શર્માએ કોચ ગૌતમ ગંભીરને 'ખડૂસ' કહ્યો, રાહુલ દ્રવિડને અલગ ગણાવ્યો
Gautam Gambhir & Rohit SharmaImage Credit source: PTI
| Updated on: Sep 27, 2024 | 3:02 PM
Share

ચેન્નાઈ ટેસ્ટમાં શાનદાર જીત હાંસલ કર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે કાનપુરમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. રમતના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. 9 વર્ષ પછી એવું બન્યું છે કે ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું. આ મેચ દરમિયાન રોહિત શર્માનો એક ઈન્ટરવ્યુ સામે આવ્યો છે જેમાં તે ગૌતમ ગંભીરને ખડૂસ કહી રહ્યો છે. તેણે રાહુલ દ્રવિડને તેના કરતા ઘણો અલગ હેડ કોચ ગણાવ્યો.

રોહિતે ગંભીરને ખડૂસ કહ્યો

એક ઈન્ટરવ્યુમાં રોહિત શર્માને ગૌતમ ગંભીર અને રાહુલ દ્રવિડ વચ્ચેના તફાવત વિશે પૂછવામાં આવ્યું હતું. તેના પર રોહિતે કહ્યું કે દ્રવિડ અલગ પ્રકારનો હતો પરંતુ ગૌતમ ગંભીર ખૂબ જ ખડૂસ છે. જ્યારે તે ખેલાડી હતો ત્યારે તેને રન બનાવવાનું પસંદ હતું. તમને જણાવી દઈએ કે મુંબઈમાં જે ખેલાડી વિકેટ પર ટકી જાય છે તેને ખડૂસ કહેવામાં આવે છે. રોહિતે વધુમાં કહ્યું, ‘મેં ઘણા કોચ સાથે કામ કર્યું છે અને દરેકની માનસિકતા અલગ છે. હું હંમેશા તૈયાર રહું છું.

રોહિતને સૌથી મુશ્કેલ શું લાગે છે?

રોહિત શર્માએ આ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે એક કેપ્ટન તરીકે તેને ટીમની પસંદગી કરવી સૌથી મુશ્કેલ કામ લાગે છે. રોહિતે કહ્યું કે દરેક ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં રાખી શકાતા નથી પરંતુ જે ખેલાડી સારુ પ્રદર્શન કરે છે તેને બહાર રાખવો થોડો મુશ્કેલ છે. જો કે, બધું ફક્ત ટીમના સારા માટે જ કરવામાં આવે છે.

દરેક ખેલાડીની ભૂમિકા અલગ-અલગ: રોહિત

રોહિતે આગળ કહ્યું, ‘યુવાનોએ સમજવું પડશે કે તમે ટીમ માટે રમી રહ્યા છો અને તેની કિંમત શું છે. યુવાનોએ પ્રદર્શન, માનસિકતા અને મેચ જીતવાની કળા શીખવી પડશે. દરેક ખેલાડીની ભૂમિકા અલગ-અલગ હોય છે અને પછી તેને ઓળખીને તક આપવાના પ્રયાસો કરવામાં આવે છે અને રોહિત ઘણીવાર જુનિયર ખેલાડીઓ સામે ગુસ્સો કરતો જોવા મળે છે અને તેના પર કેપ્ટને કહ્યું કે તે મેદાનમાં હોવાને કારણે શરમ નથી અનુભવતો, મેદાનની બહાર બધું બરાબર રહે છે.

આ પણ વાંચો: Virat Kohli Video : વિરાટ કોહલીએ ઉતારી બુમ બુમ બુમરાહની નકલ, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">