AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં ઓપરેશન હેલ્થ, 175 હાઈવે હોટલોને બિનઆરોગ્યપ્રદ ખોરાક બદલ નોટિસ, જુઓ Video

Breaking News : ગુજરાતમાં ઓપરેશન હેલ્થ, 175 હાઈવે હોટલોને બિનઆરોગ્યપ્રદ ખોરાક બદલ નોટિસ, જુઓ Video

| Updated on: Nov 26, 2026 | 4:24 PM
Share

ગુજરાતમાં ઓપરેશન હેલ્થ અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજ્યભરમાં 1477 સ્થળોએ તપાસ કરી. હાઈવે પરની 175 હોટલોને ગંદકી અને અનહાઈજેનિક ફૂડ માટે નોટિસ અપાઈ છે.

ગુજરાત સરકારે રાજ્યમાં ગ્રાહકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ઓપરેશન હેલ્થ નામની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. આ અભિયાન હેઠળ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 1477 સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસનો મુખ્ય હેતુ હોટલો અને ખાદ્ય એકમોમાં સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવાનો હતો.

આ ઝુંબેશ દરમિયાન, હાઈવે પર આવેલી 691 હોટલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી 175 હોટલોને ગંદકી અને બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 516 અન્ય હોટલોને સ્વચ્છતા અને સેવામાં સુધારો કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચનારાઓ સામે પણ લાલ આંખ કરવામાં આવી છે.

રાજ્યના 786 એકમોમાં ફ્રોઝન ડેઝર્ટ અંગે તપાસ કરતાં 32 એકમોમાં ફ્રોઝન ડેઝર્ટ અને 164 એકમોમાં બંનેનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું.

સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે શુદ્ધ અને સાત્વિક ખોરાક મેળવવો એ દરેક ગ્રાહકનો મૂળભૂત અધિકાર છે. ઓપરેશન હેલ્થ અભિયાન આગામી સમયમાં પણ નિરંતર ચાલુ રહેશે. જો કોઈ હોટલ કે ખાદ્ય એકમમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસાશે અથવા ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સંચાલકની રહેશે. લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેમને ક્યાંય પણ ગંદકી કે બેદરકારી જણાય, તો તુરંત આરોગ્ય વિભાગને જાણ કરે.

સુરત નકલી ડિમોલિશન વિવાદ, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની મહત્વપૂર્ણ દલીલો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">