AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોરબીમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારી, પવનચક્કીના પાંખિયા ભરેલી ટ્રક અંડરપાસમાં ફસાઈ,જુઓ Video

Breaking News : મોરબીમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારી, પવનચક્કીના પાંખિયા ભરેલી ટ્રક અંડરપાસમાં ફસાઈ,જુઓ Video

| Updated on: Nov 26, 2026 | 3:00 PM
Share

મોરબીમાં ભારે વાહનચાલકની બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાંકાનેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર પવનચક્કીના વિશાળ પાંખિયા ભરેલા ટ્રકને રેલવે અંડરપાસમાંથી પસાર કરવાનો જોખમી પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ટાયરની હવા ઓછી કરીને જોખમી રીતે પસાર કરાયો ટ્રક

મળતી માહિતી મુજબ, ટ્રકની ઊંચાઈ અંડરપાસની મર્યાદા કરતાં વધુ હોવા છતાં તેને ત્યાંથી પસાર કરવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન રેલવે બ્રિજની સલામતી માટે લગાવવામાં આવેલી લોખંડની આડશ સાથે ટ્રક અથડાયો હતો. જેના કારણે ટ્રક આગળ વધી શક્યો નહોતો. જોકે, ટ્રકને પસાર કરવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા હતા. અંતે ટાયરની હવા ઓછી કરીને જોખમી રીતે ટ્રકને અંડરપાસમાંથી પસાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભારે વાહનચાલકોની બેદરકારી સામે સવાલો ઊઠ્યા છે. થોડા કિલોમીટર અને પરિવહન ખર્ચ બચાવવા માટે કરવામાં આવેલા આવા પ્રયાસથી બ્રિજને નુકસાન થયું હોત અથવા અકસ્માત સર્જાયો હોત તો જવાબદાર કોણ હોત? તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. આ ઘટના માર્ગ સલામતી અને ભારે વાહનોના પરિવહન નિયમોના પાલન અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે.

આ પણ વાંચો, Breaking News : અમદાવાદમના પકવાન જંક્શન પર કેપ્સ્યુલ સિસ્ટમની નવી વ્યવસ્થા, થશે ઈંધણની બચત! જાણો શું છે આ સિસ્ટમ? જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">