AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Weather Today:  ગુજરાતમાં શિયાળાનું જોર વધશે, આગામી 7 દિવસ કડકડતી ઠંડીની આગાહી, નલિયામાં 11.5 ડિગ્રી તાપમાન

Gujarat Weather Today: ગુજરાતમાં શિયાળાનું જોર વધશે, આગામી 7 દિવસ કડકડતી ઠંડીની આગાહી, નલિયામાં 11.5 ડિગ્રી તાપમાન

| Updated on: Nov 27, 2026 | 11:22 AM
Share

હવામાનની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ઠંડીનો વધુ અનુભવ થશે. બીજી તરફ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.

ગુજરાતમાં હવે ધીમે ધીમે શિયાળો બરાબર જામી રહ્યો છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની સાથે હવામાનમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. આજથી 3 ડિસેમ્બર સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે.

રાજ્યનાં 16 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 19 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 12થી 16 ડિગ્રીની વચ્ચે રહેવાની આગાહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ વધુ થશે.

નલિયામાં સૌથી ઓછું 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યમાં ઠંડીના વધતા પ્રભાવ વચ્ચે કચ્છના નલિયામાં સૌથી ઓછું 11.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત રાજ્યનાં પાંચ શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેમાં ગાંધીનગરમાં 14 ડિગ્રી, અમરેલીમાં 14.8 ડિગ્રી અને રાજકોટમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તાપમાનમાં ઘટાડો થતાં વહેલી સવારે લોકો ગરમ કપડાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.

આગામી એક સપ્તાહ ઠંડીથી રાહત મળવાની શક્યતા ઓછી

હવામાનની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ઠંડીનો વધુ અનુભવ થશે. બીજી તરફ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. ડિસેમ્બરની શરૂઆત સાથે જ શિયાળો વધુ આક્રમક બની શકે છે. જેથી આગામી દિવસોમાં વહેલી સવારે બહાર નીકળતા લોકોએ ઠંડીથી બચવા સાવચેતી રાખવી પડશે.

આ પણ વાંચો- Breaking New: ગુજરાત ATSએ વડોદરામાંથી પકડ્યો શંકાસ્પદ જૈશ-એ-મોહમંદનો આતંકી, AK-47 અને 23 કારતુસ પણ મળી

Published on: Nov 27, 2026 11:22 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">