David Warner 99 રનમાં સ્ટમ્પ થનાર પહેલો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન, આ શરમજનક રેકોર્ડ બે ભારતીય દિગ્ગજોના નામે નોંધાયેલો છે.
Cricket : ડેવિડ વોર્નરે (David Warner) શ્રીલંકા સામે રમાયેલી તેની ઇનિંગ્સના આધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16,000 રન પૂરા કર્યા. તે રમતના ત્રણેય ફોર્મેટમાં 16,000 રન પૂરા કરનાર છઠ્ઠો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો.
ઓસ્ટ્રેલિયાનો ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner) શ્રીલંકા સામેની ચોથી વનડેમાં માત્ર એક રનથી સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. ડેવિડ વોર્નરે આ મેચમાં 112 બોલનો સામનો કર્યો હતો અને 12 ચોગ્ગાની મદદથી 99 રન બનાવ્યા હતા અને ધનંજય ડી સિલ્વાની બોલ પર નિરોસન ડિકવેલાના હાથે સ્ટમ્પ થયા હતા. 99 રન પર સ્ટમ્પ આઉટ થયેલા ડેવિડ વોર્નરે ખૂબ જ શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ડેવિડ વોર્નર 99 રન પર સ્ટંપ આઉટ થનાર પહેલો ઓસ્ટ્રેલિયાનો ખેલાડી બન્યો
ડેવિડ વોર્નર ક્રિકેટ ઈતિહાસ (Cricket History) માં 99 રન બનાવીને આઉટ થનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો છે. આ પહેલા ક્યારેય કોઈ કાંગારૂ ખેલાડી 99 રનમાં સ્ટમ્પ થયો ન હતો. જો કે વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો ડેવિડ વોર્નર પહેલા અન્ય ચાર ખેલાડીઓ સાથે આવું બન્યું છે. ભારત તરફથી અત્યાર સુધી જે ખેલાડીઓ 99 રનમાં સ્ટમ્પ થયા છે તેમાં વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) અને લક્ષ્મણ (VVS Lakshman) નો સમાવેશ થાય છે. તો આ યાદીમાં મકસૂદ અહેમદ, જોન રાઈટના નામનો પણ સમાવેશ થાય છે.
99 રનમાં સ્ટંપ આઉટ થનાર વિશ્વના પાંચ બેટ્સમેનઃ 1) મકસુદ અહમદ vs IND 2) જોન રાઇટ vs ENG 3) વીવીએસ લક્ષ્મણ vs WI 4) વીરેન્દ્ર સહેવાગ vs SL 5) ડેવિડ વોર્નર vs SL
ડેવિડ વોર્નરે 16 હજાર રન પુરા કર્યા
ડેવિડ વોર્નરે શ્રીલંકા સામે રમેલી તેની ઇનિંગ્સના આધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16,000 રન પૂરા કરી દીધા છે. તે રમતના ત્રણેય ફોર્મેટમાં 16,000 રન પૂરા કરનાર છઠ્ઠો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવવાના મામલે વોર્નર હાલમાં છઠ્ઠા સ્થાને છે. તેણે અત્યાર સુધી 317 મેચની 393 ઇનિંગ્સમાં 16,037 રન બનાવ્યા છે. વોર્નરના નામે ત્રણેય ફોર્મેટમાં 43 સદી અને 80 અડધી સદી છે.
Current Players with Most runs
23650 – Virat Kohli 17196 – Joe Root 16000 – David Warner* 15733 – Rohit Sharma 15483 – Kane Williamson#AUSvsSL pic.twitter.com/BdLleDDNQO
— (@Shebas_10dulkar) June 21, 2022
ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર ટોપ 6 બેટ્સમેન
1) 27368 – રિકી પોન્ટિંગ 2) 18496 – સ્ટીવ વૉ 3) 17698 – એલમ બાર્ડર 4) 17112 – માઇખલ ક્લાર્ક 5) 16529 – માર્ક વૉ 6) 16037 – ડેવિડ વોર્નર
તમને જણાવી દઈએ કે ચોથી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ચરિથ અસલંકાના 106 બોલમાં 110 રનના આધારે 49 ઓવરમાં 258 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 254 રન બનાવી શકી હતી અને તેનો 4 રનથી પરાજય થયો હતો.