IND vs AUS : ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, 2023 ODI વર્લ્ડ કપની ફાઈનલની હારનો લીધો બદલો
IND vs AUS Champions Trophy 2025 Semi Final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. 2011 પછી પહેલીવાર ટીમ ઈન્ડિયાએ કોઈ ICC ટૂર્નામેન્ટના નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. 9 માર્ચે ભારત દુબઈમાં રમશે ફાઈનલ.

India vs Australia, Champions Trophy 2025 1st Semi-Final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી હતી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ ત્રણેયમાં ભારતનું પલડું ભારે રહ્યું હતું. પહેલા શમી, જાડેજા અને ચક્રવર્તીની બોલિંગ, બાદમાં વિરાટ, શ્રેયસ, રાહુલ અને હાર્દિકની બેટિંગના દમ પર ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે જ 14 વર્ષ લાંબી રાહ બાદ ભારતીય ટીમે ICCની મર્યાદિત ઓવરની ટુર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. હવે 9 માર્ચ રવિવારે ફાઈનલમાં ભારતનો સામનો સેમીફાઈનલ 2 માં આફ્રિકા અને ન્યુઝીલેન્ડમાંથી વિજેતા બનનાર ટીમ સામે થશે.
LIVE NEWS & UPDATES
-
વિરાટ કોહલી બન્યો પ્લેયર ઓફ ધ મેચ
વિરાટ કોહલી મેચનો શ્રેષ્ઠ ખેલાડી બન્યો, પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો. સૌથી વધુ 84 રન બનાવ્યા. વિરાટે કહ્યું કે એક સમયે એક કે બે રન લેવાથી તેનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો હતો.
-
ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં
ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યું, ઓસ્ટ્રેલિયાથી લીધો બદલો, સેમી ફાઈનલમાં 4 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ સિક્સર ફટકારી જીત અપાવી
-
-
કોહલી 84 રન બનાવી આઉટ
વિરાટ કોહલી 84 રન બનાવી થયો આઉટ, 6 રન માટે સદી ચૂકી ગયો
-
10 ઓવરમાં 65 રનની જરૂર
ટીમ ઈન્ડિયા હવે જીત તરફ આગળ વધી રહી છે. 60 બોલમાં 65 રનની જરૂર છે. વિરાટ કોહલી સદી તરફ આગળ વધી રહ્યો છે અને કેએલ રાહુલ તેને સારો સાથ આપી રહ્યો છે.
-
વિરાટનો વધુ એક રેકોર્ડ
વિરાટ કોહલી ICC નોકઆઉટ મેચોમાં 1000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો
-
-
અક્ષર પટેલ 27 રન બનાવી આઉટ
ભારતને ચોથો ઝટકો, અક્ષર પટેલ 27 રન બનાવી આઉટ, નાથન એલિસે કર્યો ક્લીન બોલ્ડ
-
ICC ઈવેન્ટ્સમાં સૌથી વધુ 50+ સ્કોર
39 વખત – વિરાટ કોહલી (86 ઈનિંગ્સ)
30 વખત – રોહિત શર્મા (86 ઈનિંગ્સ)
23 વખત – સચિન તેંડુલકર (58 ઈનિંગ્સ)
21 વખત – ક્રિસ ગેલ (82 ઈનિંગ્સ)
21 વખત – મહેલા જયવર્ધને (86 ઈનિંગ્સ)
21 વખત – કુમાર સંગાકારા (86 ઈનિંગ્સ)
-
શ્રેયસ અય્યર ક્લીન બોલ્ડ
ભારતને ત્રીજો ઝટકો, શ્રેયસ અય્યર 45 રન બનાવી થયો આઉટ, ઝમ્પાએ કર્યો ક્લીન બોલ્ડ, શ્રેયસ અય્યર 5 રન માટે ફિફ્ટી ચૂકી ગયો
-
વિરાટ કોહલીની ફિફ્ટી
વિરાટ કોહલીની ફિફ્ટી, શ્રેયસ અય્યર 50 રનની નજીક, વિરાટ કોહલીએ દમદાર બાઉન્ડ્રી ફટકારી 50 રન પૂરા કર્યા, શ્રેયસ અય્યર 50 રનની નજીક
-
ભારતનો સ્કોર 100 રનને પાર
વિરાટ કોહલી-શ્રેયસ અય્યરની 50 રનની પાર્ટનરશિપ, ભારતનો સ્કોર 100 રનને પાર, કોહલીએ ફટકારી જોરદાર બાઉન્ડ્રી
-
10 ઓવર બાદ ભારતનો સ્કોર 55/2
ભારતીય ટીમે પહેલા પાવરપ્લેમાં 55 રન બનાવ્યા. કોનેલીની ઓવરમાં અય્યરે બે ચોગ્ગા ફટકાર્યા. વિરાટ અને અય્યરની જોડી જ ટીમ ઈન્ડિયાને સરળતાથી જીત અપાવી શકે છે અને ઓસ્ટ્રેલિયન ટીમ પણ આ વાત જાણે છે.
