ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓનો જલવો, જયસ્વાલે 5 બેટ્સમેનોને પછાડ્યા
ICCએ જાહેર કરેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. વેલિંગ્ટન ટેસ્ટમાં શાનદાર પ્રદર્શનનો યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રિષભ પંત અને જસપ્રીત બુમરાહને ફાયદો થયો છે. જયસ્વાલે પાંચ બેટ્સમેનોને પાછળ છોડીને ટોપ-10માં સ્થાન મેળવ્યું છે, જ્યારે બુમરાહે પણ બોલરોની યાદીમાં મોટો કૂદકો લગાવ્યો છે.

ICC એ લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. વેલિંગ્ટન ટેસ્ટથી ચાર ભારતીય ખેલાડીઓને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં ત્રણ ભારતીય બેટ્સમેન રિષભ પંત, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલના રેન્કિંગમાં સુધારો થયો છે.

ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર બોલર જસપ્રીત બુમરાહને પણ લેટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે.

વેલિંગ્ટન ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ યશસ્વી જયસ્વાલે પાંચ અન્ય ખેલાડીઓને પાછળ છોડીને ટોચના 10માં પ્રવેશ કર્યો છે. જયસ્વાલ હવે નવમા ક્રમે આવી ગયો છે.

શુભમન ગિલ ત્રણ બેટ્સમેનોને પાછળ છોડીને નંબર 7 પર પહોંચી ગયો છે. ગિલે વેલિંગ્ટન ટેસ્ટમાં 98 રન બનાવ્યા હતા.

રિષભ પંત ભારતના ટોચના ટેસ્ટ બેટ્સમેન તરીકે યથાવત છે. પંત 744 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. હેરી બ્રુક ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે.

બોલરોમાં જસપ્રીત બુમરાહે ત્રણ અન્ય ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. બુમરાહ 856 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

મિશેલ સ્ટાર્ક 881 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જો બુમરાહ ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં સારું પ્રદર્શન કરે છે, તો તે ફરીથી નંબર વન સ્થાન મેળવી શકે છે. (PC: PTI/X)
બેન સ્ટોક્સ માટે BCCIએ બદલી નાખ્યો પોતાનો નિયમ? IPL હરાજીમાં એન્ટ્રીથી ઊભા થયા સવાલ
