VIDEO: તમે આ કેચ ન જોયો તો શું જોયું, LIVE મેચમાં આ નેપાળી ખેલાડીએ કર્યો ‘ચમત્કાર’
નેપાળના ખેલાડીઓ તેમના શાનદાર ક્રિકેટ પ્રદર્શનના આધારે સતત ચર્ચામાં છે. તાજેતરમાં, દીપેન્દ્ર સિંહ એરીએ 6 બોલમાં 6 સિક્સર ફટકારીને નામ કમાવ્યું હતું, હવે તે જ ટીમના ખેલાડી કુશલ ભરતેલે આશ્ચર્યજનક કેચ લઈને બધાના દિલ જીતી લીધા છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
એક તરફ દુનિયાની નજર IPL પર ટકેલી છે, તો બીજી તરફ નેપાળ અને UAEની ACC પ્રીમિયર કપની સેમીફાઈનલમાં કંઈક એવું બન્યું છે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. UAE આ મેચ જીતી ગઈ પરંતુ નેપાળના ખેલાડી કુશલ ભરતેલે બધાને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં, આ મેચમાં કુશલ ભરતેલે એવો કેચ લીધો જે કોઈ પણ સામાન્ય ખેલાડીની પહોંચની બહાર છે. આ કેચ માત્ર ખાસ ફિલ્ડર જ લઈ શકે છે.
આઠમી ઓવરમાં થયો ‘ચમત્કાર’
યુએઈની ઈનિંગની આઠમી ઓવરમાં વિષ્ણુ સુકુમારને ગુલશન ઝાના બોલ પર મિડ-ઓન પર શોટ રમ્યો હતો. એવું લાગતું હતું કે બોલ બાઉન્ડ્રી પાર કરી જશે પરંતુ મિડ-ઓન પર ઊભેલા કુશલ ભરતેલે આવું થવા દીધું નહીં. બોલ હવામાં જતાની સાથે જ તે પોતાની જગ્યાએથી પાછળની તરફ દોડ્યો અને પછી ફુલ લેન્થ ડાઈવ કરીને બોલને પકડી લીધો. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને દરેક લોકો કુશલ ભરતેલને સલામ કરી રહ્યા છે.
Replaying it endlessly. Kushal Bhurtel, what a catch! . .@ACCMedia1 #ACCMensPremierCup #NEPvUAE pic.twitter.com/SFFuHJ4LqK
— FanCode (@FanCode) April 19, 2024
નેપાળની ટીમ હારી ગઈ
કુશલ ભરતલે આ કેચ લઈને પોતાની ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે તે નિષ્ફળ ગયો. UAEએ આ મેચમાં નેપાળને 6 વિકેટે હરાવ્યું હતું. અલ અમેરાતમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં નેપાળે પ્રથમ બેટિંગ કરતા માત્ર 119 રન બનાવ્યા હતા. જવાબમાં UAEએ 17.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. UAEની જીતમાં આલીશાન શરાફુનું મહત્વનું યોગદાન હતું, જેણે 41 બોલમાં 55 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ જીત સાથે UAEની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે ફાઈનલ મેચ હોંગકોંગ અને ઓમાન વચ્ચે 21મી એપ્રિલે રમાશે.
આ પણ વાંચો : 10 વર્ષની ઉંમરે ઘર છોડ્યું, એક સમયના ભોજન માટે અમ્પાયરિંગ કરી, હવે IPLમાં મચાવી રહ્યો છે ‘કહેર’