મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને હારેલી મેચ જીતાડી દીધી, શુભમન ગિલ સામે હાર્દિક પંડ્યા ફેલ થયો

ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ હારેલી મેચ જીતી લીધી છે. શુભમન ગિલની ટીમે હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હાર આપી છે. તમને જણાવી દઈએ કે, આ વખતે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની કમાન સોંપવામાં આવી છે જ્યારે શુભમન ગિલને ગુજરાતની કમાન સોંપવામાં આવી છે.

મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને હારેલી મેચ જીતાડી દીધી, શુભમન ગિલ સામે હાર્દિક પંડ્યા ફેલ થયો
Follow Us:
| Updated on: Mar 25, 2024 | 10:28 AM

બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ગુજરાત ટાઈટન્સની ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હાર આપી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી મુંબઈ ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતે પોતાના હોમ ગ્રાઉન્ડમાં પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 168 રન બનાવી શકી હતી.ત્યારબાદ મુંબઈની ટીમ ક્રિઝ પર આવી પરંતુ મુંબઈની બેટિંગ સારી રહી ન હતી. પહેલી વિકેટ 0 રન પર પડી હતી.

રોહિત શર્મા અને ડેવાલ્ડ બ્રેવિસે જે રીતે બેટિંગ કરી તે જોઈને લાગતું હતુ કે, ગુજરાતની હાર પાક્કી છે પરંતુ ત્યારે મોહિતે પોતાનો મેજિક દેખાડ્યો અને મેચની બાજી જ પલટી નાંખી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

મુંબઈને જીત માટે 18 બોલમાં 36 રનની જરુર

મુંબઈ વિરુદ્ધ ગુજરાતને મળેલી જીતનો ટર્નિંગ પોઈન્ટ 18મી ઓવર માનવામાં આવે છે. જ્યારે મોહિત શર્માએ માત્ર 9 રન આપી ટીમ ડેવિડને આઉટ કર્યો. 17 ઓવર સુધી મેચમાં મુંબઈએ 4 વિકેટ પર 133 રન બનાવી લીધા હતા. હવે ક્રિઝ પર ટિમ ડેવિડ અને તિલક વર્મા હતા. મુંબઈને જીત માટે 18 બોલમાં 36 રનની જરુર હતી. ત્યારે બોલિંગ કરવા મોહિત શર્મા આવ્યો અને પહેલા બોલ પર ટિમ ડેવિડને રન આપ્યો નહિ. બીજો બોલ વાઈડ ગયો જ્યારે ત્રીજા બોલ પર ડેવિડે ચોગ્ગો ફટકાર્યો. મુંબઈએ 2 બોલમાં 5 રન બનાવી લીધા હતા.

ત્યારબાદ મોહિતે પોતાનો મેજિક દેખાડ્યો. મોહિતે ત્રીજા અને ચોથા બોલ પર ટિમ ડેવિડને 2-2 રન આપ્યા, પાંચમા બોલ પર ડેવિડે સિક્સ ફટકારી હતી. છેલ્લા બોલ પર ટિમ ડેવિડે સિક્સ મારવાનો પ્રયાસ કર્યો અને ડેવિડ મિલરના હાથે કેચ આઉટ થયો. મોહિતે પોતાની આ ઓવરમાં 9 રન આપી 1 વિકેટ લીધી હતી. ત્યારબાદ મુંબઈની ટીમ દબાવમાં આવી ગઈ હતી.

હાર્દિકની જવાબદારી હતી ટીમને જીત અપાવવા

ડેવિડ આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો. હવે હાર્દિકની જવાબદારી હતી ટીમને જીત અપાવવા. હાર્દિક પંડ્યા શોર્ટ રમવાના ચક્કરમાં આઉટ થઈ ગયો હતો. આ રીતે ગુજરાત દ્વારા આપવામાં આવેલા 169 રનનો લક્ષ્યાંકના જવાબમાં મુંબઈની ટીમ 162 રન જ બનાવી શકી હતી.ત્યારબાદ તિલક વર્માની વિકેટ પડી. 19મી ઓવરમાં ગેરાલ્ડ કોએટ્ઝી આઉટ થઈ ગયો હતો. 20મી ઓવરના ત્રીજા બોલ પર કેપ્ટન હાર્દિક પંડ્યા આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ પીયુષ ચાવલા પણ આઉટ થયો હતો.

આ પણ વાંચો : IPL 2024: ગુજરાત ટાઇટન્સે ગુજરાતમાં હાર્દિક પંડયાનું હાર સાથે કર્યું સ્વાગત, આ ઓવરમાં બદલાયો આખો ખેલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">