-
રોહિત શર્મા 28 રન બનાવી આઉટ
ભારતને બીજો ઝટકો, કેપ્ટન રોહિત શર્મા 28 રન બનાવી થયો આઉટ, કૂપર કોનોલીએ રોહિત શર્માને LBW આઉટ કર્યો, રોહિતે અમ્પાયરના નિર્ણય પર રિવ્યુ લીધો અને થર્ડ અમ્પાયરે પણ આઉટ જાહેર કરતા ભારતે એક રિવ્યુ ગુમાવ્યો
-
ભારતને પહેલો ઝટકો
ભારતને પહેલો ઝટકો, શુભમન ગિલ 8 રન બનાવી થયો આઉટ, બેન દ્વારશુઈસે શુભમનને કર્યો ક્લીન બોલ્ડ, પાંચ ઓવર બાદ ભારતનો સ્કોર 30/1, વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્રિઝ પર હાજર
-
રોહિતનો બીજો કેચ ડ્રોપ
ત્રીજી ઓવરના અંતિમ બોલ પર લાબુશેને રોહિત શર્માનો કેચ છોડ્યો, રોહિતને બીજું જીવનદાન
-
રોહિતે ચોગ્ગો મારીને પોતાનું ખાતું ખોલાવ્યું
રોહિત શર્માએ બીજા બોલ પર જ ચોગ્ગો ફટકાર્યો. બેન દ્વાર્શિયસે બોલને યોર્કર ફેંક્યો અને ભારતીય કેપ્ટને ફ્લિક શોટ રમ્યો અને ચોગ્ગો ફટકાર્યો. પછી વધુ 3 રન બનાવ્યા. પહેલી ઓવરમાં ભારતનો સ્કોર 7 રન છે.
-
ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા 265 રનનો ટાર્ગેટ, હાર્દિક પંડયાએ ઝમ્પાને ક્લીન બોલ્ડ કરી ઓસ્ટ્રેલિયાની ઈનિંગ સંપત કરી, શમીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી, ચક્રવર્તી-જાડેજાએ બે-બે અને હાર્દિક-અક્ષરે એક-એક વિકેટ લીધી, સ્મિથે સૌથી વધુ 73 અને કેરીએ 61 રન બનાવ્યા.
-
શ્રેયસ અય્યરે કેરીને કર્યો રનઆઉટ
ઓસ્ટ્રેલિયાને આઠમો ઝટકો, એલેક્સ કેરી 61 રન બનાવી થયો આઉટ, શ્રેયસ અય્યરે દમદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કરતા જોરદાર થ્રો કરી સેટ બેટ્સમેન એલેક્સ કેરીને રનઆઉટ કર્યો અને ઓસ્ટ્રેલિયાની અંતિમ ઓવરમાં મોટો સ્કોર સુધી પહોંચવાની આશા પર પાણી ફેરવ્યું.
-
કેરીની અડધી સદી
એલેક્સ કેરીએ 48 બોલમાં અડધી સદી ફટકારી. ઓસ્ટ્રેલિયન વિકેટકીપર દ્વારા અદ્ભુત બેટિંગ. દુબઈની પીચ પર 100થી વધુના સ્ટ્રાઈક રેટથી અડધી સદી ફટકારવી એ મોટી વાત છે.
-
વરુણ ચક્રવર્તીએ ભારતને સાતમી સફળતા અપાવી
વરુણ ચક્રવર્તીએ ભારતને સાતમી સફળતા અપાવી, બેન દ્વારશુઈસ 19 રન બનાવી થયો આઉટ, શ્રેયસ અય્યરે કર્યો કેચ, કેરી હજી ક્રિઝ પર હાજર
-
IND vs AUS LIVE Score : એલેક્સ કેરીએ ચોગ્ગો ફટકાર્યો
40 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 213/6
-
IND vs AUS LIVE Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 207/6
39મી ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 207/6
-
IND vs AUS LIVE Score : ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો
ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો, ગ્લેન મેક્સવેલ 7 રન બનાવીને આઉટ થયો
-
Champions Trophy 2025 IND vs AUS : મોહમ્મદ શમીએ સ્ટીવ સ્મિથને 73 રન પર આઉટ કર્યો
મોહમ્મદ શમીએ સ્ટીવ સ્મિથને 73 રન પર આઉટ કર્યો
-
Champions Trophy 2025 IND vs AUS : ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પવેલિયન ભેગી થઈ
-
Champions Trophy 2025 IND vs AUS : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 150ને પાર, 4 વિકેટ પડી
30 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 158 રન છે. એલેક્સ કેરી આવતાની સાથે જ બે ચોગ્ગા ફટકાર્યા છે. સ્ટીવ સ્મિથે અડધી સદી ફટકારી છે અને હજુ પણ ક્રીઝ પર છે. ઓસ્ટ્રેલિયાની સ્થિતિ મજબૂત છે.
