IPL 2024માં ફ્લોપ રહ્યા બાદ ટી 20 વર્લ્ડકપ પહેલા હાર્દિક પંડ્યા કરી રહ્યો છે આ કામ, જુઓ વીડિયો

ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સ્વિમિંગ પૂલનો એક વીડિયો શેર કર્યો છે. ટી20 વર્લ્ડકપ પહેલા પોતાને રિચાર્જ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી હાર્દિક પંડ્યા માટે ખરાબ દિવસો રહ્યા છે અને હવે તો એવા પણ સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે, હાર્દિક પંડ્યા અને નતાશા છુટાછેડા લેશે.

IPL 2024માં ફ્લોપ રહ્યા બાદ ટી 20 વર્લ્ડકપ પહેલા હાર્દિક પંડ્યા કરી રહ્યો છે આ કામ, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: May 24, 2024 | 11:28 AM

ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગુરુવારના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે સ્વમિંગ કરતો જોવા મળી રહ્યો છે. હાર્દિક પંડ્યા માટે આઈપીએલ 2024થી ખરાબ દિવસો રહ્યા છે. તેમની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શ ખુબ નિરાશાજનક રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 14 મેચ રમી તેમાંથી માત્ર 4માં જ જીત મેળવી હતી અને પાંચ વખતની ચેમ્પિયન 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

હાર્દિક ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં જોડાશે

હાર્દિક પંડ્યાએ ગુરુવારના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરતો જોવા મળી રહ્યો છે. તેમણે સાથે એક ફોટો પણ પોસ્ટ કર્યો છે. પોસ્ટમાં લખ્યું છે રિચાર્જિંગ, હાર્દિક પંડ્યાના બેટ અને બોલથી આઈપીએલમાં સારું પ્રદર્શ જોવા મળ્યું ન હતુ. તેમણે 14 મેચમાં 216 રન બનાવ્યા અને 11 વિકેટ લીધી હતી.હાર્દિક ટી20 વર્લ્ડકપમાં ભાગ લેવા માટે ટુંક સમયમાં જ ભારતીય ટીમમાં જોડાશે.

ગત્ત વર્ષ વર્લ્ડકપ દરમિયાન ઈજા થઈ

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર છે. તેમને ગત્ત વર્ષ વર્લ્ડકપ દરમિયાન ઈજા થઈ હતી. જેના કારણે તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યો હતો. આઈપીએલ પહેલા તે ફિટ થયો અને આખી સીઝન રમતા જોવા મળ્યો હતો.

હાર્દિક પંડ્યાએ ભારત માટે ટી20 ફોર્મેટમાં છેલ્લી મેચ ઓગસ્ટમાં રમી હતી.મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર આઈપીએલ 2024માં ધીમી ઓવરના કારણે એક મેચ માટે પ્રતિબંધ અને 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ છેલ્લી લીગ મેચ સાથે મુંબઈનો પ્રવાસ પૂર્ણ થયો હતો. એટલે કે, હવે હાર્દિક પંડ્યા આગામી વર્ષે આઈપીએલ 2025માં પહેલી મેચ રમી શકશે નહિ.

આ પણ વાંચો : SRH vs RR ક્વોલિફાયર 2માં હવામાન કેવું રહેશે ? મેચ રદ થશે તો આ ટીમની ફાઈનલની ટિકિટ પાક્કી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">