Breaking News : સંવિધાન ગૌરવ દિવસ પર JP નડ્ડાની હાજરીમાં CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી વાત! જુઓ Video
અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં સંવિધાન ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી થઈ. આ કાર્યક્રમમાં ભારતીય બંધારણના મહત્વ, લોકશાહી મૂલ્યો અને ડો. બાબાસાહેબ આંબેડકરના યોગદાન પર ભાર મૂકવામાં આવ્યો.
અમદાવાદના ટાગોર હોલ ખાતે ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બંધારણના મહત્વ, લોકશાહી મૂલ્યો અને બંધારણના સન્માન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભાજપ હંમેશા બંધારણને સર્વોચ્ચ માને છે અને અંત્યોદયના ઉત્થાનને કેન્દ્રમાં રાખે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા કાર્યોને યાદ કર્યા, જેમાં ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોને જન-જન સુધી પહોંચાડવા માટે કરાયેલી વિવિધ પહેલોનો સમાવેશ થાય છે.
મુખ્યપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે સંવિધાનની પ્રસ્તાવનામાં દર્શાવેલા ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના જ લોકકલ્યાણકારી શાસનનો પાયો હોવો જોઈએ. તેમણે નાગરિકોને અધિકારોની સાથે મૂળભૂત કર્તવ્યોનું પણ સ્મરણ કરાવ્યું. આ ઉજવણી વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને વધુ દ્રઢ બનાવે છે.
NSE વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું, શેરે નોંધાવી ઐતિહાસિક ઊંચાઈ