-
Champions Trophy 2025 IND vs AUS : ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો
ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો લાગ્યો છે, જોશ ઈંગ્લીસ 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો
-
Champions Trophy 2025 IND vs AUS : સ્ટીવ સ્મિથની અડધી સદી ફટકારી
સ્ટીવ સ્મિથે અડધી સદી ફટકારી છે. તે 68 બોલમાં પચાસ રન બનાવવામાં સફળ રહ્યો.
-
Champions Trophy 2025 IND vs AUS : સ્મિથે સિક્સ ફટકારી
-
Champions Trophy 2025 IND vs AUS : ભારતને ત્રીજી સફળતા મળી
ભારતને ત્રીજી સફળતા મળી,જાડેજાએ લાબુશેનને 29 રને આઉટ કર્યો.સ્મિથ અને લાબુશેન વચ્ચેની ખતરનાક ભાગીદારી તૂટી ગઈ. ત્રણ વિકેટ પડી ગઈ છે.
-
Champions Trophy 2025 IND vs AUS : શમીએ વધુ એક કેચ છોડ્યો
-
IND vs AUS Live: સ્મિથ અને લાબુશેન ક્રિઝ પર
15 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 76/2
-
Champions Trophy 2025 IND vs AUS : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 58/2
9 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 58/2 છે.
-
Champions Trophy 2025 IND vs AUS : ટ્રેવિસ હેડની તોફાની બેટિંગ પેવેલિયન પરત ફર્યો
ટ્રેવિસ હેડ 39 રન બનાવીને આઉટ થયો, વરુણ ચક્રવર્તીએ વિકેટ લીધી
-
IND vs AUS LIVE Score : ટ્રેવિસ હેડ 3 ચોગ્ગા ફટકાર્યા
-
IND vs AUS LIVE Score : 4 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 17/1
4 ઓવર પછી, ઓસ્ટ્રેલિયન ટીમે એક વિકેટના નુકસાન પર 17 રન બનાવી લીધા છે. ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ ક્રીઝ પર છે.
-
Champions Trophy 2025 IND vs AUS : ટ્રેવિસ હેડે સિક્સ ફટકારી
-
IND vs AUS LIVE Score : ભારતને મળી પહેલી સફળતા
ભારતને પહેલી સફળતા મળી, શમીએ કોનોલીને આઉટ કર્યો,કોનોલી પોતાની ખાતું પણ ખોલાવી શક્યો ન હતો
-
Champions Trophy 2025 IND vs AUS : શમીએ પહેલા બોલ પર ટ્રેવિસ હેડનો કેચ છોડ્યો
શમી પહેલા જ બોલ પર ટ્રેવિસ હેડનો કેચ ચૂકી ગયો. તેને બોલ પકડવાની તક હતી પણ બોલ તેના હાથમાંથી સરકી ગયો. પહેલી ઓવરમાં ફક્ત બે રન જ બન્યા.
-
Champions Trophy 2025 IND vs AUS : ઓસ્ટ્રેલિયાનો દાવ શરૂ
હેડ-કોનોલી ક્રીઝ પર
-
Champions Trophy 2025 IND vs AUS : ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં 6 સ્પિનરો
ઓસ્ટ્રેલિયન ટીમ 6 સ્પિનરો સાથે સેમિફાઇનલ મેચમાં પ્રવેશી છે.
-
Champions Trophy 2025 IND vs AUS : ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવન અંગે મોટો નિર્ણય લીધો
A look at #TeamIndia‘s Playing XI
Updates ▶️ https://t.co/HYAJl7biEo#INDvAUS | #ChampionsTrophy pic.twitter.com/kFeikS3w7b
— BCCI (@BCCI) March 4, 2025
-
Champions Trophy 2025 IND vs AUS : રન દુબઈમાં બનશે
This pitch is the best of the four pitches we have seen at Dubai. Toss might not be as important anymore. Team batting first should get to 270++. #IndvAus #ChampionsTrophy
— Aakash Chopra (@cricketaakash) March 4, 2025
-
Champions Trophy 2025 IND vs AUS : ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ
ભારત સતત 14મી વખત ટોસ હાર્યું છે, ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરશે
-
Champions Trophy 2025 IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલ મેચ, થોડીવારમાં ટોસ
ભારતીય ટીમ સ્ટેડિયમમાં પ્રવેશી ચૂકી છે. વિરાટ, રોહિત સહિત આખી ભારતીય ટીમ ટીમ બસ દ્વારા દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પહોંચી ગઈ છે. થોડા સમયમાં ટોસ થશે
-
Champions Trophy 2025 IND vs AUS : બંને ટીમો સ્ટેડિયમ પહોંચી
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ પહેલા, બંને ટીમો એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયા સ્ટેડિયમ પહોંચી ગઈ છે.
-
Champions Trophy 2025 IND vs AUS : ICC નોકઆઉટમાં બરાબરીની ટકકર
ભારત અને ઓસ્ટ્રેલિયા ICC નોકઆઉટ મેચોમાં 8 વખત એકબીજા સામે ટકરાયા છે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમોએ 4-4 મેચ જીતી છે. પરંતુ છેલ્લા 3 ICC નોકઆઉટમાં, ઓસ્ટ્રેલિયન ટીમ જીતી છે.
-
Champions Trophy 2025 IND vs AUS : ICC ODI ટુર્નામેન્ટના હેડ ટુ હેડ રેકોર્ડ્સ
જો આપણે ICC ODI ટુર્નામેન્ટના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો, બંને ટીમો વચ્ચે 18 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, ઓસ્ટ્રેલિયાએ 10 મેચ જીતી છે અને ટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી.
-
Champions Trophy 2025 IND vs AUS : દુબઈમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાએ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 5 ODI મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, ઓસ્ટ્રેલિયાએ 4 મેચ જીતી છે અને માત્ર 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, ઓસ્ટ્રેલિયાએ છેલ્લે 2019માં દુબઈમાં ODI રમી હતી. એટલે કે તે લગભગ 6 વર્ષ પછી અહીં ODI મેચ રમશે.
-
Champions Trophy 2025 IND vs AUS : ભારતની સેમિફાઇનલ સુધીની સફર
ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ જીતી હતી. ભારતે તે મેચ 6 વિકેટથી જીતી હતી. આ પછી, પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં, ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી જીત મેળવી અને છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું. ગ્રુપ સ્ટેજમાં ભારત એકમાત્ર એવી ટીમ હતી જેણે ત્રણેય મેચ જીતી હતી
-
Champions Trophy 2025 IND vs AUS : મેચ રદ્દ થાય તો દક્ષિણ આફ્રિકાને ફાયદો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમીફાઈનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાશે. આ બંને ટીમો લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ માટે 6 માર્ચનો દિવસ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. જો આ મેચ પણ પરિણામ ન આપે તો દક્ષિણ આફ્રિકાની ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. કારણ કે દક્ષિણ આફ્રિકા ગ્રુપ B માં ટોચ પર હતું. જ્યારે ન્યુઝીલેન્ડ ગ્રુપ A માં બીજા સ્થાને રહ્યું હતું.
-
Champions Trophy 2025 IND vs AUS : બંને સેમીફાઈનલ મેચ માટે રિઝર્વ ડે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વરસાદ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક અલગ જ સંબંધ રહ્યો છે. છેલ્લી બે આવૃત્તિઓમાં ઓસ્ટ્રેલિયાની 3 મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આ વખતે પણ ઓસ્ટ્રેલિયાની એક મેચ વરસાદને કારણે રમાઈ શકી ન હતી. આવી સ્થિતિમાં, ચાહકોના મનમાં ડર છે કે જો સેમીફાઈનલમાં પણ આવું જ કંઈક થાય છે, તો કઈ ટીમને નુકસાન થશે. તમને જણાવી દઈએ કે, આ વખતે ICC એ બંને સેમીફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. પરંતુ રમત નિર્ધારિત તારીખે પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. જો આ શક્ય ન હોય, તો રિઝર્વ ડે પર મેચ જ્યાંથી રોકાઈ હતી ત્યાંથી શરૂ થશે.
-
Champions Trophy 2025 IND vs AUS : દુબઈની પીચની કેવી હશે
ભારતીય ટીમે બધી મેચ દુબઈમાં રમી છે. ત્રણેય મેચમાં પિચ ધીમી હતી અને સ્કોર 250 થી વધુ ન થઈ શક્યો.
-
Champions Trophy 2025 IND vs AUS : ટોસ બપોરે 2 વાગ્યે થશે
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ મેચ રમવા જઈ રહી છે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે અને ટોસ બપોરે 2 વાગ્યે થશે.
-
Champions Trophy 2025 IND vs AUS : ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં આમને-સામને
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મહત્વપૂર્ણ મેચ દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે જ્યારે બંને ટીમો સેમિફાઇનલમાં આમને-સામને હશે.
Published On - Mar 04,2025 12:02 PM